Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.1.10 કરોડનો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપાયો:પડધરીની હોટેલમાં રૂ.25 લાખમાં ડિલિવરી માટેની મીટિંગમાં પોલીસ ત્રાટકી, 6 શખ્સોને ઝડપી પાડ્યાં

    9 घंटे पहले

    રાજકોટ રૂરલ SOGની ટીમે રૂ.1.10 કરોડની કિંમતનો 1.20 કિલો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપ્યો છે. કોસ્મેટિક અને મોંઘી દવાઓ બનાવવામાં ઉપયોગી માછલીની ઉલટી સાથે 6 શખ્સોને પણ ઝડપ્યા છે. જેઓ તારાપુરથી આ જથ્થો લાવ્યા હતા અને રૂ.25 લાખમાં તેની ડીલીવરી કરવા માટે પડધરીની ખાનગી હોટલ ખાતે મીટિંગ યોજી હતી. જ્યાં પોલીસ ત્રાટકી હતી. તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગે આ શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ છે. પડધરીની માધવ હોટલ ખાતે તેમની મીટિંગ થવાની હતી, તે પહેલા ઝડપાયા પડધરી - જેતપુર DYSP રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું કે, ગત તા.12 ઓક્ટોબરના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એસ.ઓ.જી. શાખાના પી.આઈ. પારઘી તેમજ તેમની ટીમને માહિતી મળી હતી કે, જામનગર તરફથી બે ગાડીમાં પાંચ-છ શખ્સો એમ્બર ગ્રીસ એટલે કે માછલીની ઉલટી કહેવાય એ પદાર્થ લઈને નીકળશે અને પડધરીની માધવ હોટલ ખાતે તેમની મીટિંગ થવાની છે. જેથી પોલીસે અગાઉથી વોચ ગોઠવી 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ભાનુ ચાવડા એમના મિત્રને બોલાવી એમ્બર ગ્રીસનો જથ્થો વેચવાના હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ શખ્સો પાસેથી 1 કરોડ 10 લાખ 80 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. 1.20 કિલો એમ્બર ગ્રીસ કબજે કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કોસ્મેટિકમાં અને મોંઘી દવાઓ બનાવવામાં થતો હોય છે. પોલીસે મેહુલ રાઠોડ, ભાનુ ચાવડા, વિજયસિંહ ઝાલા, પ્રશાંત જાટ, ધર્મેન્દ્રસિંહ કંચવા અને સાવન જાટને ઝડપ્યા છે. જેમાં ભાનુ ચાવડા તારાપુર મુકામેથી એમના મિત્રને બોલાવી આ એમ્બર ગ્રીસનો જથ્થો વેચવાના હતા. આ જથ્થો અન્ય કોઈને પણ વેચવાના હતા કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. આ ઉપરાંત એમની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવી રહી છે. અંતમાં જણાવ્યું કે, તારાપુર મુકામેથી આ લોકોએ એમ્બર ગ્રીસનો જથ્થો લઈ અને ભાનુભાઈ કે જેઓ તારાપુરના છે અને મોરબી મુકામે હાલ રહે છે. તેમણે ગ્રાહક શોધી આપવાની ખાતરી આપી હતી. જેથી આ લોકો જામનગર તરફથી અહીંયા ભેગા થઈ અને પછી આગળનું પ્લાનિંગ ડિસાઈડ કરવાના હતા. જે અંગે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે રૂ.1.01 કરોડનો એમ્બર ગ્રીસનો જથ્થો, રૂ.9 લાખની 2 કાર અને રૂ.60 હજારનો મોબાઈલ મળી રૂ.1,10,80,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Gujarat civic Polls: Gandhinagar में BJP की जीत, Amit Shah ने Rahul Gandhi से पूछे ये तीखे सवाल
    Next Article
    Ray Answers Reggie, Who Says He Is Saving His Evidence For Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment