Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદાના દાજીપુરા ગામેથી 1,098 દારૂની બોટલ સાથે મોરબીનો શખ્સ ઝડપાયો:ડસ્ટર કાર અને મોબાઈલ સહિત ₹6,32,812નો મુદ્દામાલ જપ્ત કર્યો;તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

    6 घंटे पहले

    નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાજીપુરા ગામેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,098 બોટલ સાથે મોરબીના 1 શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ડસ્ટર કાર અને મોબાઈલ ફોન મળીને કુલ ₹6,32,812નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની સૂચના હેઠળ દારૂના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્માના માર્ગદર્શન અને તિલકવાડા PI એ.પી. સોલંકીની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન બાતમીના આધારે દાજીપુરા ગામેથી સિલ્વર રંગની ડસ્ટર કાર સાથે આરોપીને ઝડપી લેવાયો હતો. જૂના દેવળીયા ગામના રહેવાસી પાસેથી મુદ્દામાલ કબજે પકડાયેલા શખ્સનું નામ રવિન્દ્રકુમાર ઉર્ફે રવિ પટેલ છે, જે મોરબી તાલુકાના જૂના દેવળીયા ગામનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી ₹3,22,812ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,098 બોટલ, ₹3,00,000ની કિંમતની ડસ્ટર કાર અને ₹10,000ની કિંમતના મોબાઈલ ફોન મળીને કુલ ₹6,32,812નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ આ સમગ્ર મામલે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કામગીરી તિલકવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. સોલંકી સહિત સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મગજની ગાંઠથી ગયેલી દ્રષ્ટિ પાછી મળી:સિવિલમાં તબીબોએ ખોપરી ખોલ્યા વિના નાક વાટે 5 કલાક ઓપરેશન કર્યું, 42 વર્ષીય મહિલાને PMJAY હેઠળ નિઃશુલ્ક સારવાર મળી
    Next Article
    एनएल चर्चा 450: न्याय की लंबी लड़ाई में बिलक़ीस बानो की नई चुनौती और मैदान से धोनी की विदाई

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment