Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીને પગે ધારિયું મારી લૂંટ:મહેસાણામાં ક્રિકેટ રમી પરત ફરતા યુવકને રોકી હુમલો કરી 10,600 પડાવી લીધા, બે શખસ સામે ગુનો દાખલ

    1 day ago

    મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ ધોળેદિવસે લૂંટ અને હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણાના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા અને ગંજબજાર શાક માર્કેટમાં વેપાર કરતા 26 વર્ષીય યુવાન સચીનકુમાર જગાભાઈ ગત રવિવારે બપોરે ક્રિકેટ રમીને પોતાના બાઇક પર પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન રોહીતનગર ટેકરા જૂની પોલીસ લાઇન પાસે રસ્તામાં કસ્બા વિસ્તારના જાણીતા રાવળ વિનય ઉર્ફે વીનીયો સુરેશભાઈ અને તેની સાથેના અન્ય એક શખ્સે બુમ પાડીને વેપારીનું બાઇક રોક્યું હતું. વેપારીને ડાબા પગે ધારિયું માર્યું બાઇક ઉભું રાખતાની સાથે જ બંને શખ્સોએ વેપારી સાથે ગાળાગાળી શરૂ કરી પૈસાની માંગણી કરી હતી. વેપારીએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિનય રાવળે હાથમાં રહેલા ધારિયા વડે હુમલો કર્યો હતો, જેમાં બચાવ કરવા જતાં વેપારીને પીઠના જમણા ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે વિનય સાથે આવેલા ઝાલા પ્રદીપ રણજીતસિંહ નામના શખ્સે વેપારીને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ વિનયે વેપારીને ડાબા પગે ધારિયું મારી 'જે પૈસા હોય તે આપી દે નહી તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. વેપારના નફાના રૂ.10,600 બળજબરીપૂર્વક પડાવી લીધા હુમલાખોર વિનયે વેપારીના પેન્ટના પાછળના ખિસ્સામાંથી શાકભાજીના વેચાણના નફાના રોકડા રૂ.10,600 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા અને બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે ગભરાઈ ગયેલો વેપારી પ્રારંભમાં ઘરે પહોંચ્યો હતો, પરંતુ ઇજાના કારણે અસહ્ય દુખાવો ઉપડતાં તેને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર લીધા બાદ ભોગ બનનાર વેપારીએ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી બંને આરોપીઓ વિરૂદ્ધ લૂંટ, હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ધોરણસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    With a goal and assist, Salah answers doubters as Egypt make World Cup history
    Next Article
    ગુજરાતમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્થિતિમાં, 206 જળાશયોમાં માત્ર 36.78% પાણી:ગયા વર્ષ કરતાં 4.44% ઓછો સંગ્રહ, 126 ડેમ 25%થી પણ ઓછા ભરાયેલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment