Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતના ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડશે:મસ્કે કહ્યું- 11 હજાર ગામમાં 4G નથી; સ્ટારલિંકે ભારતમાં ફરી અરજી કરી

    9 hours ago

    ઇલોન મસ્કે ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા 'સ્ટારલિંક' માટે જોરદાર હિમાયત કરી છે. તેમણે કહ્યું છે કે સ્ટારલિંક દ્વારા ભારતના તે દૂરના અને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે, જ્યાં હજુ પણ કનેક્ટિવિટીની મોટી સમસ્યા છે. ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલા ટ્વિટર) પર 'DogeDesigner'ની એક પોસ્ટને રીશેર કરતા આ વાત કહી. તેમણે લખ્યું, "સ્ટારલિંક ભારતમાં સૌથી ઓછી સુવિધા મેળવતા લોકો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને મદદ કરશે." ભારતમાં 11 હજારથી વધુ ગામોમાં 4G નેટવર્ક નથી DogeDesignerની પોસ્ટ મુજબ, મે મહિના સુધી ભારતના 11,000થી વધુ લિસ્ટેડ ગામોમાં 4G નેટવર્કની પહોંચ નહોતી. આંકડાઓ અનુસાર, માર્ચ 2026 સુધી ભારતમાં કુલ 1.093 અબજ (109.3 કરોડ) ઇન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન હતા. તેમાંથી ગ્રામીણ વિસ્તારોમાં 44.87 કરોડ (440.87 મિલિયન) સબ્સ્ક્રાઇબર્સ હતા. શહેરી અને ગ્રામીણ ઇન્ટરનેટ ડેન્સિટીમાં મોટો તફાવત દેશમાં શહેરી અને ગ્રામીણ ઇન્ટરનેટ ડેન્સિટીમાં મોટો તફાવત જોવા મળે છે. આંકડાઓ મુજબ… ગ્રામીણ ઇન્ટરનેટ ડેન્સિટી: દર 100 લોકોએ માત્ર 48.31 કનેક્શન છે. શહેરી ઇન્ટરનેટ ડેન્સિટી: દર 100 લોકોએ 126.80 કનેક્શન ઉપલબ્ધ છે. ભારતનેટનું કામ ચાલુ, પરંતુ પોઈન્ટ્સ ઓફ પ્રેઝન્સ ઓછા સરકારી યોજના ભારતનેટ હેઠળ દેશભરમાં 8.5 લાખ રૂટ-કિલોમીટરથી વધુ ફાઇબર બિછાવવામાં આવ્યું છે. આના દ્વારા લગભગ 2,21,000 ગ્રામ પંચાયતો (GPs) ને સર્વિસ-રેડી બનાવવામાં આવી છે. જોકે, જૂન 2026 સુધીમાં માત્ર 80,472 ગ્રામ પંચાયતોમાં જ 'પોઈન્ટ્સ ઓફ પ્રેઝન્સ' (PoP) કાર્યરત થઈ શક્યા હતા. મુશ્કેલ વિસ્તારોમાં સ્ટારલિંક કેવી રીતે કામ કરશે? મસ્કની પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્ટારલિંક એવી જગ્યાઓ પર કનેક્ટિવિટી આપી શકે છે જ્યાં મુશ્કેલ પહાડી વિસ્તારો, ઓછો કોમર્શિયલ ફાયદો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અવરોધરૂપ બને છે. આ ટેકનોલોજી… દૂરના ગામડાઓ, પહાડી વિસ્તારો, ટાપુઓ અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં કનેક્ટિવિટી આપી શકે છે. ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ કનેક્ટિવિટી દ્વારા મોબાઇલ ફોનને પરંપરાગત ટાવર કવરેજ વિના પણ નેટવર્ક સાથે જોડી રાખી શકે છે. આ જ કારણોસર માગ કરવામાં આવી છે કે ભારત સરકારે બાકી રહેલી મંજૂરીઓ પૂર્ણ કરીને સ્પેક્ટ્રમ ફાળવવું જોઈએ અને વહેલી તકે સ્ટારલિંકના કોમર્શિયલ લોન્ચનો માર્ગ મોકળો કરવો જોઈએ. સરકાર સાથે વાતચીત ચાલુ, મંજૂરી અટકવાના અહેવાલોનું ખંડન સ્ટારલિંક ભારતમાં તેની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે સરકાર સેટેલાઇટ સ્પેક્ટ્રમ ફાળવણી અને સેવાઓ માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. તાજેતરમાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે સુરક્ષા અને ભૌગોલિક રાજકીય ચિંતાઓને કારણે (જેમ કે ઈરાન સંઘર્ષ દરમિયાન સ્ટારલિંક ટર્મિનલનો ઉપયોગ) મંજૂરીની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. સુરક્ષા એજન્સીઓને ડર હતો કે ભૌગોલિક રાજકીય તણાવના સમયે કોઈ અમેરિકન ઓપરેટરને નિયંત્રિત કરવું મુશ્કેલ બનશે. સ્ટારલિંક વીપીએ કહ્યું- ભારત સરકાર સાથે ફળદાયી ચર્ચા ચાલુ સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયરે આ દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કંપની ભારત સરકાર સાથે સતત અને સકારાત્મક વાતચીત કરી રહી છે. ડ્રેયરે કહ્યું, "અનામી સૂત્રો દ્વારા આવી રહેલા ભ્રામક સમાચારોથી વિપરીત, સ્ટારલિંક ભારત સરકાર સાથે સક્રિય અને ફળદાયી વાતચીત કરી રહ્યું છે." શું હોય છે સેટેલાઇટ ઇન્ટરનેટ અને તે ટાવરથી અલગ કેવી રીતે છે?
    Click here to Read More
    Previous Article
    તેંડુલકરની બરાબરી પર પહોંચ્યા રૂટ, 68મી ટેસ્ટ ફિફ્ટી ફટકારી:પાકિસ્તાન સામે રેકોર્ડ બનાવ્યો, ઇંગ્લેન્ડે લીડ્સ ટેસ્ટમાં 195 રનની લીડ લીધી
    Next Article
    ઇમરાન ખાનને હોસ્પિટલમાંથી ફરી જેલમાં મોકલાયા:ડોક્ટરોએ કહ્યું- પૂર્વ PMને જેલમાં રાખવા જ સુરક્ષિત; મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment