Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં પત્રકાર મિત્ર સાથે 10.87 લાખની છેતરપિંડી:ઇલેક્ટ્રોનિક્સના શો-રૂમમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી શખ્સે વિશ્વાસઘાત કર્યો

    2 days ago

    મહેસાણામાં ભાગીદારીમાં ઈલેક્ટ્રોનિક્સનો મોટો શો-રૂમ શરૂ કરવાની લાલચ આપી પત્રકાર મિત્ર સાથે 10.87 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત થવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઇલેક્ટ્રોનિક્સના શો-રૂમમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી મહેસાણાના સોમનાથ રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને 'પ્રજાસેવક સાપ્તાહિક' ચલાવતા પત્રકાર વહાબ મોહમંદભાઈ શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ, વિસનગર રોડ પર આવેલી કરિશ્મા પાર્ક સોસાયટીમાં રહેતા પઠાણ યુસુફખાન સિકંદરખાન સાથે તેમને છેલ્લા વીસ વર્ષથી મિત્રતા હતી. યુસુફખાન હૈદરીચોક પાસે મ્યુનિસિપલ કન્યા શાળાની સામે 'પેરેડાઇઝ કુલ કેર' નામની એસી અને ફ્રિજ રીપેરીંગની નાની દુકાન ધરાવતો હતો. વર્ષ 2021માં યુસુફખાને પત્રકાર મિત્રને ઈલેક્ટ્રોનિક્સ સાધનોનો મોટો શો-રૂમ ખોલવા અને નફો સરખે ભાગે વહેંચવાની વાત કરી ભાગીદાર બનવા લાલચ આપી હતી. 13.98 લાખનો સામાન ખરીદી આપ્યો હતો આ વિશ્વાસમાં આવીને ફરિયાદી વહાબભાઈએ ઓક્ટોબર 2021થી જુલાઈ 2023 દરમિયાન પોતાના એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ તેમજ ફોન-પે મારફતે કુલ 13,98,331 રૂપિયાનો ઈલેક્ટ્રોનિક્સ માલસામાન ખરીદી આપ્યો હતો. આ સિવાય ધંધાના રોકાણ માટે ફરિયાદીએ પોતાના નામે એચડીબી ફાઈનાન્સમાંથી 3 લાખ રૂપિયાની પર્સનલ લોન પણ લઈ આપી હતી, જેના હપ્તા યુસુફખાને ભરવાના હતા. શરૂઆતમાં આરોપીએ લોનના 11 હપ્તા ભર્યા હતા અને ધંધામાંથી 5,46,700 રૂપિયા પરત આપ્યા હતા 'તમારા રૂપિયા મેં વાપરી કાઢ્યા છે, થાય તે કરી લેજો' જો કે, ત્યારબાદ આરોપીએ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું, જેથી ફરિયાદીએ પોતાના સોનાના દાગીના પર લોન મેળવીને 1,92,456 રૂપિયા ભરી બેંકની લોન પુરી કરવી પડી હતી. દરમિયાન આરોપી યુસુફખાને ભાડાની દુકાન પણ બંધ કરી દીધી હતી. ફરિયાદીએ જ્યારે પોતાના નાણાં પરત માગ્યા ત્યારે આરોપીએ વાયદા કર્યા હતા અને છેલ્લે માર્ચ 2026માં સ્પષ્ટ કહી દીધું હતું કે, 'તમારા રૂપિયા મેં વાપરી કાઢ્યા છે, થાય તે કરી લેજો'. પત્રકાર મિત્ર સાથે 10.87 લાખની છેતરપિંડી, ફરિયાદ નોંધાઈ ભાગીદાર બનાવવાની લાલચ આપી ફોન-પે, ક્રેડિટ કાર્ડ અને બેંક લોન સહિત કુલ 14,41,831 રૂપિયા મેળવી તેમાંથી 5,46,700 રૂપિયા પરત આપી, બાકી રહેતા 10,87,587 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ધંધો બંધ કરી વિશ્વાસઘાત કરનાર પઠાણ યુસુફખાન સિકંદરખાન વિરુદ્ધ પત્રકારે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બેથેલ-ડકેટ વચ્ચે 150+ રનની પાર્ટનરશીપ:બંને ફિફટી ફટકારીને રમી રહ્યા છે, ભારત સામે ઇંગ્લેન્ડનો સ્કોર 164/0
    Next Article
    બોરીચા ગામે 120 ફૂટ ઊંડા કૂવામાંથી મગરનું રેસ્ક્યુ:6 ફૂટના મહાકાય મગરને સુરક્ષિત બહાર કઢાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment