Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના દારૂ અને જુગારધામ પર દરોડા:દૂધના કેનમાંથી દેશી દારૂ ઝડપાયો, ત્રણેય ગુનામાં 11 આરોપીઓની અટકાયત; 8.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    12 घंटे पहले

    જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો સામે કડક ઝુંબેશ ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂ અને જુગારના ત્રણ અલગ-અલગ દરોડા પાડીને મોટી સફળતા મેળવી છે. વિદેશી દારૂની હેરાફેરી, જુગારનો અખાડો અને દેશી દારૂનો વેપાર કરનારા કુલ 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ ત્રણેય દરોડા દરમિયાન કુલ ₹8,57,402નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની આ સતર્કતા અને કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બોલેરો કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો પ્રથમ બનાવમાં, મધ્યપ્રદેશ તરફથી આવી રહેલી એક બોલેરો કારમાં બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ક્રિષ્ના પાન એન્ડ રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે કારની ઊંડાણપૂર્વક તપાસ કરતાં વાહનના બોનેટ, દરવાજા, સાઈડના પડીયા અને પાછળના બમ્પરમાં ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનાઓમાંથી ₹55,872ની કિંમતના વિદેશી દારૂના 384 નંગ ચપટા મળી આવ્યા હતા. પોલીસે દારૂ, મોટરસાયકલ અને બોલેરો કાર મળી કુલ ₹5,95,872નો મુદ્દામાલ જપ્ત કરી મુબારક હોથી અને ગૌતમ વડીયાતરની અટકાયત કરી હતી, જ્યારે દારૂ મોકલનાર સપ્લાયર જીતેન્દ્ર સિંગાડને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. મધુરમ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો બીજી કાર્યવાહીમાં, મધુરમ વિસ્તારમાં મેક્સ પાણીના કારખાના પાછળ આવેલ મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં કિશોર પાલા નામના શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડવામાં આવતો હતો. સ્થળ પરથી પોલીસે જુગાર રમતા શશીકાંત રાણીંગા, સુભાષ મુળીયાસીયા, જયદીપ હુંબલ, આશિષ કંટારીયા, અજય મકવાણા અને અનિલ નાગપુરાને રોકડા ₹71,030, નાલના ₹1500 અને 5 મોબાઈલ ફોન મળીને કુલ ₹1,22,530ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દૂધના કેનમાં દેશી દારૂની હેરાફેરી પકડાઈ ત્રીજા દરોડામાં, જેતપુર રોડ પર દૂધના કેનમાં દેશી દારૂ ભરીને જતા ગગુદાન વિરાણી અને ભરત વિરાણીને બે મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પંચેશ્વર મંદિર પાછળ આવેલ વોકળામાંથી પણ અંધારામાં દેશી દારૂનો જથ્થો ઉતારતી વખતે પોલીસે સફળ દરોડો પાડ્યો હતો. આ બંને બનાવોમાં પોલીસે કુલ 335 લીટર દેશી દારૂ (કિંમત ₹67,000) તથા વાહનો મળીને કુલ ₹1,39,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Real Madrid Complete Club-Record Signing Of Ivory Coast Star Yan Diomande
    Next Article
    પ્રૌઢનું લાંબી સારવાર દરમિયાન મોત:હોટલ સંચાલકે માર મારી કર્મચારીને રોડની સાઈડમાં ફેંકી દીધાનો થયો હતો આક્ષેપ, ફોરેન્સિક પીએમ આધારે તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment