Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરની 11 વર્ષીય આરુષી દવેએ ભરતનાટ્યમમાં આરંગેત્રમ કર્યું:GBS બીમારીને માત આપી મેળવી અપ્રતિમ સિદ્ધિ

    17 hours ago

    જામનગરની પ્રતિભાશાળી બાળ નૃત્યાંગના કુમારી આરુષી જયદીપ દવેએ તા. 12 જૂન, 2026 ના રોજ ફક્ત 11 વર્ષની વયે ભરતનાટ્યમના આરંગેત્રમની સફળ રજૂઆત કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ ગૌરવશાળી અવસરે શહેરના અગ્રણી મહાનુભાવો અને કલાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળ નૃત્યાંગના આરુષીને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. આરુષીની આ સફર સહેલી નહોતી. તેણે GBS (ગિલાન-બેર સિન્ડ્રોમ) જેવી ગંભીર આરોગ્યલક્ષી બીમારી અને પડકારને પોતાના અડગ મનોબળ અને સતત મહેનત દ્વારા માત આપી છે. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહાનુભાવોએ આરુષીની આ અદભુત કલાસાધના, સમર્પણ અને અથાગ મહેનતને મુક્ત કંઠે બિરદાવી હતી. આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં જામનગરના પ્રથમ નાગરિક મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, દંડક પ્રવિણાબેન રૂપડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી તેમજ શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય આઇ.એન.એસ. વલસુરાના આચાર્ય વિજયસિંહ રાજપુરોહિત, મહિલા અને બાળ વિકાસ અધિકારી ડૉ. પૂજાબેન ડોડીયા તથા કલા ગુરુ હેમલબેન મહેતાએ પણ હાજર રહી દીકરીને પ્રોત્સાહિત કરી હતી. કલા ક્ષેત્રે નાની વયે મેળવેલી આ અસાધારણ સિદ્ધિ બદલ તા. 15 જૂન, 2026 ના રોજ યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલન જામનગર "12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" કાર્યક્રમમાં પણ આરુષી દવેને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી છે. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વ. ગુલાબભાઈ જયશંકર ભટ્ટ પરિવાર દ્વારા પ્રાપ્ત થયેલા સહયોગ, સ્નેહ અને પ્રોત્સાહન બદલ દવે પરિવારે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    પૂરક પરીક્ષાનો ચોથો દિવસ:સવાર અને બપોરના સત્રમાં વિવિધ વિષયોની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન
    Next Article
    Madhya Pradesh's Mega Drug Bust Under Cloud: 100 Named In 'Fake' Raid

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment