Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં 1107 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા:80મા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

    18 hours ago

    તાપી જિલ્લાના સોનગઢ નગરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં 1107 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજને નગરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યો હતો. સોનગઢ નગરપાલિકા અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ યાત્રા યોજાઈ હતી, જેમાં 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના નારા ગુંજી ઉઠ્યા હતા. આ યાત્રાના સફળ સંચાલનમાં ઇન્ચાર્જ કોર્પોરેટર કિશોરભાઈ ચૌધરી અને હર્ષિલભાઈ દેસાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. યાત્રાના માર્ગ પર 'ગંગા સમગ્ર' તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા પુષ્પવર્ષા કરીને આ રાષ્ટ્રીય ઉપક્રમને આવકારવામાં આવ્યો હતો. આ યાત્રામાં સોનગઢની સાર્વજનિક હાઈસ્કૂલ, નૂતન વિદ્યામંદિર સ્કૂલ અને આર્ટ્સ-કોમર્સ કૉલેજના હજારો વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. વિદ્યાર્થીઓએ 'વીર શહીદો અમર રહો' અને 'જય જવાન, જય કિસાન'ના નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આ યાત્રામાં માજી સૈનિકો પણ સન્માનપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. માજી સૈનિક સંગઠનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગામીત, ઉપપ્રમુખ મુન્નાભાઈ ગામીત, સંગઠન મંત્રી શૈલેષભાઈ ગામીત, ઉકાઈ તાલુકા પ્રમુખ વિજયભાઈ ગામીત, ઉપપ્રમુખ સતિષભાઈ પટીલ, સોનગઢ તાલુકા પ્રમુખ પોસલાભાઈ ગામીત અને ઉચ્છલ તાલુકા પ્રમુખ સુભાષભાઈ ગામીત સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સોનગઢ નગર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ 1107 ફૂટ લાંબા તિરંગાના દર્શન કર્યા હતા. લોકોએ પોતાના હાથમાં નાની ધ્વજિકાઓ સાથે આ યાત્રાને આવકારી હતી. આ યાત્રા સોનગઢની જનતા માટે રાષ્ટ્ર સમર્પણ અને એકતાનું પ્રતિક બની રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ગ્રાહકની ફરમાઈશ મુજબ યુવતીઓ અશ્લીલતા પીરસતી:10 પાસ યુવકે APK ફાઈલની મદદથી એપ તૈયાર કરી, આરોપી અને યુવતીઓ 50-50 ટકા આવકની વહેંચણી કરી લેતા
    Next Article
    Opinion: Opinion | The Great IIT Dream Is Cracking: Why Even Top Degree-Holders Are Unable To Find Jobs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment