Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ:નામ દાખલ કરવા 11 ઓક્ટોબરથી 4 દિવસ BLO બૂથ પર હાજર રહેશે, હેલ્પલાઇન 1950 શરૂ

    10 hours ago

    ભારતીય ચૂંટણી પંચ દ્વારા સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે માહિતી આપવા સુરત જિલ્લા કલેકટર અને ચુંટણી અધિકારી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે, બાકી રહી ગયેલા, નામ કમી થઈ ગયેલા તેમજ 18 વર્ષ પૂર્ણ કરનારા નવા યુવા મતદારોના નામ નોંધવા માટે સુરતમાં 4 દિવસની એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. નાગરિકો આ ઝુંબેશના દિવસોમાં મતદાન મથકે જઈને ફોર્મ નંબર 6 ભરીને મતદારયાદીમાં પોતાનું નામ સરળતાથી નોંધાવી શકશે. આ 4 દિવસોમાં BLO મતદાન મથકે હાજર રહેશે જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા. 11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 25 ઓક્ટોબર તથા 1 નવેમ્બર 2026 એમ કુલ ચાર દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આ ચારેય દિવસો દરમિયાન બૂથ લેવલ અધિકારીઓ સવારે 10:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર રૂબરૂ હાજર રહેશે. જેથી કોઈ પણ નાગરિક પોતાના જરૂરી આધાર-પુરાવાઓ સાથે મતદાન મથકે જઈને નામ દાખલ કરવા કે જરૂરી સુધારા કરાવવા માટે પોતાના હક્ક-દાવાઓ રજૂ કરી શકે છે. સુરત જિલ્લામાં 36.66 લાખથી વધુ નોંધાયેલા મતદારો સુરત જિલ્લાની વર્તમાન ચૂંટણીલક્ષી આંકડાકીય માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લાની કુલ 16 વિધાનસભા બેઠકો પર હાલ 36,66,896 નોંધાયેલા મતદારો છે. સમગ્ર જિલ્લામાં હાલમાં 5113 મતદાન મથકો કાર્યરત છે અને તેની સામે 5113 બીએલઓની નિમણૂક પણ કરવામાં આવી છે. હજુ પણ અનેક નાગરિકોના નામ કોઈ કારણસર કમી થઈ ગયા હોય અથવા તેઓ પ્રથમ વખત મતદાર બનવા પાત્ર થયા હોય, તેવા તમામ લોકોને આવરી લેવા ચૂંટણી પંચ દ્વારા આ ખાસ અભિયાનનું આયોજન કરાયું છે. નવા નામ માટે ફોર્મ 6 ભરો, હેલ્પલાઇન નંબર 1950 શરૂ જે નાગરિકોએ 18 વર્ષ પૂર્ણ કર્યા છે અથવા જેમના નામ ભૂલથી કમી થઈ ગયા છે તેઓએ મતદાન મથકે જઈને ફોર્મ નં. 6 ભરવાનું રહેશે. ચૂંટણી પંચની આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા વહીવટી તંત્ર સજ્જ છે. મતદાર યાદીને લગતી કોઈપણ પૂછપરછ, મૂંઝવણ કે માર્ગદર્શન માટે નાગરિકો જિલ્લા ચૂંટણી શાખાના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1950 પર પણ સંપર્ક કરી શકે છે. નાગરિકોને આ સુધારણા ઝુંબેશનો મહત્તમ લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    घर से मक्खियों और कीड़ों को कैसे भगाएं? कीड़े-मकोड़ों को दूर रखने के 3 आसान उपाय
    Next Article
    ભુજમાં વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી:અધિકારીઓ સાથે વાત કરી વહીવટ સમજ્યો, સ્વચ્છતા માટે આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment