Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    108 એમ્બ્યુલન્સે અકસ્માતગ્રસ્ત દર્દીનો રૂ. 11 લાખનો મુદ્દામાલ પરત કર્યો:પાળીયાદ નજીક અકસ્માત બાદ દર્દીના પરિવારજનોને સોંપ્યો

    1 day ago

    બોટાદ જિલ્લાના પાળીયાદ નજીક કુંભારા ગામ પાસે થયેલા એક માર્ગ અકસ્માતમાં, 108 એમ્બ્યુલન્સ ટીમે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટીમે અકસ્માતગ્રસ્ત બેભાન દર્દીનો અંદાજે રૂ. 11 લાખનો મુદ્દામાલ, જેમાં સોનાનો ચેન, મોબાઈલ અને રોકડનો સમાવેશ થાય છે, તે તેમના પરિવારજનોને પરત કર્યો હતો. આ ઘટના રાત્રિના સમયે ભારે વરસાદ દરમિયાન બની હતી. બાઈક ચાલક સાથે અકસ્માત થતાં એક જાગૃત નાગરિકે તાત્કાલિક 108 સેવાનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ, 108 એમ્બ્યુલન્સ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે દર્દીને પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સમાં ખસેડ્યા હતા. દર્દી બેભાન અવસ્થામાં હોવાથી, 108 ટીમે તેમની પાસેથી મળેલો સોનાનો ચેન, મોબાઈલ ફોન અને રોકડ સહિતનો અંદાજે રૂ. 11 લાખનો મુદ્દામાલ સુરક્ષિત રાખ્યો હતો. બાદમાં, દર્દીના સગા મુકેશભાઈ હાજર થતાં, આ તમામ કિંમતી વસ્તુઓ તેમને સુપરત કરવામાં આવી હતી. વધુ સારવાર માટે દર્દીને વિંછીયા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. 108 ટીમના ઈ.એમ.ટી. રાજુભાઈ મકવાણા અને ડ્રાઈવર વિકમભાઈ સાંબડની આ સફળ અને પ્રામાણિક કામગીરી બદલ બોટાદ જિલ્લાના યુનિટ હેડ યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકી દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ, એક્સપ્રેસ-વે પર ડાઈવર્ઝન:સુરત-નવસારીમાંથી 6 મૃતદેહ મળ્યા, ઇડરમાં બાઇક તણાતાં એક યુવક ગુમ; 10 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    અમદાવાદના શેલામાં જળબંબાકાર:ટ્રેક્ટરની મદદથી લોકો અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવું પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment