Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિલ્મી ઢબે કારનો પીછો કરી પોલીસે દારૂ ઝડપ્યો:વાળુકડ ચોકડી પાસેથી 1152 બોટલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર સામે ગુનો નોંધાયો

    2 days ago

    ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડે સિદસર વિસ્તારમાં વાળુકડ ચોકડી પાસેથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં અન્ય બે શખસના નામ પણ ખૂલ્યા હતા. દારૂ, કાર અને મોબાઈલ સહિત 7,09,424 રુપિયાનો મુદ્દામાલ કબજે કરી વરતેજ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કારનો અટકાવવાનો પ્રયાસ કર્યો મળતી વિગતો અનુસાર, 19 એપ્રિલે રાત્રિના સમયે પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ શહેરના સિદસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને ચોક્કસ માહિતી મળતા વાળુકડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન એક કાર નંબર GA-10-A 5757 આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ચાલકે ત્યાંથી ગાડી પૂરપાટ ઝડપે ભગાવી હતી. ત્યારે પોલીસ જવાનોએ આ કારનો ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લીધી હતી.કારમાં સવાર ગોપાલ મેર (રહે.સિદસર) તથા અરજણ ચભાડ (રહે. સિદસર)ની અટકાયત કરી હતી. કારની તપાસ હાથ ધરતા વિના પરમિટે વિદેશી દારૂની નાની-મોટી અલગ અલગ બ્રાન્ડની 1,152 નંગ બોટલ મળી આવી હતી. સુરતના શખસે દારૂ ભરેલી ગાડી આપી હતી આ દારૂ અંગે પૂછતા બંન્ને શખસોએ જણાવ્યું હતું કે સુરત રહેતા રઘુ ચભાડે આ દારૂનો જથ્થો ભરેલી ગાડી આપી હતી. જેને શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ખારામાં બાપાની મઢૂલી પાછળ રહેતા હરેશ અલગોતરે મંગાવી હતી. આથી પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે વિદેશી દારૂની બોટલ અને કાર સહિત રૂપિયા 7,09,424નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોપાલ મેર અને અરજણ ચભાડ, રઘુ ચભાડ, હરેશ આલગોતર સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણ ભાજપે 26 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા:પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સભ્યપદ રદ, શિસ્તનો ભંગની કાર્યવાહી
    Next Article
    રૂ.2 લાખનું આવાસ લેવામાં લોકોને રસ નથી!:RMCને 1 BHKનાં 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા, 2-3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment