Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.15 લાખના ચોરીના મુદ્દામાલ સાથે રીઢો ચોર ઝડપાયો:સુરેન્દ્રનગર LCBએ તાંબાનો વાયર અને મોટરસાયકલ જપ્ત કર્યા, આરોપી થાનગઢ પોલીસને સોંપાયો

    1 day ago

    સુરેન્દ્રનગર LCBએ થાનગઢ નેશનલ કાંટા પાસેથી 1.15 લાખ રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે એક રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ કિશનભાઈ રામજીભાઈ ખમાણી છે, જે વાંકાનેરના ગાંગીયાવદરનો રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી 95 કિલો તાંબાનો વાયર જપ્ત કર્યો છે, જેની કિંમત 95,000 રૂપિયા છે. આ ઉપરાંત, 20,000 રૂપિયાની એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. કુલ 1,15,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડ અને પોલીસ કોન્સ્ટેબલ કુલદીપભાઈ બોરીયાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીને વધુ કાર્યવાહી માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસખ ડેલૂ (IPS) દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ રોકવા અને શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે LCBએ આ કામગીરી કરી છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પ્રતિષ્ઠા-72 સોસાયટીમાં નવરાત્રીના સાતમા દિવસે વેશભૂષા કાર્યક્રમ, બાળકો અને સભ્યોએ ધાર્મિક-સાંસ્કૃતિક વેશભૂષામાં લીધો ઉત્સાહભેર ભાગ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ખોરાસા ગીર માં ચકલા ગ્રુપ ની બાળાઓ નો રાસ, જય અંબે ગરબી મંડળ દ્વારા ગામ સમસ્ત ગરબી નું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment