Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નગરપાલિકામાં 'આપ'ની એન્ટ્રી:11 વોર્ડમાં 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જિલ્લા મહામંત્રીની વોર્ડ-8માંથી ઉમેદવારી

    18 hours ago

    ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ પ્રવેશ કર્યો છે. પાર્ટીએ તમામ 11 વોર્ડમાં કુલ 32 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. ગોધરા નગરપાલિકામાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળતો હતો, પરંતુ આ વખતે AAPની મજબૂત એન્ટ્રીથી સ્પર્ધા વધુ રસપ્રદ બની છે. આમ આદમી પાર્ટીએ ગોધરાના તમામ 11 વોર્ડમાં પોતાના ઉમેદવારો નોંધાવ્યા છે. કુલ 32 કાર્યકરોએ ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પક્ષના જિલ્લા મહામંત્રી આસિફ હાજી બક્કરે વોર્ડ નંબર 8 માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પાર્ટીની રણનીતિ વિશે માહિતી આપી હતી. આસિફ હાજી બક્કરે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગોધરાના તમામ વિસ્તારોને આવરી લેતા 32 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. દરેક વોર્ડમાં જરૂરિયાત મુજબ 1 થી લઈને 4 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:ભાજપ-કોંગ્રેસે પાટણ જિલ્લા પંચાયતની તમામ 32 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા, જુઓ લિસ્ટ
    Next Article
    પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણીમાંત્રિપાંખિયો જંગ:ભાજપ, કોંગ્રેસ અને AAP ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શક્તિ પ્રદર્શન; 13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment