Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ:વોર્ડ નં.11 અને 14ના BJP ઉમેદવાર કેતન પટેલ અને રક્ષિત કલોલાના ફોર્મ સામે કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો

    6 days ago

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારોના ફોર્મમાં વિસંગતતા હોવાના આક્ષેપ સાથે ફોર્મ રદ કરવા માંગ કરી હતી જો કે ચૂંટણી અધિકારી દ્વારા બન્ને ફોર્મની ઊંડાણપૂર્વક ચકાસણી કરી કોંગ્રેસના આક્ષેપ સાથેના તમામ મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરતા આક્ષેપોમાં તથ્ય ન જણાતા બન્નેના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. આ પછી ભાજપના ઉમેદવારે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી ખોટા વાંધાઓ ઉભા કરતી હોવાનું જણાવ્યું હતું અને જનતા ભાજપ સાથે છે માટે કોંગ્રેસને જાકારો મળવાનો છે માટે ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કોઈ વિગત છુપાવે તો તેનું ફોર્મ તાત્કાલિક રદ્દ કરો રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ નંબર14ના આગેવાન રાજુભાઈ ચાવડિયાએ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર કેતન પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે, તેમાં અનેક ક્ષતિઓ રહેલી છે. તેમના જણાવ્યા અનુસાર કેતન પટેલે મિલકતોનો પૂરેપૂરો ઉલ્લેખ કર્યો નથી અને મિલકત વેરાના પૈસા પણ ભરપાઈ કરવામાં આવ્યા નથી. ઉપરાંત, સોગંદનામામાં તેમની શૈક્ષણિક લાયકાત અંગે પણ યોગ્ય દસ્તાવેજો કે પ્રમાણપત્રો જોડવામાં આવ્યા નથી. ચૂંટણી પંચના નિયમો મુજબ જો કોઈ ઉમેદવાર ખોટું સોગંદનામું રજૂ કરે અથવા તો મહત્વની વિગતો છુપાવે તો તેનું ફોર્મ તત્કાલ અસરથી રદ્દ થવું જોઈએ. ફોર્મમાં ખામી હોવા છતાં અધિકારી વધારાનો સમય આપી પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે કોંગ્રેસે માત્ર ઉમેદવાર નહીં પરંતુ ચૂંટણી અધિકારીની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. રાજુ ચાવડિયાએ જણાવ્યું કે, કેતન પટેલના ફોર્મમાં સ્પષ્ટ ખામીઓ હોવા છતાં અધિકારીઓ તેમને વધારાનો સમય આપી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સત્તાધારી પક્ષના દબાણ હેઠળ અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે. કેતન પટેલને અધૂરા સોગંદનામાને પૂર્ણ કરવા અને પુરાવા રજૂ કરવા માટે જે સમય આપવામાં આવ્યો છે, તે નિયમોની વિરુદ્ધ છે. સરકારી વકીલ તરીકે મે મારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું હતું ભાજપના ઉમેદવાર કેતન પટેલએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 14માં અમારી જીત નિશ્ચિત છે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે આના માટે અમારી વિરુદ્ધ ખોટા વાંધાઓ અને આક્ષેપો લગાવી રહી છે. પ્રજા અમારી સાથે છે અને અમારી જીત નિશ્ચિત છે. જયારે વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મારા સરકારી વકીલ તરીકે નોકરી અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, મે 11 એપ્રિલના રોજ ફોર્મ ભર્યું હતું એ પહેલા 9 એપ્રિલના રોજ સરકારી વકીલ તરીકે મે મારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું હતું. મેં પુરાવા સાથે મારી વાત રજૂ કરતા મારુ ફોર્મ મન રાખવામાં આવ્યું છે અને મારી જીત નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવાર કેતન પટેલ અને હિરેન ખીમાણીયા તેમજ વોર્ડ નંબર 11ના ઉમેદવાર રક્ષિત કલોલા વિરુદ્ધ ફોર્મ રદ કરવા મામલે કોંગ્રેસે કરેલ અરજી ફગાવી દેવામાં આવતા ચૂંટણી અધિકારી દ્વારા બંને ભાજપના ઉમેદવારના ફોર્મમાં કોઈ વાંધો ન હોવાનું કહી ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. અપક્ષોના નામાંકન પત્રો અધૂરી વિગતોવાળા પણ રદ્દ કરાયા હતા રાજકોટ મહાનગર પાલિકાની 18 વોર્ડની આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી માટે 554 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી, જે બાદ આજે ચૂંટણી અધિકારીઓ દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઉમેદવારોના નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં.2માં ઉમેદવાર પ્રતાપભાઈ નારણભાઈ લોખીલને પાર્ટીનું મેન્ડેટ નહી અપાતા તેમનું ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેની સાથોસાથ અનેક અપક્ષોના નામાંકન પત્રો અધૂરી વિગતોવાળા આવતા તેને પણ રદ્દ કરવામાં આવ્યા હતા. મનીષાબા વાળા અને રક્ષિત કલોલાના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનીષા બા વાળા અને ભાજપ ઉમેદવાર રક્ષિત કલોલાના સમર્થકો વચ્ચે બોલાચાલી થઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ભાજપના વોર્ડ નંબર 11ના ઉમેદવાર રક્ષિત કલોલા નું ફોર્મ રદ કરાવવા મામલે રજુઆત કરવામાં આવી હતી. જોકે, ફોર્મ યોગ્ય હોવાનું ચૂંટણી અધિકારીએ જાહેર કરતા ભાજપના ઉમેદવારના સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવતા મનીષાબા વાળા અને રક્ષિત કલોલાના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાના વોર્ડ-7ના AAP ઉમેદવારના પુત્રની ક્રિકેટ સટ્ટામાં સંડોવણી:આરકે પ્રાઈમ બિલ્ડીંગમાં IPL મેચમાં સટ્ટો રમાડતા બેની ધરપકડ, વત્સલ શીંગાળાએ માસ્ટર આઈડી આપ્યું હતું
    Next Article
    મત ભલે ન મળે, કરોડોનું દાન મળવું નક્કી:ઉમરેઠની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને પડકારનાર પાર્ટીને 923 કરોડનું દાન, દરેક ચૂંટણીમાં ડિપોઝિટ ડૂલ, જાણો BNJDની રાજકીય ‘કુંડળી’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment