Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 ઓક્ટોબરથી 10 દિવસ બોરીવલીમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન:કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ-1 પર કિંજલ દવે ગરબા પર ખેલૈયાઓને ઝુમાવશે

    7 hours ago

    બોરીવલી સ્થિત કોરાકેન્દ્રમાં આ વર્ષે નવરાત્રીની રંગત વધુ જામવાની છે. કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ-1 ખાતે યોજાનારા ભવ્ય નવરાત્રી મહોત્સવમાં લોકગાયિકા કિંજલ દવે ગરબાની રમઝટ બોલાવશે. આયોજકો દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ નવરાત્રી મહોત્સવનું આયોજન 11થી 20 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ કોરા કેન્દ્ર નવરાત્રીમાં દરરોજ આશરે 18થી 20 હજાર લોકો હાજરી આપે છે અને સમગ્ર નવરાત્રી દરમિયાન બે લાખથી વધુ લોકો મહોત્સવમાં જોડાય તેવી અપેક્ષા છે. વડીલો માટે અલગ બેઠક વ્યવસ્થા તથા વાહન-વ્યવસ્થા સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોડે સુધી ખૈલેયાઓને મેટ્રો ટ્રેન મળી રહે તે માટે વિશેષ રજૂઆત કરાશે. આયોજકો ગણેશ નાયડુ અને ઝુમિત નાયડુએ જણાવ્યું કે, કોરા કેન્દ્ર નવરાત્રીનું આ 22મું વર્ષ છે, અરવિંદ જોષીએ આ પ્રસંગે કહ્યું કે, આ કાર્યક્રમ આસ્થા ભજન પર લાઈવ ટેલીકાસ્ટ કરાશે. 11 ઓક્ટોબરથી શરૂ થનારા આ મહોત્સવમાં કિંજલ દવેની હાજરીને કારણે આ વખતે ગુજરાતી સમાજ સહિત મુંબઈના ગરબા રસિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાઉન્ડપ્રૂફ ડોમ બનાવવાની માગણી: કોરા કેન્દ્રમાં ગરબા રસિકોને મોડે સુધી ગરબા રમવાની સુવિધા મળે તે માટે પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીએ આયોજકોને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને નેસ્કોની જેમ સાઉન્ડપ્રૂફ ડોમવાળું કાયમી ગ્રાઉન્ડ તૈયાર કરવાની દિશામાં વિચારણા કરવા ભાર મૂક્યો હતો. શેટ્ટીના મતે, સાઉન્ડપ્રૂફ ડોમ ઊભો કરવામાં આવે તો ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન જાળવીને ખેલૈયાઓને વધુ સમય સુધી ગરબાની મજા માણવાની તક મળી શકે છે. ખાસ કરીને મુંબઈ જેવા ગીચ વસ્તીવાળા શહેરમાં રહેણાંક વિસ્તારોને અવાજથી થતી પરેશાની ટાળવા માટે આવી વ્યવસ્થા ઉપયોગી બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    મોદી આજે ગુજરાતમાં, 35,000 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:વડોદરા રોશનીથી ઝળહળ્યું, Y આકારના રેમ્પ પર ચાલી Gen-Zને સાધશે, નવસારીમાં હાઈટેક ભાજપ ઓફિસનું ઉદઘાટન કરશે
    Next Article
    Oxford Museum To Return 39 Colonial-Era Human Remains To Naga People

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment