Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોકોવિચે ફેડરરનો રેકોર્ડ તોડ્યો:વિમ્બલ્ડનમાં સૌથી વધુ 106 મેચ જીતનાર ખેલાડી બન્યો; ઓસાકાએ વર્લ્ડ નંબર-1 સબાલેન્કાને હરાવી

    1 day ago

    નોવાક જોકોવિચ વિમ્બલ્ડનના ઇતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર પુરુષ ખેલાડી બની ગયો છે. ચોથા રાઉન્ડમાં 39 વર્ષીય જોકોવિચે રશિયાના ક્વોલિફાયર રોમાન સફિયુલિનને 7-6 (8-6), 6-3, 3-6, 6-3 થી હરાવીને પોતાની 106મી જીત નોંધાવી. આ સાથે જ તેણે રોજર ફેડરર (105 જીત)નો રેકોર્ડ તોડ્યો છે. હવે સમગ્ર વિમ્બલ્ડન ઇતિહાસમાં તેનાથી આગળ ફક્ત માર્ટિના નવરાતિલોવા છે, જેના નામે 120 જીત છે. 17મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો આ જીત સાથે જોકોવિચે રેકોર્ડ 17મી વખત વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું. હવે તેનો મુકાબલો કેનેડાના ફેલિક્સ ઓગર-અલિયાસિમે સાથે થશે. મેચ દરમિયાન ગુસ્સામાં બોલ માર્યો 132મી રેન્કિંગના રોમાન સફિયુલિને જોકોવિચને સખત ટક્કર આપી. મેચની શરૂઆતમાં જોકોવિચને આંખોમાં તકલીફ થઈ. ત્રીજા સેટમાં સફિયુલિને તેમની સર્વિસ બ્રેક કરી તો જોકોવિચ ગુસ્સામાં બોલને બીજી તરફ મારી બેઠો. અમ્પાયરે તેમને ચેતવણી આપી, જ્યારે દર્શકોએ પણ હૂટિંગ કરી. મેચ પછી કહ્યુ- ગુસ્સા માટે માફી માંગુ છું મેચ પછી જોકોવિચે પોતાની હરકત બદલ માફી માંગી. તેમણે કહ્યું, ‘હું મારા ગુસ્સા અને ચીડિયાપણું માટે જાણીતો છું. આજે પણ આવું જ થયું, જેના માટે હું માફી માંગુ છું. આપણું મગજ વારંવાર ભટકે છે. તેને વર્તમાનમાં જાળવી રાખવું સહેલું નથી હોતું. જે આવું કરી શકે છે, તે જ અંતે જીતે છે.’ ઈજામાંથી પાછા ફરેલા સફિયુલિને પરેશાન કર્યા 28 વર્ષીય સફિયુલિન છ મહિના પહેલા ગંભીર ઈજાથી પીડાઈ રહ્યા હતા, પરંતુ તેમણે જોકોવિચને ત્રણ કલાકથી વધુ સમય સુધી કોર્ટ પર સંઘર્ષ કરવા મજબૂર કર્યા. પહેલા સેટમાં તેણે 5-3ની લીડ પણ બનાવી લીધી હતી, જોકે જોકોવિચે વાપસી કરીને ટાઈ-બ્રેકરમાં સેટ જીતી લીધો. ત્રીજા સેટમાં સફિયુલિને મેડિકલ ટાઈમઆઉટ લીધો, તેમ છતાં 6-3થી સેટ જીતીને મુકાબલો ચોથા સેટ સુધી પહોંચાડ્યો. આખરે અનુભવના જોરે જોકોવિચે મેચ પોતાના નામે કરી લીધો. સિનર પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો બીજી તરફ, વર્તમાન ચેમ્પિયન અને વિશ્વના નંબર-1 ખેલાડી જૈનિક સિનરે જાપાનના ક્વોલિફાયર શિંતારો મોચિઝુકીને 6-3, 7-6 (7-0), 6-3થી હરાવીને સતત પાંચમી વખત વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું. હવે તેનો મુકાબલો જર્મનીના જાન-લેનાર્ડ સ્ટ્રફ સાથે થશે. જો સિનર અને જોકોવિચ પોતપોતાના ક્વાર્ટર ફાઇનલ જીતે છે તો સેમિફાઇનલમાં બંને સામસામે આવી શકે છે. ફેડરરના 8 ખિતાબની બરાબરી પર નજર જોકોવિચ આ વખતે ખિતાબ જીતીને રોજર ફેડરરના આઠ વિમ્બલ્ડન ખિતાબના રેકોર્ડની બરાબરી કરવા ઈચ્છશે. સાથે જ તે પોતાના કરિયરનો 25મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાની પણ નજીક છે. જોકે, આ વખતે રમાયેલી ચાર મેચોમાંથી ત્રણમાં તેમને જીતવા માટે ચાર સેટ સુધી રમવું પડ્યું છે. ઓસાકાએ નંબર-1 સબાલેન્કાને હરાવી, પ્રથમ વખત વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં સોમવારે મહિલા સિંગલ્સનો સૌથી મોટો અપસેટ જોવા મળ્યો. જાપાનની ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકાએ વિશ્વની નંબર-1 ખેલાડી આર્યના સબાલેન્કાને 6-2, 7-6 (7-2) થી હરાવીને પ્રથમ વખત વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ત્રણ મહિનામાં ચોથી ટક્કર, ઓસાકાએ પહેલીવાર સબાલેન્કાને હરાવી છેલ્લા ત્રણ મહિનામાં ઓસાકા અને સબાલેન્કા વચ્ચે આ ચોથી ટક્કર હતી. આ પહેલાની ત્રણેય મેચમાં સબાલેન્કાએ જીત મેળવી હતી. પરંતુ સેન્ટર કોર્ટ પર આ વખતે ઓસાકા શરૂઆતથી જ પ્રભાવી રહી. તેણે દમદાર સર્વિસ અને સચોટ ફોરહેન્ડની મદદથી બેઝલાઇન રેલીઓમાં સબાલેન્કાને પાછળ રાખી અને માત્ર 32 મિનિટમાં પહેલો સેટ 6-2થી જીતી લીધો. કોકો ગૉફ અને પેગુલા પણ અંતિમ-8માં અન્ય એક મુકાબલામાં અમેરિકાની કોકો ગૉફે સ્વિટ્ઝર્લેન્ડની બેલિન્ડા બેનસિચને 4-6, 6-3, 6-4 થી હરાવી. મુકાબલો સ્થાનિક સમય અનુસાર રાત્રે 11 વાગ્યાના કર્ફ્યુથી બે મિનિટ પહેલાં સમાપ્ત થયો. હવે ક્વાર્ટર ફાઇનલમાં ગૉફનો સામનો તેની ડબલ્સ પાર્ટનર અને ચોથી ક્રમાંકિત જેસિકા પેગુલા સામે થશે. પેગુલાએ ઇવા જોવિકને 4-6, 6-3, 6-1 થી હરાવીને અંતિમ-8 માં સ્થાન બનાવ્યું.
    Click here to Read More
    Previous Article
    Review of Gaza journalist deaths: CPJ board votes to affirm definition of journalist
    Next Article
    સેન્સેક્સ 521 પોઈન્ટ વધીને 78,285 પર બંધ થયો:નિફ્ટીમાં પણ 160 પોઈન્ટનો ઉછાળો રહ્યો, મેટલ અને ઓટો શેર્સમાં વધુ ખરીદી જોવા મળી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment