Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતલના ઇરાદે લઈ જવાતા 11 પશુઓને બચાવાયા:HDFC બેંકના મેનેજર સામે 3.90 લાખની છેતરપિંડીની FIR : યુવાનનો આપઘાત, રસોઈ બનાવતા દાઝી જતી મહિલાનું મોત

    15 hours ago

    રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કતલના ઇરાદે લઈ જવાતા 11 પશુઓને બચાવવામાં આવ્યા હતા. જ્યારે HDFC બેંકના મેનેજર સામે 3.90 લાખની છેતરપિંડીની FIR થઈ છે તો કનકનગરમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત રસોઈ બનાવતા દાઝી જતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું હતું. રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને મળેલી માહિતીના આધારે 17 ઓક્ટોબરના ભગવતીપરા વિસ્તારમાં મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર GJ-03-BV-6763 રોકીને તપાસ કરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ, ગાડીમાં કતલના ઇરાદે પશુઓ લઈ જવામાં આવતા હોવાની આશંકા હતી.આશરે બપોરે 2 વાગ્યાના અરસામાં ગાડી નજરે પડતાં તેને અટકાવી તપાસ કરતાં તેમાં ક્રૂરતાપૂર્વક ભરેલાં કુલ 11 પશુઓ મળી આવ્યા હતા. જેમાં 9 પાડા અને 2 ભેંસનો સમાવેશ થાય છે. આ પશુઓને વાંકાનેરથી રાજકોટના સદર બજાર વિસ્તારમાં લઈ જવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે.આ મામલે અફઝલ લાખા અને હનીફ સિંદાત સામે રાજકોટના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ક્રેડિટ કાર્ડ અને કાર લોનના કેસનું સેટલમેન્ટ કરાવી આપવાના બહાને છેતરપિંડી રાજકોટમાં એચડીએફસી બેંકમાં ક્રેડિટ કાર્ડ અને કાર લોનના કેસનું સેટલમેન્ટ કરાવી આપવાના બહાને રૂ.3.90 લાખ મેળવી બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી મનોહરસિંહ બારૈયાના જણાવ્યા મુજબ, તેમના પરિચિત અને HDFC બેંકના એગ્રી મેનેજર તરીકે ફરજ બજાવતા યોગેશકુમાર ગોસાઈએ ગીતાબેન મોઢવાડિયાના ક્રેડિટ કાર્ડ અને કાર લોનના બે કેસનું સમાધાન કરાવી આપવાનું કહી રૂ.3.90 લાખ રોકડા લીધા હતા. જોકે, બેંકમાં તપાસ કરતાં આ રકમ જમા ન કરાવ્યાનું સામે આવ્યું હતું. બાદમાં યોગેશકુમારે નાણાં અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની કબૂલાત કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદીનો આક્ષેપ છે કે, સેટલમેન્ટ માટે ફરીથી બેંકમાં નાણાં ભરવા પડ્યા હોવા છતાં આરોપીએ મૂળ રકમ પરત આપી નથી. આ મામલે ફરિયાદીએ પોલીસ સમક્ષ અરજી કર્યા બાદ યોગેશકુમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. કનકનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત શહેરના સંત કબીર રોડ ઉપર મહારાણા પ્રતાપ હોલ પાસે કનકનગર શેરી નંબર 1 માં રહેતા 30 વર્ષના છત્રપાલસિંહ પ્રવિણસિંહ પરમાર 18 ઓક્ટોબરના રાત્રે 12 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોથી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અહીં ઇમરજન્સી વોર્ડમાં રહેલા તબીબે યુવાનને તપાસી તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું જેને લીધે પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જશરાજનગરમાં રસોઈ બનાવતા મહિલા દાઝી, સારવારમાં દમ તોડ્યો શહેરના ઉમિયા ચોક પાસે આવેલા જશરાજનગર શેરી નંબર - 4 માં રહેતા 52 વર્ષના તારાબેન ચંદુભાઈ ઝાલેરા ગત 12 ઓક્ટોબરના સવારે 11 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે રસોઈ બનાવતા હતા જે દરમિયાન કોઈ કારણોથી દાઝી ગયા હતા. જેથી તેમને મવડી પાસેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જે બાદ વધુ સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આજે 18 ઓક્ટોબરના મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ.
    Click here to Read More
    Previous Article
    મોડાસા લાયન્સ ક્લબે નવરાત્રી આયોજકોનું સન્માન કર્યું:આનંદપુરા કંપામાં મા અંબાના ચાચર ચોકમાં ગ્રામજનો અને યુવક મંડળના પ્રમુખ સન્માનિત
    Next Article
    Tiger Shroff Escapes Mumbai Assassination Bid, 3 Men Shot At Him, 1 Detained

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment