Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં બોર્ડની પૂરક પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ:11 જૂન, 2026 થી 5592 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

    1 week ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત પૂરક પરીક્ષા માટે પંચમહાલ જિલ્લામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પરીક્ષા 11 જૂન, 2026 થી શરૂ થશે, જેમાં કુલ 5,592 વિદ્યાર્થીઓ ભાગ લેશે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના સુચારુ સંચાલન માટે ગોધરામાં 22 બિલ્ડિંગ અને 201 બ્લોક નિયત કરવામાં આવ્યા છે. પરીક્ષા ચોરીમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ કેન્દ્રો પર પૂરતો સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા ખાસ અપીલ કરવામાં આવી છે. ટ્રાફિક કે પાણી ભરાવાની સમસ્યાથી બચવા વહેલા નીકળવાની સલાહ અપાઈ છે. વધુમાં, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ પણ મૂંઝવણ કે સમસ્યા હોય તો તેના ત્વરિત નિવારણ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર સંપર્ક કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ડૉ. જય ધ્રુવના સંશોધનને કેનેડા સરકારની માન્યતા:ડિજિટલ નોલેજ રિવોલ્યુશન કૃતિનું CIPOમાં કોપીરાઈટ રજીસ્ટ્રેશન; શિક્ષણને વધુ અસરકારક, સુલભ અને ભવિષ્યલક્ષી બનાવવાનું માર્ગદર્શન
    Next Article
    Valsad News | વલસાડમાં લવ જેહાદ મુદ્દે જૈન સમાજ અને VHP મેદાને | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment