Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલા હાઈવે પર એક બે નહીં 11 સાવજનું જૂથ, VIDEO:જામવાળા સ્ટેટ હાઇવે બ્લોક કર્યો, સાવજોનું ગ્રુપ સવારે ટહેલવા નીકળ્યું, અડધો કલાક વાહનવ્યવહાર થંભી ગયો

    3 days ago

    તાલાલા-ઉનાને જોડતા સ્ટેટ હાઈવે 58 પર આજે (14 જુલાઈ) સવારે 7 વાગ્યે 11 સાવજનું એક જૂથ જોવા મળ્યું હતું. બામણસા ગામ નજીક જંગલ ચેકપોસ્ટ પાસેથી આગળ જામવાળા તરફના રોડ ઉપર આ 11 સાવજ રોડ પર આવી ચડ્યા હતા, જેના કારણે અડધો કલાક સુધી વાહનવ્યવહાર થંભી ગયો હતો. લગભગ 2 KM સુધી 11 સિંહનું જૂથ ધીમે ધીમે આગળ વધ્યું સાવજોના આ જૂથમાં 3 માદા, બે નર અને છ પાઠડા હતા. જે પોતાની મસ્તીભરી ચાલમાં રોડ વચ્ચે આરામથી ચાલી રહ્યું હતું. આ દૃશ્યો જોઈને વાહનચાલકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લગભગ બે કિલોમીટર સુધી આ 11 સિંહનું જૂથ ધીમે ધીમે હાઈવે પર આગળ વધ્યું હતું. આ પણ વાંચો, અમરેલીના મોટા આગરીયા ગામમાં ત્રણ સિંહ ઘૂસ્યા, શ્વાન-આખલાનો પીછો કર્યો, CCTV રોડની બંને તરફથી આવી રહેલા વાહનો થંભી ગયા રોડની બંને તરફથી આવી રહેલા વાહનો થંભી ગયા હતા. વાહનચાલકોએ સાવજોને ખલેલ ન પહોંચે તે માટે હોર્ન વગાડ્યા વગર કે ઘોંઘાટ કર્યા વગર સલામત અંતર જાળવી રાખ્યું હતું. તેઓ સાવજોને તેમની રાજસી ચાલમાં પસાર થતા જોઈ રહ્યા હતા. અદભૂત દૃશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ અડધો કલાક સુધી વાહનવ્યવહાર રોકાયા બાદ, સાવજોનું જૂથ ધીમે ધીમે રોડની સાઈડમાંથી જંગલ તરફ ઉતરી ગયું હતું. ત્યાર બાદ વાહનવ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો. વાહનચાલકોએ સવારે જોવા મળેલા આ 11 સાવજના જૂથના દૃશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા તે ઝડપથી વાઈરલ થયા હતા. ------ આ પણ વાંચો ગીર ગઢડાના પાણખાણમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો ગીર પ્રદેશમાં વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગીર ગઢડા તાલુકાના પાણખાણ ગામના રેવન્યુ વિસ્તારમાંથી આશરે 1 થી 2 વર્ષના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી વનવિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં સિંહબાળના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હોવાથી, વનવિભાગ તેનું મોત ‘ઈનફાઈટ’ના કારણે થયું હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… જૂનાગઢમાં ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળનું સફળ રેસ્ક્યૂ ​જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં માનવ અને વન્યજીવોના સહઅસ્તિત્વ વચ્ચે અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. ત્યારે જૂનાગઢમાં એક સિંહબાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. સિંહબાળ કૂવામાં પડતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ખુલ્લા કૂવામાં સિંહબાળ ખાબક્યું ​જૂનાગઢ શહેર વિસ્તારમાં આવેલી વાળંદ સોસાયટીમાં એક ખુલ્લા કૂવામાં સિંહબાળ ખાબક્યું હોવાની વિગતો સામે આવી હતી. આ અંગેની માહિતી તાત્કાલિક જૂનાગઢ વન વિભાગના ડુંગર સાઉથ રેન્જના સ્ટાફને આપવામાં આવી હતી. વહેલી સવારે સિંહબાળ કૂવામાં પડ્યું હોવાના સમાચાર મળતા જ વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો) સિંહ-સિંહણને મેટિંગમાં પજવણી કરતા યુવક ભોગ બન્યો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાંથી 8 જુલાઈએ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી. અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહદર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. આ વન્યપ્રાણી અને માનવ સંઘર્ષની ઘટનામાં 21 વર્ષના સોહિલ મેમણ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન સહિતનો વન વિભાગનો કાફલો લીલીયા રેન્જ ઓફિસ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર':મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી શરૂ, મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા પણ સરકારને દયા ન આવી'
    Next Article
    અમરેલીના મોટા આગરીયા ગામમાં ત્રણ સિંહ ઘૂસ્યા, CCTV:શિકારની શોધમાં શ્વાન-આખલાનો પીછો કર્યો, શ્વાન જીવ બચાવવા બજારમાં ભાગ્યો, આખલાએ રોડ તરફ દોટ મુકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment