Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વના બીજા નંબરના વજનદાર 11 ટનના સુખડના 'જરી મુબારક' તાજિયા:ખંભાતના દરબાર ગઢમાં 333 વર્ષ પહેલાં 1793માં સ્થાપના કરાઈ, ઉઘાડા પગે ખભે ઊંચકવાની પરંપરા, દર્શાનાર્થીઓની ભીડ

    20 hours ago

    ખંભાતમાં મહોરમ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સુંદર તથા કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા છે. ખંભાતના દરબારગઢમાં 333 વર્ષ પહેલાં ઈ.સ. 1793માં નિર્માણ પામેલા સુખડના બેનમૂન તાજિયા હાલ દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે, જેને જોવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. ખંભાતનું વિલીનીકરણ થયું તે પહેલાં શિયા પંથના મોગલ રાજકર્તા નવાબો મહોરમની ધાર્મિક રીતે મોટા ખર્ચે અને પરંપરાગત પદ્ધતિથી ઉજવણી કરતા હતા. આજે પણ તે પરંપરા અકબંધ છે. ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે પ્રાચીન નવાબી નગરી ખંભાતમાં નીકળનારા જુલૂસમાં ઈ.સ. 1793ના સુખડના ઐતિહાસિક તાજિયા તેમજ તે સમયના પ્રતીકો આકર્ષણનું કેન્દ્ર બનશે. દરિયાકાંઠે જુમ્મા મસ્જિદની બાજુમાંથી નીકળશે દરબારગઢમાં સ્થાપિત આ તાજિયા મહોરમના 10મા ચાંદે દરિયાકાંઠે જુમ્મા મસ્જિદની બાજુમાંથી નીકળશે. આ જુલૂસ ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર અને લાલ દરવાજા થઈને લાલબાગ આગળ આવેલા નારેશ્વર તળાવ પહોંચશે, જ્યાં તાજિયા ઠંડા કરવામાં આવશે. 'જરી મુબારક'ને ઉઘાડા પગે ખભા પર ઊંચકવાની પરંપરા સુખડના આ બેનમૂન ઐતિહાસિક તાજિયા "જરી મુબારક" તરીકે ઓળખાય છે, જેનું વજન આશરે 11 ટન (550 મણ) જેટલું છે. વિશ્વના બીજા નંબરના સૌથી વજનદાર ગણાતા ખંભાતના આ તાજિયાને મુસ્લિમ બિરાદરો ઉઘાડા પગે પોતાના ખભા પર ઊંચકીને દરબારગઢથી નારેશ્વર તળાવ સુધી પહોંચાડે છે. બિહારના શેખપુરામાં વિશ્વના સૌથી વજનદાર તાજિયા વિશ્વના સૌથી પહેલા અને સૌથી વજનદાર તાજિયા ભારતમાં જ છે. બિહાર રાજ્યના સિવાન જિલ્લામાં આવેલા હસનપુરા તાલુકાના શેખપુરા ગામના તાજિયા સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે.આ ઐતિહાસિક તાજિયાનું વજન અંદાજિત 25 ટનથી પણ વધુ હોવાનું માનવામાં આવે છે, જે તેને વિશ્વના સૌથી વજનદાર તાજિયાનું સ્થાન અપાવે છે. 19મી સદીની શરૂઆતમાં (અંદાજે ઇ.સ. 1820 આસપાસ) બનાવાયા હતા. લોખંડ અને લાકડાના મજબૂત માળખા પર પરંપરાગત કલા કારીગરી સાથે તૈયાર કરવામાં આવે છે. અતિભારે વજન હોવા છતાં, મોહરમ દરમિયાન સેંકડો મુસ્લિમ અને અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ એકસાથે મળીને આ વિશાળ તાજિયાને પોતાના ખભા પર ઉઠાવે છે.
    Click here to Read More
    Previous Article
    ‘Watch me’: Pinkie Roshan, 71, returns stronger after injury
    Next Article
    સ્મશાનમાં યોજાયેલો ભૂતાવળ ડાયરો અધવચ્ચે જ બંધ:​જૂનાગઢમાં ભારે ટ્રાફિક જામને પગલે અફરાતફરી, પોલીસે લોકોને ભવનાથ જતા પણ અટકાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment