Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના વેપારી સાથે 10.43 કરોડની ઠગાઈ:ડમી આધારકાર્ડ બનાવી મૈસુરમાં પેઢી ખોલી, 1.75 લાખ સાડીઓ ઓળવી જઈ તમિલનાડુમાં વેચી મારી; ભેજાબાજ દબોચાયો

    9 hours ago

    સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે વિશ્વાસઘાત કરીને 10.46 કરોડની છેતરપિંડીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમિલનાડુના વેપારી ગણેશન ઉર્ફે મુરલી થંગાવેલે અન્ય સાગરીતો સાથે મળીને એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. આરોપીઓએ આધારકાર્ડમાં સરનામું બદલીને ખોટા પુરાવા ઊભા કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે કર્ણાટકના મૈસુર ખાતે 'શિવમ ટ્રેડર્સ' નામે એક બોગસ પેઢી રજિસ્ટર કરાવી હતી. ત્યારબાદ તેને 1,75,494 સાડીઓ ઓળવી જઈને તમિલનાડુમામ વેચી મારી હતી. અંતે સુરત પોલીસે ભેજાબાજ ગણેશન થંગાવેલને દબોચ્યો છે. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં સમયસર પેમેન્ટ કર્યું ઠગ ટોળકીએ સુરતની 'ઓશ્યનવેવ્સ ફર્મ'ના વેપારીને શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ શરૂઆતમાં નાની કિંમતનો માલ ખરીદીને તેનું સમયસર પેમેન્ટ કરી દીધું હતું, જેથી વેપારીનો વિશ્વાસ જીતી શકાય. આટલું જ નહીં, વેપારીને વધુ ભરોસો આપવા માટે સેન્ટ્રલ બેંકના અંદાજે 2.84 કરોડના 49 એડવાન્સ ચેકો પણ આપી દીધા હતા. આ માયાવી જાળમાં ફસાઈને વેપારીએ મોટા ઓર્ડર આપવાની તૈયારી બતાવી હતી. 10.43 કરોડની સાડીઓ મંગાવી પેમેન્ટ ન ચૂકવ્યું 8 નવેમ્બર, 2025થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન આરોપીઓએ વોટ્સએપ અને ફોન દ્વારા મોટા ઓર્ડર આપ્યા હતાં. ટ્રાન્સપોર્ટ મારફતે અંદાજે 1,75,491 નંગ જેકાર્ડ સાડીઓ, જેની કિંમત 10.43 કરોડ થતી હતી, તે મૈસુર મંગાવી લીધી હતી. માલની ડિલિવરી મળી ગયા બાદ આરોપીઓએ પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. વેપારીએ જ્યારે એડવાન્સમાં આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા ત્યારે તે તમામ રિટર્ન થયા હતા, જેથી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. તમિલનાડુમાં ધામા નાખી ઈકો સેલે આરોપીને દબોચ્યો સચિન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ સુરત ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા (ઈકો સેલ)એ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપીએ ભાડા કરાર ઊભા કરી GST નંબર મેળવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે ઈકો સેલની ટીમે તમિલનાડુમાં ધામા નાખ્યા હતા અને મુખ્ય ભૂમિકા ભજવનાર 44 વર્ષીય ગણેશન થંગાવેલની ધરપકડ કરી હતી. અગાઉ આ કેસમાં અન્ય સાગરીતોની પણ સંડોવણી બહાર આવી છે. ચોરીનો માલ અન્ય પેઢીઓમાં રોકડમાં વટાવી દીધો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મૈસુર મંગાવેલી સાડીઓ ત્યાં રાખવાને બદલે તમિલનાડુના બરગુર ખાતે મોકલી દેવામાં આવી હતી. ત્યાં 'સ્કાઈ ટ્રેડર્સ' અને 'વિનાયગા ટ્રેડર્સ' જેવી અન્ય પેઢીઓમાં આ માલનું વેચાણ બતાવી તેને રોકડમાં વટાવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ ખૂબ જ વ્યવસ્થિત રીતે આચરવામાં આવ્યું હતું, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. આરોપીના 6મે સુધીના રિમાન્ડ મંજૂર પકડાયેલા આરોપી ગણેશનને સુરત લાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય ફરાર આરોપીઓની વિગતો મેળવવા રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 6 મે, 2026 સુધીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગણેશન વિરુદ્ધ બેંગલુરુમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    ઘરકંકાશમાં હત્યા કરી પત્ની-પુત્રીની લાશને દાટી દીધી:વડનગરના ચકચારી હત્યા-આત્મહત્યા કેસમાં યુવતીના દાદાએ ફરિયાદ નોંધાવી, સોમવારે ઘરમાંથી માનવ કંકાલ મળ્યા'તા
    Next Article
    Aravalli Weather Update News | અરવલ્લી જિલ્લાના વાતાવરણ આવ્યો પલટો | Unseasonal Rain | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment