Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમના હરાજી શરૂ:બેડી યાર્ડમાં 1100 વાહનો સાથે ખેડૂતો ખેત પેદાશો લઈ પહોંચ્યા : મગફળીના રૂ.1610, મગના રૂ.1910 ભાવ ઉપજ્યા

    6 घंटे पहले

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ ખાતે સાત દિવસના દિવાળી વેકેશન બાદ આજે લાભપાંચમના શુભમુહૂર્તમાં હરાજી શરૂ થઈ છે. જે અંતર્ગત રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી અને મગ એમ 2 હરાજી જણસીથી હરાજીની શરૂઆત થઈ છે. 1100 વાહનો સાથે ખેડૂતો પોતાની ખેત પેદાશ લઈને આવ્યા છે ત્યારે યાર્ડની બહાર પણ ટ્રક સાથે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી હતી. હરાજીને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે જ જણસીઓમાં ખેડૂતોને દિવાળી પહેલા જે ભાવ મળતો હતો તેના કરતાં ઊંચા ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, લાભપાંચમના રાજકોટના બેડી યાર્ડમાં હરાજી શરૂ કરી છે. જેમાં મગફળીની પ્રથમ હરાજીમાં 1 મણ એટલે કે 20 કિલોના રૂ.1610 અને મગમાં રૂ.1910 ભાવ ઉપજ્યા છે. આ બે શરૂઆત કરી છે. જ્યારે જીરુના 5300 થી 5600 ભાવ નક્કી કરાયા છે. હવે બાકીની જણસીઓની ક્રમશઃ હરાજી ચાલુ હોય એટલે બીજી જણસીના ભાવ નક્કી નથી થયા. જોકે તલ, મગ, સોયાબીનના જે દિવાળી પહેલા ભાવ હતા તેનાથી ઊંચા ભાવ ઉપજશે તેવી મને પૂરી આશા છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી અને મગની આવક સાથે સારા ભાવ મળવાની ખેડૂતોમાં આશા છે. આગામી સમયમાં ખેત પેદાશોની આવકો અને તેના ભાવ અંગે વેપારીઓ તથા બજારના જાણકારો દ્વારા મહત્વના અંદાજો વ્યક્ત કરવામાં આવ્યા છે.બજારમાં મગફળીની પ્રથમ હરાજીમાં ભાવ રૂ.1610 જ્યારે મગની હરાજીના ભાવ રૂ.1910 જેટલા જોવા મળ્યા છે. આ વર્ષે ખેત પેદાશોના ઉત્પાદનમાં અંદાજે 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉત્પાદન ઘટવાની સામે બજારમાં ભાવમાં અંદાજે 25થી 30ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને આ વર્ષે યોગ્ય વળતર મળવાની પૂરી શક્યતા છે. હાલમાં શરૂઆતના તબક્કે માત્ર બે જ જણસીઓની આવકો અને હરાજીની શરૂઆત થઈ છે. અન્ય જણસીઓની હરાજી ક્રમશઃ ચાલુ રહેશે. જીરું, તલ, મગ અને સોયાબીન જેવા પાકોના ભાવ દિવાળી પહેલાં જે સ્તરે હતા. તેના કરતાં પણ ઊંચા ભાવ ઉપજવાની પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આજીડેમમાં રવિવારે 7,000 શ્રદ્ધાળુઓ છઠ્ઠ પૂજા કરશે:RMCના ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ વ્હીકલ, એમ્બ્યુલન્સ સહિતના સાધનો સાથે સજ્જ રહેશે
    Next Article
    शादी के दिन खेत में पलटी कार, सिर से लेकर पैर तक कीचड़ में सन गई प्रेग्नेंट दुल्हन; वीडियो वायरल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment