Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવે માત્ર 11 બોલમાં ફિફ્ટી ફટકારી:29 બોલમાં 94 રન ફટકારીને આઉટ, લિસ્ટ-A ક્રિકેટની સૌથી ઝડપી ફિફ્ટી બનાવી; IND-Aનો સ્કોર 165/2

    13 hours ago

    ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની ફાઈનલ દાંબુલાના રંગીરી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 17 ઓવરમાં 165/2 છે. ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્મા ક્રિઝ પર છે. પ્રિયાંશ આર્ય 39 રન બનાવીને આઉટ થયો. વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 94 રન બનાવીને આઉટ થયો. તેની આ વિસ્ફોટક ઇનિંગમાં 10 ચોગ્ગા નઅને 8 છગ્ગા સામેલ હતા. તેની સ્ટ્રાઈક રેટ 324.14ની રહી હતી. વૈભવે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી વૈભવ સૂર્યવંશીએ માત્ર 11 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. આ લિસ્ટ-A ક્રિકેટની સૌથી ફાસ્ટ ફિફ્ટી છે. વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે છે, જેમણે 2015માં વેસ્ટઇન્ડીઝ સામે 16 બોલમાં આ કારનામું કર્યું હતું. જોકે, ઈન્ડિયા-Aના મેચ ઇન્ટરનેશનલ દરજ્જો ધરાવતા નથી, તેથી સૂર્યવંશીની આ ઇનિંગ્સ ઇન્ટરનેશનલ રેકોર્ડમાં સામેલ થશે નહીં. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, વિપરાજ નિગમ, અશોક શર્મા અને યશ ઠાકુર. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનીડુ ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા, સહન અરાચિગે (કેપ્ટન), રવિન્દુ ફર્નાન્ડો, વનુજા સહન, મોહમ્મદ શિરાઝ, વિજયકાંત વિયાસકાંથ, દુલાજ સમુદિથા અને કુગાથાસ મથુલન.
    Click here to Read More
    Previous Article
    Cockroach Janta Party Delhi Protest DAY 2: Jantar Mantar पर Abhijeet Dipke, 'कॉकरोच' का हल्लाबोल
    Next Article
    રાજ્યના 211 પરીક્ષા કેન્દ્રો પર Re-NEETની એક્ઝામ:વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું શરૂ, પરીક્ષા સેન્ટરો પાસે લોખંડી બંદોબસ્ત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment