Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુમાં વિજયની પાર્ટી 107 બેઠકો જીતી:આસામમાં ત્રીજીવાર ભાજપ; કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી, પુડુચેરીમાં NDA સરકાર

    2 days ago

    કેરળમાં તમામ 140 બેઠકો પર પરિણામો જાહેર થઈ ગયા છે. અહીં કોંગ્રેસે 63 બેઠકો પર જીત નોંધાવી છે. આસામ, તમિલનાડુ અને પુડુચેરીની કુલ 529 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી થઈ. સૌથી મોટો ઉલટફેર તમિલનાડુમાં થયો છે, જ્યાં 2 વર્ષ પહેલાં બનેલી અભિનેતા વિજયની પાર્ટી (TVK) નંબર વન બની ગઈ છે. TVKએ 107 બેઠકો પર જીત મેળવી છે, જોકે તે બહુમતીના આંકડા (118 બેઠકો) થી થોડી પાછળ છે. સ્ટાલિનની પાર્ટી (DMK) ને 60, AIADMK ને 47, કોંગ્રેસને 5, ભાજપને 1 અને અન્યને 12 બેઠકો મળી છે. સીએમ સ્ટાલિન કોલાથુર બેઠક હારી ગયા છે, તેમને TVKના વી.એસ. બાબુએ 8000 થી વધુ મતોથી હરાવ્યા છે. બાબુ પહેલા DMKમાં જ હતા, ફેબ્રુઆરી 2026માં તેમણે વિજયની પાર્ટી જોઈન કરી હતી. આ દરમિયાન વિજયના ડ્રાઈવરના પુત્ર આર. સબરિનાથને વિરુગમ્બક્કમ બેઠક પરથી જીત મેળવી છે. અહીં, આસામમાં પણ હિમંતા સરકારની વાપસી થઈ છે. હિમંતા બિશ્વા સરમા સતત ત્રીજી વખત સરકાર બનાવશે. BJPએ અહીં 82 બેઠકો જીતી લીધી છે, જે બહુમતીના આંકડાથી 13 વધારે છે. 4 રાજ્યોમાં જીત-હારના આંકડા… તમિલનાડુમાં DMK બીજા નંબરે: 234 માંથી 173 બેઠકો પર પરિણામ જાહેર થયા ત્યારે TVK 82 અને DMK+ 46 બેઠકો પર આગળ/જીતેલી હતી. (સમગ્ર પરિણામ મુજબ TVK 107 પર પહોંચી છે). AIADMK એ 38 બેઠકો જીતી છે. કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં પરત ફરી: 140 બેઠકોના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસે 63 બેઠકો, CPI(M) એ 26 અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે 22 બેઠકો પર જીત મેળવી છે. આસામમાં ત્રીજીવાર હિમંતા સરકાર: 126 માંથી 124 બેઠકોના પરિણામ જાહેર થયા છે. BJP 81 (કુલ 82), કોંગ્રેસ 18, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ 10, AGP 10 અને AIUDF 2 બેઠક પર જીતી છે. પુડુચેરીમાં ભાજપ+ સરકાર: 30 માંથી 28 બેઠકોના પરિણામ આવી ગયા છે. CM રંગાસ્વામીની પાર્ટી 10 બેઠકો જીતી ચૂકી છે. DMK એ 5, BJP એ 4 અને TVK એ 2 બેઠકો જીતી છે. બંગાળ ચૂંટણીના પરિણામો જોવા માટે અહીં ક્લિક કરો… તમિલનાડુમાં ઉજવણીની 3 તસવીરો… 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ મતગણતરીના વલણો અને પરિણામો ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો, 4 રાજ્યોના ચૂંટણી પરિણામો સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    Trisha's Old Clip Joking 'Want To Become Tamil Nadu Chief Minister' Goes Viral
    Next Article
    'Failure So Colossal Trinamool Couldn't Hide It': Amit Malviya To NDTV

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment