Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંત પુનિતની 118મી જયંતી:3થી 80 વર્ષના 35 સ્પર્ધક પુનિત મહારાજનાં ભજનોની સ્પર્ધા કરશે

    2 days ago

    દાયકાઓથી ઘેરઘેર ગવાતા ‘ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહીં’ના રચયિતા સંત શ્રી પુનિત મહારાજની શનિવારે 118મી જન્મજયંતી છે. આ પુણ્ય અવસરે ‘સંતશ્રી પુનિત મહારાજ ચોક’ ખાતે સવારે 6.30 વાગ્યે પ્રભાતફેરીનું આયોજન કર્યું છે. આ સાથે માળી વાડાની પોળથી વડી કોટડીની પોળ થઈ શાહપુરના સત્યનારાયણ મંદિર થઈ શંકરભુવન પાસેના સ્લમ વિસ્તારોમાં 400 પરિવારને ભાખરીદાન કરાશે. વાસણા બેરેજ રોડ પરના મધુલતા સાંસ્કૃતિક હોલમાં સાંજે 4થી 7 વાગ્યા સુધી સંત શ્રી પુનિત મહારાજ રચિત ભજનોની સ્પર્ધા યોજાશે. મણિનગરસ્થિત પુનિત આશ્રમમાં રાત્રે 9થી 12 વાગ્યા સુધી આનંદ જનક મહારાજની અધ્યક્ષતામાં ભજનિકો શ્રદ્ધાંજલિ આપશે. ભજન સ્પર્ધામાં 3 વર્ષથી 80 વર્ષ સુધીના 35 સ્પર્ધક ભાગ લેશે. વયજૂથ પ્રમાણેના ત્રણેય વિભાગમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ઇનામ અપાશે. સ્પર્ધામાં પુનિત મહારાજ રચિત ભજનનું પુનરાવર્તન ન થાય તે પ્રમાણે 35 સ્પર્ધક ભજન કંઠસ્થ કરીને ગાશે. તેમાં સૂરના 10, તાલના 10, લયના 10 અને ભાવના 20 મળી કુલ 50 માર્કમાંથી સ્પર્ધકોને માર્ક અપાશે. અમદાવાદમાં બે વાર શહેર ચોર્યાસી થઈ, તેમાં એક વાર સંત પુનિતે કરાવી હતી જૂનાગઢમાં વૈશાખ વદ બીજ ને 19 મે, 1908એ સંત શ્રી પુનિત મહારાજનો જન્મ થયો હતો. તેમણે 1951માં શિષ્ટ સાહિત્ય પીરસતું ‘જનકલ્યાણ’ માસિક શરૂ કર્યું હતું. માત્ર 54 વર્ષના અલ્પાયુમાં 3-3 વખત ગાયત્રી પુરશ્ચરણ તપસ્યા કરનારા સંત પુનિતે અનેક મહાઆખ્યાનો તથા અનેક સંતોના ચરિત્રોનું લેખન કર્યું છે. અમદાવાદમાં અત્યાર સુધીના ઇતિહાસમાં માત્ર 2 વખત શહેર ચોર્યાસી થઈ છે તેમાંની એક સંત શ્રી પુનિત મહારાજે કરાવી હતી.
    Click here to Read More
    Previous Article
    એસટી નિગમમાં થશે બમ્પર ભરતી:એસટી નિગમમાં ડ્રાઈવર-કન્ડક્ટરોની 6 હજારની ઘટ સામે કોન્ટ્રાક્ટ પર લેવાની તૈયારી
    Next Article
    सीवान में बड़ा एनकाउंटर, कुख्यात इनामी अपराधी सोनू यादव ढेर, हर्ष सिंह हत्याकांड में भी जुड़ा था नाम

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment