Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો:ભારતની 104 રનની ભાગીદારી તૂટી, કુમાર કુશાગ્ર ફિફ્ટી ફટકારીને આઉટ; IND-Aનો સ્કોર 242/4

    2 days ago

    15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટ્રાઈ-નેશન સિરીઝમાં અફઘાનિસ્તાન-A સામે 28 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલા હતા. ત્રણ કેચ છૂટ્યા હોવા છતાં વૈભવ કેચ આઉટ થયો. તેને ફરીદૂન દાઉદઝઈએ આઉટ કર્યો. વૈભવ આ સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નહીં. અગાઉ, આ મેચમાં વૈભવ સૂર્યવંશીના કેચ પર વિવાદ થયો હતો. ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં પોઇન્ટ પર ફરીદૂને તેનો કેચ પકડ્યો, પરંતુ થર્ડ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. કોમેન્ટરી કરી રહેલા એક્સપર્ટે આને ખોટું ગણાવ્યું. કોમેન્ટરી અનુસાર વૈભવને બેનિફિટ ઑફ ડાઉટ મળ્યો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 39 ઓવરમાં 242/4 છે. ટીમ તરફથી કેપ્ટન તિલક વર્મા અને સૂર્યાંશ શેડગે ક્રિઝ પર છે. કુમાર કુશાગ્ર 58 રન બનાવીને બોલ્ડ થયો. તેની વિકેટ પડતાં જ તેના અને તિલક વચ્ચેની 104 રનની પાર્ટનરશીપ તૂટી. ઋતુરાજ ગાયકવાડ 30 રન બનાવીને આઉટ થયો. તેને અબ્દુલ્લા અહમદઝઈએ વિકેટકિપર મોહમ્મદ ઇશાકના હાથે કેચ આઉટ કરાવ્યો. પ્રિયાંશ આર્યએ ફિફ્ટી ફટકારી 24 વર્ષના ભારતીય ઓપનર પ્રિયાંશ આર્યાએ લિસ્ટ-A કરિયરની ચોથી ફિફ્ટી ફટકારી. તે 42 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો. તેણે વૈભવ સૂર્યવંશી સાથે 75 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. વૈભવ સિરીઝમાં ફેલ, એક પણ ફિફ્ટી ન ફટકારી શક્યો વૈભવ સૂર્યવંશી આ સિરીઝમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં. તે આ સિરીઝની 4 મેચમાં માત્ર 117 રન જ બનાવી શક્યો. આ સિરીઝમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 44 રન રહ્યું હતું. વૈભવની છેલ્લી 4 ઇનિંગ્સનું પ્રદર્શન જુઓ… ઈન્ડિયન ઓપનર્સમાં ફિફ્ટી પાર્ટનરશીપ થઈ બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ, અનુકુલ રોય, અંશુલ કંબોજ અને યશ ઠાકુર. અફઘાનિસ્તાન-A: ઈમરાન મીર (કેપ્ટન), હસન ઈસાખિલ, ખાલિદ તનીવાલ, બહીર શાહ, ફરમાનુલ્લા સફી, શમ્સ ઉર રહમાન, મોહમ્મદ ઈશાક (વિકેટકિપર), ઝહીર ખાન, અબ્દુલ્લા અહમદઝઈ, ફૈસલ શાન અહમદઝઈ, ફરીદૂન દાઉદઝઈ.
    Click here to Read More
    Previous Article
    CM Yogi on Muharram: Action में सीएम योगी मोहर्रम जुलूस से पहले दिए सख्त निर्देश |Uttar Pradesh News
    Next Article
    રામમંદિર કર્મચારી ટિન્નુની પત્નીએ કહ્યું-બદનામ કરવામાં આવી રહ્યા છે:SIT ત્રીજા દિવસે તપાસ માટે પહોંચી, ભાજપ નેતા બોલ્યા- આગ વગર ધુમાડો ન નીકળે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment