Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં ધોરણ-11ની વિદ્યાર્થિનીનું મોત:DN હાઈસ્કૂલની હોસ્ટેલમાંથી લટકતી મળી હતી, સગીરાના શંકાસ્પદ મોત મુદ્દે કોળી સમાજ દ્વારા ન્યાયની માગ સાથે આવેદનપત્ર

    10 hours ago

    શહેરની પ્રતિષ્ઠિત ડી.એન. હાઈસ્કૂલના કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ-11માં અભ્યાસ કરતી સગીરા ધરતીબેન ગોહીલના શંકાસ્પદ મોતને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ 'હત્યા' ગણાવી આજે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આણંદ અને ખંભાત ખાતે વિશાળ રેલી યોજી ન્યાયની માગ કરવામાં આવી હતી. તારાપુરના ફતેપુરાની વતની અને ડી.એન. હોસ્ટેલમાં રહીને ધોરણ-11માં અભ્યાસ કરતી ધરતી ગોહીલનો મૃતદેહ ગત 2 માર્ચે હોસ્ટેલના રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યા ગણાવવામાં આવી હતી, પરંતુ મૃતદેહની સ્થિતિ અને હોસ્ટેલ પ્રશાસનની ભૂમિકાને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. કોળી સમાજનો પ્રચંડ વિરોધ અને રેલી આજે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિય કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ વિજય બારૈયા અને રાજુ સોલંકીની આગેવાનીમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. "દીકરીને ન્યાય આપો"ના પ્લેકાર્ડ્સ સાથે સમાજના યુવાનો અને અગ્રણીઓએ આણંદ કલેક્ટર કચેરી અને ખંભાત પ્રાંત કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ કેસની નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી હતી. તપાસ પર ઉઠેલા ગંભીર સવાલો સમાજના અગ્રણીઓએ આવેદનપત્રમાં મુખ્ય ત્રણ મુદ્દા પર શંકા વ્યક્ત કરી છે: કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી કોળી સમાજે માગ કરી છે કે, આ સમગ્ર પ્રકરણની તપાસ કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સી દ્વારા કરવામાં આવે. જો આગામી દિવસોમાં કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાંતલપુરના બામરોલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો:ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં શખ્સ પાસેથી SOGએ 33 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    રાજકોટની નામાંકિત હોટેલ - રેસ્ટોરન્ટમાં પુરવઠાનું ચેકીંગ:યુધ્ધના પગલે અછત વચ્ચે કાળાબજારી રોકવા 2 દિવસમાં 50 થી વધુ સ્થળોએ તપાસ, માત્ર એક જગ્યાએથી ઘરેલું ગેસનો સિલિન્ડર જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment