Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ભૂલું પડેલું બાળક પરિવારને સોંપાયું:ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 અને ટાઉન પોલીસે ધોળા રેલવે સ્ટેશન પાછળ વાલીની શોધ કરી

    16 hours ago

    બોટાદમાં ભાવનગરથી આવતી ખાનગી બસમાં આવેલું આશરે 8થી 10 વર્ષનું બાળક ભૂલું પડી ગયું હતું. ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 અને બોટાદ ટાઉન પોલીસે બાળકને તેના પરિવારને સોંપ્યું.ચાઈલ્ડ હેલ્પલાઈન એકમને ઈમરજન્સી કોલ મળ્યો હતો. કોલરે જણાવ્યું કે બાળક ભાવનગરથી બોટાદ આવતી બસમાં આવ્યું છે અને તેને મદદની જરૂર છે. જાણ થતાં એકમના કર્મચારીઓએ કોલરનો સંપર્ક કર્યો અને સ્થળે પહોંચ્યા. કર્મચારીઓએ બાળક સાથે વાત કરી અને તેને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો. વાતચીતમાં બાળકના વાલી ધોળા રેલવે સ્ટેશન પાછળના વાડી વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું. પરિવાર ત્યાં મજૂરી કરવા આવ્યો હતો.બાળક મળી આવ્યાની નોંધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં કરવામાં આવી. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન, બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી POIC, ટાઉન પોલીસ સ્ટેશનના PI, ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર CWPO અને ચાઈલ્ડ હેલ્પલાઈનના કાઉન્સેલર સંકલનમાં રહ્યા. પોલીસની મદદથી બાળકના જણાવેલા સરનામે શોધખોળ કરવામાં આવી. ધોળા રેલવે સ્ટેશન પાછળના વાડી વિસ્તારમાં બાળકના દાદા-દાદી અને કાકા મળ્યા. તેઓ ભોજાવદર ગામના વાડી વિસ્તારમાં હતા.નક્કી કરેલી પ્રક્રિયા મુજબ, કાઉન્સેલર અને CWPOની હાજરીમાં દાદાનું લેખિત નિવેદન લેવામાં આવ્યું. ત્યારબાદ બાળકને તેના વાલીને સોંપવામાં આવ્યું. પરિવારે બોટાદની ટીમનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    सियांग बांध पर टकराव नहीं, बातचीत हो: पूर्व केंद्रीय मंत्री निनोंग एरिंग; चीन के डैम प्रोजेक्ट्स का भी जिक्र
    Next Article
    Live: Deadlocked Israel Awaits Results As Opposition Eyes Arab Partnership

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment