Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી:15 એપ્રિલથી ઓનલાઈન અરજી શરૂ, TET-1 પાસ માટે તક; TAT હાયર સેકન્ડરી પરીક્ષા અને GPSC ભરતીની મોટી જાહેરાત

    6 days ago

    રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 15 એપ્રિલ, 2026થી ફોર્મ ભરી શકાશે જાહેરાત ક્રમાંક 01/2026 મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે અને પારદર્શક પદ્ધતિથી હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ, 2026ના રોજ સવારે 12:00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારો http://dpegujarat.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. TET-1 પાસ ઉમેદવારો માટે તક આ ભરતી ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને TET-1 પાસ ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક તક ગણાઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જલદી જ જિલ્લા પ્રમાણેની ખાલી જગ્યાઓ, રિઝર્વેશન અને મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયાની વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને શાળાઓમાં શિક્ષકોની ખામી દૂર કરવા આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે. TAT હાયર સેકન્ડરી પરીક્ષાની જાહેરાત ગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (TAT-Higher Secondary) માટે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ આ પરીક્ષા 12 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. ઉમેદવારો પોતાના કોલ લેટર 1 એપ્રિલ, 2026 બપોરે 2 વાગ્યાથી 12 એપ્રિલ, 2026 બપોરે 12 વાગ્યા સુધી OJAS અને SEBની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા સંબંધિત તમામ માહિતી માટે ઉમેદવારોએ નિયમિત વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે. GPSC ભરતીની મોટી જાહેરાત, 224 જગ્યાઓ માટે આજથી ઓનલાઇન અરજી શરૂ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2, મદદનીશ વન સંરક્ષક/પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 તથા ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) વર્ગ-1 અને 2 સહિત કુલ 224 જગ્યાઓ માટે મહત્વપૂર્ણ ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 1/2026-27થી 4/2026-27 માટે ઉમેદવારો 1 એપ્રિલ 2026 બપોરે 1 વાગ્યાથી 15 એપ્રિલ 2026 રાત્રે 11:59 સુધી ઓનલાઇન અરજી કરી શકશે, જ્યારે જાહેરાત ક્રમાંક 5/2026-27 માટે અરજી પ્રક્રિયા 2 એપ્રિલ 2026થી શરૂ થઈ 16 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે. રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની આ મોટી તક માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- અમેરિકા પરનો વિશ્વાસ સંપૂર્ણપણે ખતમ:પહેલા પણ કરારમાંથી પીછેહટ કરી ચૂક્યું છે; ટ્રમ્પે કહ્યું- યુદ્ધ 2-3 અઠવાડિયામાં પૂરું થઈ જશે
    Next Article
    ભાજપમાંથી ચૂંટણી લડવા ભીડ જામી, મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા:સુરત-રાજકોટમાં દાવેદારો આવી પહોંચ્યા, નિરિક્ષકોએ સાંભળવાનું શરૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment