Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી:11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વરસાદના કારણે ગરમીમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો

    10 hours ago

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ મેઘમહેર જોવા મળી છે. જોકે આજે(3 જૂન) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. આ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજમાં 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્ય પર સર્જાયેલા બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ગરમીમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદ અને વાવાઝોડાની ભારે આગાહી કરી છે. જોકે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય ખેડા, આણંદ, વડોદરા, સુરત અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 6 જૂનથી વરસાદનું જોર ઘટશે આવતીકાલે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારનો વરસાદી માહોલ અને વાવાઝોડાની અસર યથાવત રહેશે. જો કે, આગામી 6 જૂનથી વરસાદનું જોર ઘટશે અને માત્ર પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગરમાં જ છૂટાછવાયો વરસાદ જોવા મળશે, જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું થઈ જશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદની વાત કરીએ તો, આગામી 24 કલાક દરમિયાન શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદના એક કે બે રાઉન્ડ આવી શકે છે. ગઇકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી ઓછું છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી નાગરિકોને ગરમીથી મોટી રાહત મળશે. આજે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પર સર્જાયેલી ત્રણ સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ પણ પ્રતિ કલાક 50 થી 60 કિમીની ઝડપ રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વરસાદી વાતાવરણના કારણે ગરમીમાં રાહત રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી એક બે દિવસમાં હજી પણ વધુ ઘટાડો થવાની શક્યતા છે. અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા પણ ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે. આવતીકાલે ચોમાસુ કેરળ પહોંચી શકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે ( 6 જૂન) કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે.
    Click here to Read More
    Previous Article
    13 થી 16 વર્ષની ઉંમર વચ્ચે 600-700 પુરુષોએ રેપ કર્યો:બ્રિટન સંસદમાં ગ્રૂમિંગ ગેંગના પીડિતોની આપવીતી; મોટાભાગના આરોપીઓ પાકિસ્તાની મૂળના
    Next Article
    ખોડલધામ દશાબ્દી મહોત્સવનો આમંત્રણ રથ પાટણ પહોંચ્યો:શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ દરમિયાન ભક્તોએ માતાજીનું સ્વાગત કરી સમૂહ આરતી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment