Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1111 ટ્રેકટર સાથે કોંગ્રેસ રેલી યોજશે:ખેડૂતોની 5 માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરશે, માંગ નહીં સ્વીકારાય તો ધરણા પ્રદર્શનની પણ ચીમકી

    19 hours ago

    ખેડૂતોના અધિકારો માટે 15 જૂને કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનુ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવશે. જેને લઈને રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની પોલિટિકલ અફેર કમિટી અને કિસાન કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેથી 15 જૂને કિસાન કોંગ્રેસ અને સંઘર્ષ સમિતિ ટ્રેક્ટર લઈને ગાંધીનગર કૂચ કરી સરકારને માંગણીઓ સ્વીકારવા માટે અલ્ટીમેટમ આપશે. 15 જૂને 1111 ટ્રેકટર સાથે રેલી યોજવાની તૈયારી રાજીવ ગાંધી ભવન ખાતે વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં કોંગ્રેસની પોલિટિકલ અફેર કમિટી અને કિસાન કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને હાજર રાખવામાં આવ્યા હતા. આગામી 15 જૂનના ખેડૂત સત્યાગ્રહ આંદોલનને લઈને આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 15 જૂને તમામ જિલ્લામાંથી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો અમદાવાદના શાંતિપુરા પહોંચશે. જ્યાંથી તમામ લોકો એકઠા થઈને ખેડૂતોની પાંચ જેટલી માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ સાથે ગાંધીનગર કૂચ કરશે. દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલી લઈને જશે અને સરકારને અલ્ટીમેટમ આપશે. જો સરકાર દ્વારા માગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે. ખેડૂતોની પાંચ પડતર માંગણી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને મોંઘવારીનો માર સહન કરવો પડે છે. ડુપ્લીકેટ દવા અને બિયારણનો માર પણ ખેડૂતો સહન કરી રહ્યા છે. જે રીતે ટેકાના ખરીદીમાં કૌભાંડ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની જમીન જબરદસ્તીથી જમીન સંપાદનમાં સરકાર પચાવી લે છે. એમાં પણ ભાજપના મળતીયા હોય તો એ જમીન રાતો રાત બિનખેતી જાહેરનામા પછી પણ કરી લે અને એને એક મીટરના 2,000 મળે આ ખેડૂતનું ખેતર એને 20 રૂપિયા પર મીટરના મળે આ ખેડૂતનું ખેતર જે ભાજપનો મળતીઓ છે તો એને 2000 પર મીટરના મળે છે. આ રીતે જમીન સંપાદન અંદર ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લે જે રીતે વીજ કંપનીઓ સરકારના ચાર હાથ માથે લઈને આવે છે. ખેડૂતોના ખેતરમાં તમામ નિયમો નિયમ મૂકીને દાદાગીરીથી પોલીસ રક્ષણ સાથે ખેતરમાં ઘૂસી જાય છે. વધુમાં પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજ લાઇનના પ્રશ્નો પણ હજુ શરૂ થયા છે. આખા ગુજરાતમાં ખેડૂતોની જમીન હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. જેથી ગુજરાતના ખેડૂતો આ બધા પ્રશ્નોને લઈને આગામી સમયમાં આંદોલન કરવા માટે જઈ રહ્યા છીએ. ગુજરાત કિસાન કોંગ્રેસ અને સંઘર્ષ સમિતિ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો અમદાવાદ પહોંચશે. જે બાદ 15 જૂને ખેડૂતો 1111 ટ્રેક્ટર સાથે શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કૂચ કરશે. ટ્રેક્ટર લઈને સરકારને અલ્ટીમેટમ આપવા માટે જઈશું. જો સરકાર નહીં સમજે તો આવનાર દિવસમાં ખેડૂતોને સાથે રાખીને ગુજરાતમાં ધામા નાખવામાં આવશે. જે બાદ સરકારને જવાબ આપવો અઘરી થઈ જશે. સરકારને જગાડવા માટે અમારું આદોલન- લાલજી દેસાઈ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર પડે છે સરકારની લાત. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મિનિસ્ટર IAS અને IPS ઓફિસરો બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે. ગુજરાતના 56 લાખ ખેડૂતોનું 96 હજાર કરોડનું દેવું માફ કરવામાં આવે, વ્યાજબી ભાવ માટે, મફત વીજળી આપવાની માંગ સાથે આંદોલન કરવા જઈ રહ્યા છીએ. 1111 ટ્રેક્ટર લઈને ગાંધીનગર જઈશું. વિધાનસભા ઘેરાવ કરવા નહીં પરંતુ સરકારને જગાડવા માટે આંદોલન કરી રહ્યા છીએ. જો છતાં સરકાર માગણી નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીશું.
    Click here to Read More
    Previous Article
    નેહરુથી આગળ નીકળ્યા મોદી, ચાર ધામોમાં પૂજા થઈ:સતત સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પીએમ બન્યા; કેદારનાથમાં હવન, બદ્રીનાથમાં યજ્ઞ
    Next Article
    સ્પોર્ટ્સ ક્લબને ધમકી આપનાર 12 વર્ષનો બાળક નીકળ્યો:AMC, RSS ઓફિસ, CMOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચે મેટ્રો દોડશે, સસરાએ પુત્રવધુ અને વેવાણની હત્યા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment