Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી ન્યૂઝીલેન્ડ સામેની પ્લેઇંગ-11માં સિલેક્ટ:ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી; પાકિસ્તાન પછી 300 T20 મેચ રમનારી બીજી ટીમ બનશે ઈન્ડિયા

    18 hours ago

    15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં તક મળી છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ દરમિયાન આ માહિતી આપી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝની બીજી મેચ આજે ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં સિલેક્ટ કરવામાં આવ્યો છે. સાથે જ મયંક યાદવની જગ્યાએ પ્રિન્સ યાદવને તક મળી છે. અય્યરે ટૉસ વખતે કહ્યું કે વૈભવ નંબર-3 પર બેટિંગ કરશે. ઈન્ડિયન ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામેની સિરીઝની પહેલી T20 મેચ 4 વિકેટથી જીતીને 1-0થી લીડ મેળવી લીધી છે. હવે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ સરસાઈને બમણી કરવાના ઇરાદાથી મેદાન પર ઉતરશે, જ્યારે યજમાન ટીમ સિરીઝમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ ન્યૂઝીલેન્ડ (NZ): ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, મેટ હેનરી, જેકબ ડફી અને લોકી ફર્ગ્યુસન.
    Click here to Read More
    Previous Article
    What Is WhatsApp Chat Lock and How Does It Work?
    Next Article
    મુંબઈમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો શંકાસ્પદ ઝડપાયો:ફોનમાં મસૂદ અઝહરની ઑડિયો ક્લિપ મળી; આરોપી બિહારનો રહેવાસી, રેપિડો ડ્રાઇવર હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment