Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં વીજ વિભાગે વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી:1,116 કનેક્શન તપાસતા 25માં વીજ ગેરરીતિઓ ઝડપાઈ, કુલ રૂ. 36 લાખનો દંડ ફટકાર્યો

    3 days ago

    ભરૂચ જિલ્લામાં વીજચોરી અને ગેરરીતિઓ રોકવા માટે વીજ વિભાગે વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 1,116 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં 25 ગેરરીતિઓ ઝડપાઈ હતી. વીજ વિભાગે આ ગેરરીતિઓ બદલ કુલ રૂ. 36 લાખનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી અંતર્ગત વીજ વિભાગની 22 ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. નંદેલાવ, ચાવજ અને હલદરવા સહિતના આસપાસના વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વીજચોરી અને ગેરકાયદેસર વીજ વપરાશને રોકવા માટે ભવિષ્યમાં પણ આવી ચેકિંગ કામગીરી ચાલુ રહેશે. તેમણે ગ્રાહકોને નિયમ મુજબ વીજળીનો ઉપયોગ કરવા અને કોઈપણ પ્રકારની ગેરરીતિથી દૂર રહેવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં શાળા પ્રવેશોત્સવ: 29 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ:ધોરણ-1 અને બાલવાટિકામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
    Next Article
    15 Killed In Fire At Lucknow Coaching Centre, Students Jump From 1st Floor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment