Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી પીપર પાટિયામાં 108 કલાક રામધૂન:સવા વર્ષના યજ્ઞ અનુષ્ઠાન પૂર્ણાહુતિ નિમિત્તે 16થી 21 જૂન સુધી

    4 days ago

    લાલપુર તાલુકાના નવી પીપર પાટિયા સ્થિત શ્રી રાજઋષિ આશ્રમ ખાતે સવા વર્ષ (15 મહિના)ના યજ્ઞ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત 16 જૂનથી 21 જૂન 2026 દરમિયાન 108 કલાક અખંડ રામધૂન, સુંદરકાંડ પાઠ અને મહાપ્રસાદ યોજાશે. આયોજન મહંતશ્રી હરિદાસ નાગા ગુરુશ્રી 1008 મહા મંડલેશ્વર ભરતદાસ નાગાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો પ્રારંભ 16 જૂને રામચરિતમાનસની શોભાયાત્રા સાથે થશે, જ્યારે પૂર્ણાહુતિ 21 જૂને સવારે યોજાશે. આ ધાર્મિક પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ લાલપુર તાલુકા સહિત આસપાસના ગામોના ભાવિકોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસામાં રોગચાળો ફેલાતો રોકવા તંત્ર સજ્જ:રાજકોટ મનપા દ્વારા દરેક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો એડિશનલ બફર સ્ટોક તૈયાર, ત્રણેય ઝોન માટે રેપિડ રિસ્પોન્સ ટીમો બનાવાઈ
    Next Article
    US and Iran Agree on Historic Ceasefire MoU | હોર્મુઝ ફરી ખુલશે, 19 જૂને હસ્તાક્ષર થશે ! | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment