Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીટી બસ સેવાને ત્રણ મહિનાનું એક્સટેન્શન, 11 વાગ્યાથી ફરી દોડશે:સવારે વિનાયક લોજિસ્ટિકની 160 બસ બંધ કરાઈ હતી, બાદમાં એક્સટેન્શન અપાયું

    1 day ago

    વડોદરા શહેરમાં આજે(1 જુલાઈ)થી સવારે વિનાયક લોજિસ્ટિકે સિટી બસ સેવા બંધ કરી હતી, બાદમાં એક્સ્ટેન્શન મળતા 160 બસની સેવા 11 વાગ્યાથી ફરી શરૂ થઈ ગઈ છે. હવે નવી શરૂ કરાયેલી 30 બસ સાથે 160 બસ પણ ચાલશે. સિટી બસના પૈડા થંભી જતા લોકોને અવરજવર માટે હાલાકી પડશે. ઉલ્લેખનીય છે કે, આજે 1 જુલાઈના વહેલી સવારે અચાનક વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા 160 સિટી બસોની સેવા બંધ કરી દેવામાં આવતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. જોકે, આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવતા તંત્ર દ્વારા 10.30 વાગ્યે બસ સેવાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ રાહતના નિર્ણય બાદ, સવારે ખોરવાયેલી સિટી બસ સેવા 11 વાગ્યાથી ફરી પૂર્વવત કરી દેવામાં આવી છે, જેથી દૈનિક મુસાફરી કરતા નાગરિકોને મોટી રાહત મળશે. ‘તમામ રૂટો પર તમામ સિટી બસ સેવા ચાલુ’ નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, હવે ટૂંક જ સમયમાં સિટી બસ સેવા ચાલુ થઈ જાય છે. અમને ૩ મહિનાનું એક્સટેન્શન મળી ગયું છે એટલે હવે અમે અત્યારે ટ્રાય ચાલુ કરી દીધું છે. હવે આજે 11 વાગ્યા સુધીમાં સિટી બસ સેવા ચાલુ થઈ જશે. અત્યારે જે રૂટ ચાલુ હતા એ જ તમામ રૂટો પર તમામ સિટી બસ સેવા ચાલુ થશે. ઉલ્લેખનીય છે કે, 25 લાખની વસ્તીમાં માત્ર 30 બસ કાર્યરત રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને નોકરી-ધંધા પર જતા અને અભ્યાસ માટે સ્કૂલ-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી હતી. અમારી પાસે 30 જૂન સુધીનો વર્ક ઓર્ડર હતો: મેનેજર વિનાયક સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે આજથી સિટી બસ સેવા બંધ કરવામાં આવે . અમારી પાસે વર્ક ઓર્ડર જે હતો તે 30 જૂન સુધીનો હતો, પછી કોઈ અમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. એટલે અમે આજે સિટી બસ ચલાવી શકીએ એમ નથી. એટલે મીડિયા દ્વારા જાહેર જનતાને અમે જાણ કરીએ છીએ. અને જનતાએ અમને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો હતો, બહોળો પ્રેમ આપ્યો હતો, એ બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર. 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી વડોદરા ખાતે આયોજિત ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ દરમિયાન સોમવારે(29 જૂન) જીએસએફસી ગેટ નંબર-1 ખાતેથી 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ક્લીન સિટી-ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ ઈ બસ સેવા હેઠળ આ પર્યાવરણલક્ષી પરિવહન ક્રાંતિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉની 100 બસોના બદલે હવે કુલ 250 એસી ઈલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે. આ યોજનાના પ્રથમ ચરણમાં કુલ 130 બસો ફાળવવામાં આવશે, જેના ભાગરૂપે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ છે ઈ બસ આ ઈલેક્ટ્રિક બસો ઝીરો એમિશન ટેકનોલોજીથી સજ્જ હોવાથી શહેરના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે અને નાગરિકોને શુદ્ધ હવામાં મુસાફરીનો લાભ મળશે. આ તમામ બસો સંપૂર્ણ એર-કન્ડિશન્ડ અને અવાજરહિત હોવાથી મુસાફરી વધુ સુખદ અને આરામદાયક બનશે. મુસાફરોની સુરક્ષા માટે બસોમાં સીસીટીવી કેમેરા, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, અકસ્માત સામે રક્ષણ માટે ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે. એપ, ટિકિટિંગ કાર્ડથી ટિકિટ મેળવી શકશે આ બસો વ્હીલચેર એક્સેસિબલ છે. દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પ્રાધાન્ય સીટો તેમજ મહિલાઓ માટે ખાસ પિન્ક સીટ્સ અનામત રાખવામાં આવી છે. પસંદગીની બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે. તદુપરાંત આધુનિક મુસાફરી માટે ડિજિટલ ટિકિટિંગ, લાઈવ ટ્રેકિંગ માટે જી.પી.એસ. સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ માટે પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત રહેશે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈ, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકિટ મેળવી શકશે. બસોના સુચારૂ સંચાલન માટે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે ખાસ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    દુઃખી પતિ-પત્નીને સંતની શીખ:વૈવાહિક જીવનમાં સુખ ભાગ્યથી નહીં, પરંતુ પરસ્પર સમજણ, પ્રેમ, ધૈર્ય, સન્માન ને સતત પ્રયાસ કરવાથી આવે છે
    Next Article
    મોરબીમાં ગેસ સિલિન્ડર ચોર મુદ્દામાલ સાથે પકડાયો:પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ગુનાનો ભેદ ઉકેલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment