Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટે ડ્રાઈવરના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા:મહેસાણામાં SMCએ રેડ પાડી પશુઆહારની આડમાં છુપાવેલો રૂ. 1.26 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો

    1 week ago

    ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા અવનવા કીમિયા અપનાવીને સ્ટેટમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા-અમદાવાદ હાઈવે પર એક ઓપરેશન પાર પાડીને મોટી સફળતા મેળવી છે. એસએમસીની ટીમે મેવડ ગામ નજીકથી એક આઈસર ટ્રકમાંથી પશુઆહારની થેલીઓની નીચે છૂપી રીતે લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 22,773 બોટલ દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 1.26 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પકડાયેલા રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરને કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેના 11 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પશુઆહારની 175 થેલીઓ નીચે સંતાડેલી હતી દારૂની 850 પેટીઓ બનાવની વિગત એવી છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલનો પોલીસ સ્ટાફ ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લામાં સઘન પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી એક અત્યંત ચોક્કસ ખાનગી બાતમીના આધારે મહેસાણાથી અમદાવાદ હાઈવે પર આવેલા મેવડ ગામ નજીક હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ આઈસર ટ્રકને પોલીસે કોર્ડન કરીને રોકી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકની પાછળના ભાગે પશુઆહારની થેલીઓ ભરેલી દેખાતી હતી, પરંતુ શંકા વધુ દ્રઢ થતાં જ્યારે થેલીઓ હટાવીને જોયું તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પશુઆહારની આડમાં વિદેશી દારૂની 850 પેટીઓ છુપાવેલી હતી, જેમાંથી પોલીસે કુલ 22,773 નંગ વિદેશી દારૂની નાની-મોટી બોટલો રિકવર કરી હતી. પંજાબથી લોડ થયેલો દારૂ રાજકોટ પહોંચાડવાનો હતો પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક ચલાવતા ડ્રાઈવર ઘમંડીરામ ચેતનારામ જાટ (રહે. પોકર ભાડુકી ધાણી, નૌખ, બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. તેની પોલીસે આગવી ઢબે કડક પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, દારૂનો આ જથ્થો પંજાબના જલંધર ખાતેથી 'કીસન' નામના મુખ્ય સપ્લાયરે ટ્રકમાં ભરી આપ્યો હતો. આ દારૂ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડીને સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે કોઈ સ્થાનિક મોટા બુટલેગરને ડિલિવરી પહોંચાડવાની હતી. એસએમસી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ, આઈસર ટ્રક, પશુઆહારની 175 થેલીઓ, 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 1,26,01,389નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા કુલ 4 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. સરકારી વકીલની ધારદાર દલીલો બાદ 11 દિવસના રિમાન્ડ મંજૂર દરમિયાન, પકડાયેલા આરોપી ડ્રાઈવર ઘમંડીરામને વધુ તપાસ અર્થે મહેસાણાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ (DGP) જયદીપસિંહ રાજપૂતની ધારદાર અને કાનૂની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપી ડ્રાઈવરના 11 દિવસના મજબૂત પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે જૂન મહિનાના આ દિવસોમાં પોલીસ આરોપીને સાથે રાખીને પંજાબથી લઈને ગુજરાત સુધીના આ આખા રૂટ, કયા સ્ટેટની બોર્ડર પરથી ટ્રક પાસ થઈ અને રાજકોટમાં આ માલ કોણ મંગાવવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ખાતે રેલવે ડિવિઝનની ઉચ્ચ સ્તરીય બેઠક:સૌરાષ્ટ્રના વર્ષો જૂના રેલવે પ્રશ્નો અંગે સાંસદોએ રેલવે પ્રશાસનને કરી ધારદાર રજૂઆત, રાજકોટ-હરિદ્વારની કાયમી ટ્રેનની માંગ પર વિશેષ ભાર મુકાયો
    Next Article
    Gujarat Rain Forecast News | રાજ્યમાં 18થી 24 જૂન દરમિયાન ચોમાસાના આગમનની સંભાવના | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment