Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 વર્ષની સગીરાને ઘરે એકલી જોઈ પાડોશી સગીરે આચર્યું દુષ્કર્મ:નાની બહેને મેગી ખાવા બોલાવવા જતાં પાપ છતું થયું, તાલુકા પોલીસે પોક્સો હેઠળ આરોપીને દબોચ્યો

    1 day ago

    રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે પાડોશમાં રહેતા 17 વર્ષીય સગીરે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા આરોપી વિરુધ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સગીર આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પડોશમાં રમવા ગયેલી નાની બેન મોટી બેનને મેગી ખાવા માટે બોલાવવા જતા આરોપીને કઢંગી હાલતમાં જોઈ ગભરાઈ જતા તુરંત પાડોશીને જાણ કરતા પરિવારને બનાવની જાણ થઇ હતી. કપડાં ફાડી નાખી નિર્વસ્ત્ર કરી સાથે દુષ્કર્મ આચર્યું રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ભોગબનનાર સગીરાની માતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમમાં પતિ મજૂરી કામ કરે છે અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. દીકરો શાકભાજીની લારી ચલાવે છે. ગત 5 જુલાઈ 2026ના રોજ સાંજના 7થી 7:30 વાગ્યા દરમિયાન બન્ને સગીર વયની દીકરી ઘરે એકલી હતી અને આ સમયે નાની દીકરી પડોશમાં રમવા માટે ગઈ હતી અને આ સેમ મોટી દીકરી ઘરે એકલી હતી. મોટી દીકરી ઘરે એકલી હોવાની જાણ થતા નજીકમાં જ રહેતો 17 વર્ષીય સગીર ઘરે પહોંચ્યો હતો અને ભોગબનનાર બાળકીને અવાજ કરીશ તો મારી નાખીશ કહી તેના કપડાં ફાડી નાખી નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને નિર્વસ્ત્ર હાલતમાં જોઈ જતા નાની બેન ગભરાઈ ગઈ આ પછી થોડીવારમાં નાની દીકરી જે ઘરે રમવા ગઈ હતી ત્યાં પાડોશીએ મેગી બનાવી હોવાથી તેને મોટી બેનને પણ મેગી ખાવા માટે બોલાવવા જવાનું કહેતા નાની બહેન ઘરે પહોંચતા તેને આરોપીને નિર્વસ્ત્ર હાલતમાં જોઈ જતા ગભરાઈને પરત આવી પાડોશી મહિલાને જાણ કરતા તુરંત પાડોશી મહિલા સગીરાના ઘરે પહોંચ્યા પરંતુ આ સમયે આરોપી સગીર કપડાં પહેરી ઘરમાંથી બહાર નીકળી ગયો હતો અને થોડી વારમાં ભોગ બનનાર સગીરાનો ભાઈ પણ ઘરે સાંજના સમયે ધૂપ દિવા કરવા માટે આવતા બેનને રડતી જોઈ માતાને જાણ કરી હતી. આરોપી સગીરને સકંજામાં લઇ તેની ધરપકડ કરી માતાએ ઘરે આવી દીકરીને પૂછતાં ડરી ગયેલી હાલતમાં રડતા રડતા ભોગબનનાર દીકરીએ માતાને આપવીતી જણાવતા માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવો આઘાત લાગ્યો હતો અને તુરંત તેમના પતિને પણ બનાવ અંગે જાણ કરી તાલુકા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. સમગ્ર મામલે ભોગબનનારની માતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સગીરને સકંજામાં લઇ તેની ધરપકડ કરી મંગળવારના રોજ જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં આરોપી સગીર પણ પડોશમાં જ રહેતો હોવાનું અને પોતે પણ શાકભાજીની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આજે 5 જિલ્લામાં રેડ અને 3માં ઓરેન્જ એલર્ટ:રાજ્ય પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય, કચ્છના 6 સહિત રાજ્યના 8 તાલુકા હજી પણ કોરાધાકોડ
    Next Article
    ‘No child has been missed, right?’: Polio campaign in Ghaziabad after virus found in sewage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment