Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદી બોલ્યા- મેં હોમિયોપેથીનો ડોઝ આપ્યો તો દિમાગી નક્સલ અકળાયા, 107 દંડા ફટકારી ફૈઝલને બેવડો વાળી દીધો, નેપાળ હોનારતના 11મા દિવસે ચમત્કાર

    12 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર PM મોદીનાં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં દિમાગી નક્સલ પરના નિવેદન વિશે રહ્યા. તો બીજા સમાચાર ભાવનગરમાં લિવ-ઇન પાર્ટનરના હત્યારા ફૈઝલને પિલ્લરમાં દોરડેથી બાંધીને મારવા અંગે રહ્યા. આ ઉપરાંત ભારતીય મહિલા ટીમે T20 એશિયા કપમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દુલીપ ટ્રોફી ફાઇનલનો પ્રથમ દિવસ, સવારે 9:30 વાગ્યાથી ચેન્નઈમાં રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. PM મોદીની 13 વર્ષ પછી શ્રીરામ કોલેજમાં સ્પીચ:કહ્યું- અહીંના પૂર્વ વિદ્યાર્થીઓ OG, દુનિયામાં ધૂમ મચાવી; Gen-Zને આપ્યા 7 મેસેજ PM મોદી 13 વર્ષ પછી શનિવારે સાંજે મેટ્રો દ્વારા પ્રવાસ કરીને દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) પહોંચ્યા. અહીં કોલેજની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા પર શતાબ્દી સમારોહ ઉજવવામાં આવ્યો. ઇવેન્ટ દરમિયાન પીએમએ Gen-Zને સંબોધિત કર્યા. તેમણે કહ્યું- અહીંના પૂર્વ વિદ્યાર્થીઓ OG (જૂના ખેલાડીઓ) છે. ભલે તેઓ ધુરંધર ન હોય, પરંતુ તેમણે દુનિયાભરમાં ધૂમ મચાવી છે. પીએમએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા દિમાગી નક્સલ, જૂઠની ગુંજ, માઈ-બાપ કલ્ચર, નારાજ ફુઆ જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો. પીએમએ પોતાની સ્પીચમાં 2013માં શ્રીરામ કોલેજની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકીનો સફાયો:યાસિર ઠાર થતાં પાકિસ્તાની નેટવર્કની કમર તૂટી, 4 આતંકીઓની ચોકડી તૂટી: 3 ઢેર; 2024માં એરફોર્સના કાફલા પર હુમલામાં સામેલ હતો જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારથી ચાલી રહેલા ઓપરેશન અશદરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે શનિવારે જણાવ્યું કે આતંકવાદીની ઓળખ યાસિર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, યાસિર પાકિસ્તાની નાગરિક હતો અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. સૂત્રો અનુસાર, યાસિરનું નામ પહેલગામ આતંકી હુમલાની તપાસ સાથે પણ જોડાયેલું હતું. સુરક્ષા દળોએ શુક્રવારે તેને ઠાર કર્યો હતો. બડગામમાં સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. લશ્કર-એ-તૈયબા (LeT) નો આતંકી યાસિર સુરક્ષા એજન્સીઓના નિશાના પર હતો. એજન્સીઓ અનુસાર, તે જમ્મુ-કાશ્મીરમાં ઘણા મોટા આતંકી હુમલાઓ સાથે સંકળાયેલા નેટવર્કનો ભાગ રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'બદલાઈ ગયો દુનિયાનો નકશો!':UN મહાસભામાં ઐતિહાસિક પ્રસ્તાવ પાસ, આફ્રિકા મોટું દેખાતા, અમેરિકાએ કર્યો વિરોધ; જાણો હવે કેવું દેખાશે ભારત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ શુક્રવારે દુનિયાના નકશાને લઈને એક ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં જૂના મર્કેટર વર્લ્ડ મેપની જગ્યાએ એવા નકશાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેમાં દેશો અને મહાદ્વીપોનો આકાર તેમના વાસ્તવિક ક્ષેત્રફળની વધુ નજીક દેખાય છે. નવા નકશામાં આફ્રિકા પહેલા કરતા ઘણું મોટું, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકા નાના દેખાશે. એશિયાના કેટલાક ભાગોનો આકાર પણ તુલનાત્મક રીતે નાનો દેખાશે. આ પ્રસ્તાવ ટોગોએ રજૂ કર્યો હતો અને તેને આફ્રિકન યુનિયન (African Union)નું સમર્થન મળ્યું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવની તરફેણમાં 164 દેશોએ મત આપ્યો, જ્યારે 6 દેશો મતદાનથી દૂર રહ્યા. અમેરિકા એકમાત્ર દેશ હતો જેણે પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કંગના રનૌતે કહ્યું- 'લોકો મને નકામી કહી રહ્યા છે':ચાલુ મિટિંગમાં અધિકારીને ઊભા કરીને ઠપકો આપ્યો; કહ્યું- ખાલી પગાર લેવા ન આવો, આખા દેશમાં આપણે મજાક બની ગયા હિમાચલના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે શનિવારે અધિકારીઓને જોરદાર ઠપકો આપ્યો. જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠકમાં સાંસદ નિધિનો ઉપયોગ ન થવા પર કંગનાએ કહ્યું- આ એક મજાક બનીને રહી ગયું છે. તેમણે બેઠકમાં તમામ BDOને ઊભા કરીને કહ્યું કે હું નેશનલ મીડિયામાં આ વિશે કંઈ બોલી શકતી નથી. લોકો રીલ બનાવી રહ્યા છે. મને નકામી કહી રહ્યા છે. તેમણે કહ્યું- સાંસદનું કામ ફંડ આપવાનું છે, તેને ખર્ચ કરવાની જવાબદારી અધિકારીઓની છે. અધિકારીઓ ફક્ત ઔપચારિકતા માટે બેઠકોમાં ન આવે, પરંતુ અગાઉની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો પર પણ કામ કરે. તેમણે સવાલ કર્યો કે અગાઉની બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, તેના પર અત્યાર સુધી કામ કેમ નથી થયું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. મહિલા ક્રિકેટમાં પણ પાકિસ્તાનનું સુરસુરિયું:ભારતે 7 વિકેટથી હરાવ્યું, 56 રનનો ટાર્ગેટ 8.4 ઓવરમાં ચેઝ કર્યો, કેપ્ટન હરમનપ્રીતે છગ્ગો મારીને જીતાડી ભારતીય મહિલા ટીમે T20 એશિયા કપમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. તેમણે 56 રનનો ટાર્ગેટ 8.4 ઓવરમાં 3 વિકેટ પર ચેઝ કરી લીધો. કેપ્ટન હરમનપ્રીતે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શનિવારે પાકિસ્તાનની ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાનનો સૌથી લોએસ્ટ સ્કોર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ભાવનગરમાં ફૈઝલને 10 મિનિટમાં 107 દંડા મારી બેવડો વાળી દીધો:લિવ-ઇન પાર્ટનરના હત્યારાને પિલ્લરમાં દોરડેથી બાંધી PI ઉનડકટ તૂટી પડ્યા, DGPના આદેશનો ઉલાળિયો ભાવનગરના એસ.ટી.બસ સ્ટેન્ડમાં 3 સપ્ટેમ્બરે ફૈઝલે લિવ-ઈન પાર્ટનર કાજલની હત્યા કરી હતી. ત્યાર બાદ પોલીસે ધરપકડ બાદ આરોપીનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના PI ડી.પી.ઉનડકટે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને દોરડાથી બંધાવીને 10 મિનિટમાં જ 107 દંડા માર્યા હતાં. નીલમબાગ પોલીસ સ્ટેશનના PI ડી.પી.ઉનડકટને જાણે ગુજરાતના ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ જ ન પડતા હોય તે રીતે આરોપીને જાહેરમાં લઈ જઈ ઢોર માર મારતા સવાલો ઉઠ્યા છે. 13 મે, 2026ના રોજ ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવે લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમેરિકાના ડ્રગ્સ રેકેટમાં પાટીદારને 54 મહિનાની જેલ:ભાવેશ લાઠિયા સુરતના પ્લુટો બિઝનેસ સેન્ટરમાંથી ઓપરેટ કરતો ડ્રગ્સ નેટવર્ક, ફેક્ટરી પર ભાસ્કરની તપાસમાં ઝૂંપડપટ્ટી નીકળી વર્ષ 2022માં આપીયોઈડ 'ફેન્ટાનિલ' ડ્રગ્સ રેકેટમાં અમેરિકાની બ્રુકલિન ફેડરલ કોર્ટે 37 વર્ષીય ભાવેશ લાઠિયાને 54 મહિના (સાડા ચાર વર્ષ)ની જેલની સજા ફટકારી છે અને 24,560 ડોલરનો દંડ ફટકાર્યો છે. ફાર્માસિસ્ટ ભાવેશ લાઠિયાએ ડ્રગ્સ નેટવર્કનું એપી સેન્ટર સુરતના અમરોલી-છાપરાભાઠાના પ્લુટો મલ્ટિપ્લેક્સ એન્ડ બિઝનેસ સેન્ટરની દુકાન નં.-7માં ઊભું કર્યું હતું. આ નાનકડી ઓફિસમાંથી ભાવેશે મેક્સિકોની કુખ્યાત ડ્રગ્સ માફિયા ગેંગ 'સિનાલોઆ કાર્ટેલ' સાથે સીધું કનેક્શન બનાવ્યું હતું. 4 જાન્યુઆરી, 2025ના ન્યૂયોર્કમાં રેક્સ્ટર કેમિકલના સ્થાપક ભાવેશ લાઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે તે ફેન્ટાનિલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલને ગેરકાયદે રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારાને મોકલતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : CJP કાર્યકરનાં પિતા સાથે મારપીટના કેસમાં સ્વતંત્રની ધરપકડ:ગઈકાલે પોલીસે કહ્યું હતું- 72 કલાકમાં કાર્યવાહી કરીશું; હિંદુ સંગઠનોનો પોલીસ સ્ટેશન બહાર વિરોધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પેન્ટાગોનમાં મોટો ભૂકંપ, અમેરિકાની ગુપ્ત માહિતી લીક:હથિયારો ખૂટ્યા, US સેનાના 50 અધિકારીઓ રડાર પર; અવિશ્વાસના કારણે પોલીગ્રાફ ટેસ્ટ કરાયો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાજપે કહ્યું- મહિલા પ્રતિનિધિત્વ પર કોંગ્રેસની કથની અને કરણી અલગ:4 રાજ્યમાં સરકાર પણ માત્ર 3 મહિલા મંત્રી, હિમાચલ-કર્ણાટકમાં મહિલાઓને એક પણ પદ નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાનો ઈરાની ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો:ખાર્ગ આઇલેન્ડ નજીક વિસ્ફોટ, ટ્રમ્પે પરમાણુ ઠેકાણાને ઉડાવી દેવાની ધમકી આપી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : એક અઠવાડિયામાં સોનું ₹4694 અને ચાંદી ₹8436 સસ્તી:10 ગ્રામ સોનું ₹1.55 લાખ પર આવ્યું, એક કિલો ચાંદી ₹2.35 લાખમાં વેચાઈ રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : દહીંહાંડીમાં સૂર્યકુમાર યાદવનો જબરદસ્ત ડાન્સ:કુર્તો, કાળા ચશ્મા અને દેશી બીટ્સ; સોશિયલ મીડિયામાં છવાયો 'મિસ્ટર 360'નો નવો અંદાજ, VIDEO વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : કાનુડાની બાળ લીલાઓમાં છુપાયેલા છે જીવનના ગૂઢ પાઠ:પૂતના, તૃણાવર્ત અને બકાસુર જેવા અસુરોના વધની કથામાંથી શીખો લાઇફ મેનેજમેન્ટના સૂત્રો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ₹7 કરોડનું ગાદલું, વોરંટી 25 વર્ષ સ્વીડનની ગાદલા બનાવતી કંપનીએ ₹7 કરોડથી વધુ કિંમતનું ગાદલું બનાવ્યું છે. તેની વોરંટી પણ 25 વર્ષની છે. તેમાં ફોમની જગ્યાએ ઘોડાની પૂંછડીના વાળ, કપાસ અને ઊન ભરવામાં આવ્યું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : ગાંઠિયાવાળું ગુજરાત ભૂલી જાવ: AIને સવાલ પૂછશો ને ધોલેરામાંથી જવાબ મળશે; 7 લાખ કરોડનો દાવ, ગુજ્જુઓને નોકરીની લોટરી લાગી શકે 2. સ્પાય ફાઈલ્સ : ચીનની જાસૂસી માટે પરમાણુ ડિવાઈસ લગાવી રહ્યા હતા ભારત-અમેરિકા: ત્યારે જ બરફીલું તોફાન આવ્યું, 23 હજાર ફૂટ ઊંચા પર્વત પર ઉપકરણ છોડીને આવ્યા; પાર્ટ- 1 3. આજનું એક્સપ્લેનર: 'અમે નિશુના પિતાનું માથું ફોડ્યું, છતાં પોલીસ સ્ટેશન ન ગયા'- બડાઈ હાંકનાર સ્વતંત્ર ભારદ્વાજ કોણ છે? 4. નેપાળથી ભાસ્કર : ‘અહીં જમીન નહીં, દલદલ ગળી રહ્યું છે’: કમર સુધી ખૂંપી ગયા, પરંતુ બચાવ કાર્ય રોક્યું નહીં, 3 ટનલમાં જિંદગીઓ બચાવવાની જંગ 5. પારકી પંચાત : BJPના નેતાઓ વચ્ચે ભાગબટાઈનો ડખો?: AMCના અધિકારીઓ કેમેરા સામે બોલતા થયા; હરતા ફરતા મંત્રીજીને લીલાલહેર, જુઓ VIDEO ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ અને વૃષભ રાશિના પ્રગતિના દ્વાર ખુલશે, કુંભ રાશિએ વેપારમાં જોખમ લેવાનું ટાળવું વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Singapore vs UAE Live Streaming: When & Where To Watch ACC Men's Premier Cup 2026 In India
    Next Article
    Amreli News | અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાની સાદગી | Lokmela | Kushik Vekariya | Gujarati News

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment