Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવાલ ધરાશાયી થતા 11 વર્ષના બાળકનું મોત:માધવગઢમાં ક્રિકેટ રમતા માસૂમ પર શાળાની દીવાલ તૂટી પડી, તંત્રની બેદરકારી સામે સવાલો

    1 week ago

    ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામે આજે એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત દીવાલ પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 11 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલા માસૂમ બાળક પર દીવાલ કાળ બનીને ત્રાટકતા સમગ્ર પંથકમાં શોકની લાગણી જન્મી છે, સાથે જ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? માધવગઢમાં રહેતા સૂર્યસિંહ રાઠોડનો પુત્ર રઘુનંદન (ઉં.વ. 11), જે તે જ શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતો હતો, તે બપોરના સમયે તેના ત્રણ-ચાર મિત્રો સાથે જૂની અને જર્જરિત પ્રાથમિક શાળાના પટાંગણમાં ક્રિકેટ રમવા ગયો હતો. રમત દરમિયાન અચાનક શાળાની એક દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી. જેમાં રઘુનંદન કાટમાળ નીચે દબાઈ ગયો હતો, જ્યારે અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો. ગ્રામજનોએ કાટમાળ ખસેડી બાળકને બહાર કાઢ્યો દીવાલ પડવાનો અવાજ સાંભળીને દોડી આવેલા ગ્રામજનોએ તાત્કાલિક કાટમાળ ખસેડી રઘુનંદનને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્રની બેદરકારી સામે સવાલો આ દુર્ઘટનાએ સરકારી તંત્રની ઢીલી નીતિને ખુલ્લી પાડી દીધી છે. શાળાનું બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું. તંત્રએ બિલ્ડિંગ તોડી પાડવાની મંજૂરી આપી દીધી હતી અને અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ હતી. તેમ છતાં, ભયજનક બિલ્ડિંગને સમયસર તોડી પાડવામાં કે તેની આસપાસ રક્ષણાત્મક ફેન્સિંગ કરવામાં ન આવતા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોના ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં ધાંધિયા:માર્કેટ યાર્ડમાં ગુણવત્તાના નામે ખેડૂતો સાથે પક્ષપાતનો આક્ષેપ, ‘નબળો માલ લેવાય છે ને સારો રિજેક્ટ થાય છે’
    Next Article
    Gujarat local body elections | છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર તેજ | Chhota Udepur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment