Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર કેપ્ટન:ઈશાન ઓપનિંગ કરી શકે છે, પ્લેઇંગ-11માં ધરખમ ફેરફારો થશે; આજે IND vs NZની ચોથી વન-ડે

    9 hours ago

    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વન-ડે મેચ આજે સવારે 7:30 વાગ્યાથી રમાશે. છેલ્લી 2 વન-ડેમાં શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. જ્યારે ઈશાન કિશનને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે. ભારત 5 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. આ મુકાબલો જીતતા જ ટીમ સિરીઝ પોતાના નામ કરી લેશે. જો આવું થાય છે, તો ન્યૂઝીલેન્ડ 7 વર્ષ પછી ઘરઆંગણે વન-ડે સિરીઝ હારશે. ટીમે છેલ્લી વખત જાન્યુઆરી 2019માં ભારત સામે 1-4થી સિરીઝ ગુમાવી હતી. ત્યારબાદ સતત 11 હોમ બાયલેટરલ સિરીઝ જીતી ચૂકી છે. હેડ ટુ હેડમાં ભારતનું પલડું ભારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી 126 વન-ડે રમાય છે. જેમાં ભારતે 65 અને ન્યૂઝીલેન્ડે 52 મેચ જીત્યા છે. એક મુકાબલો ટાઈ રહ્યો, જ્યારે 8 મેચનું પરિણામ આવ્યું નહીં. રાહુલની જગ્યાએ ઋતુરાજ કે તિલકમાંથી કોઈને તક મળી શકે ગિલ, રાહુલ અને અંશુલ કંબોજ ટેસ્ટની તૈયારી માટે ટીમમાંથી રિલીઝ થઈ ચૂક્યા છે. એવામાં રાહુલની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કે તિલક વર્માને તક મળી શકે છે. ઝડપી બોલર મોહમ્મદ સિરાજ પણ પ્લેઇંગ-11નો ભાગ હોઈ શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ ઘણા ફેરફાર ન્યૂઝીલેન્ડે પણ ટેસ્ટની તૈયારી માટે કેટલાક રેગ્યુલર ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ટીમમાં ફિન એલન, મિચ હે, ડીન ફોક્સક્રાફ્ટ અને બ્રેટ રાંડેલને સામેલ કર્યા છે. મેટ હેનરીનું પુનરાગમન થઈ શકે છે. તે માથાની ઈજા અને જાંઘના સ્નાયુઓમાં ખેંચાણના કારણે પાછલી મેચથી બહાર હતો. જ્યારે, બ્લેર ટિકનર આ મુકાબલા માટે ઉપલબ્ધ રહેશે નહીં. મેચમાં વરસાદની સંભાવના નથી બે ઓવલની પીચ પર બોલરોને મદદ મળી શકે છે. આ મેદાન પર હાલની વન-ડે મેચમાં 300 રનનો આંકડો પાર કરવો સરળ રહ્યો નથી. અહીં છેલ્લી વખત ન્યૂઝીલેન્ડે ફેબ્રુઆરી 2020માં રનચેઝમાં 300 રન બનાવ્યા હતા. હવામાન વિભાગે શુક્રવારે માઉન્ટ માઉંગાનુઈમાં વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદનું અનુમાન નથી. બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, ઈશાન કિશન (વિકીટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ/તિલક વર્મા, નમન ધીર, અક્ષર પટેલ, આકિબ નબી, મોહમ્મદ સિરાજ/કુલદીપ યાદવ, ગુરનૂર બ્રાર અને અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), વિલ યંગ, નિક કેલી, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડીન ફોક્સક્રાફ્ટ, કાઇલ જેમિસન, મેટ હેનરી, જેકોબ ડફી અને મેટ ફિશર.
    Click here to Read More
    Previous Article
    अयोध्या के दीपोत्सव का सार्वभौमिक संदेश
    Next Article
    માત્ર 8 દિવસમાં 1000 કરોડ!:બોક્સ ઓફિસ પર 'રામાયણ'નો મહારેકોર્ડ, સૌથી ઝડપી કમાણી કરનારી ત્રીજી ભારતીય ફિલ્મ બની

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment