Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 11.63 લાખ મતદારો 1329 મથકો પર મતદાન કરશે:હીટવેવને ધ્યાને રાખી ખાસ સુવિધા; 7200 કર્મચારીઓ, 3000 પોલીસ જવાનો તૈનાત

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ કોન્ફરન્સમાં ચૂંટણીની વ્યવસ્થા, સુરક્ષા અને મતદારો માટેની સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્રએ મતદારોને બપોરના 12 વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ કરી લેવા અપીલ કરી છે. દરેક મતદાન મથક પર પીવાના પાણી, મેડિકલ કીટ અને ઓ.આર.એસ.ની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. વૃદ્ધો, બીમાર અને અશક્ત મતદારોને મતદાનમાં પ્રાથમિકતા અપાશે અને તેમના માટે બેસવાની ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. જિલ્લામાં કુલ 11,63,637 મતદારો નોંધાયા છે, જેમાં 6,12,783 પુરુષો, 5,50,845 મહિલાઓ અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા વિસ્તારમાં 1,94,359 મતદારો, નગરપાલિકા વિસ્તારોમાં 1,10,456 મતદારો અને જિલ્લા તથા તાલુકા પંચાયત હેઠળના વિસ્તારોમાં સૌથી વધુ 8,58,822 મતદારો મતાધિકાર ધરાવે છે. તંત્ર દ્વારા તમામ મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે સઘન આયોજન કરાયું છે. ચૂંટણી માટે સમગ્ર જિલ્લામાં કુલ 849 સ્થળો પર 1329 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આમાં મહાનગરપાલિકા વિસ્તારમાં 199, નગરપાલિકામાં 101 અને પંચાયત વિસ્તારોમાં 1029 મથકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયામાં કુલ 7200 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. સુરક્ષા વ્યવસ્થા માટે 3000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. મહાનગરપાલિકામાં 432, નગરપાલિકામાં 276 અને પંચાયત વિસ્તારોમાં 2373 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી પહેલા 5900થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લામાં 33 મતગણતરી સેન્ટરો અને 16 સ્ટ્રોંગરૂમ પણ તૈયાર કરાયા છે. ઈવીએમમાં કોઈ ખામી સર્જાય તો તેના નિવારણ માટે બેલ (BEL) કંપનીના એન્જિનિયરો પણ તૈનાત રહેશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દેખરેખ માટે 25 એપ્રિલથી 28 એપ્રિલ, 2026 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો નંબર 02752-285300 છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પાલિકાની નિષ્ફળતા: સંસ્થાએ ડસ્ટબિનનું વિતરણ કર્યું:સરકારી યોજનાના ડસ્ટબિન ન મળતા લોકો ઉમટ્યા, તંત્ર સામે રોષ
    Next Article
    Aam Aadmi Party Controversy live | પૈસા લઈ મનપાની ચૂંટણીની ટિકિટ આપવાનો વીડિયો વાયરલ |Recording Live

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment