Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ડેમોસા કંપનીની 104 દિવસની હડતાળ સમાપ્ત:42 ગામના સરપંચોની મધ્યસ્થીથી 500થી વધુ કામદારોની 'ઘરવાપસી'

    10 hours ago

    વલસાડના ગુંદલાવ GIDCમાં આવેલી ડેમોસા કંપની અને તેના કામદારો વચ્ચે છેલ્લા 104 દિવસથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. 42 ગામના સરપંચોની મધ્યસ્થી બાદ, હડતાળ પર ઉતરેલા 500થી વધુ કામદારોને ફરીથી નોકરી પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કામદારો પગાર વધારો, પીએફ અને ગ્રેજ્યુઈટી સહિત 14 જેટલી પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. આ દરમિયાન કંપની દ્વારા અંદાજે 243 કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે મામલો વધુ વણસ્યો હતો. 104 દિવસની લાંબી હડતાળ છતાં કોઈ ઉકેલ ન આવતા, કામદારોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. આસપાસના ગામોના યુવાનોની રોજગારી છીનવાઈ રહી હોવાનું જણાતા સ્થાનિક સરપંચોએ હસ્તક્ષેપ કરવાનું નક્કી કર્યું. ગુંદલાવના સરપંચ નિતિન પટેલ સહિત 42 ગામના સરપંચો એકઠા થયા હતા. તેમણે કંપની મેનેજમેન્ટ સાથે મેરેથોન બેઠક યોજી હતી. સરપંચોએ સ્થાનિકોની રોજગારીના મુદ્દે કોઈ બાંધછોડ ન કરવાની સ્પષ્ટતા કરી હતી. સરપંચોના દબાણ અને સમજાવટ બાદ, કંપનીના મેનેજર ભૂપેન્દ્રભાઈ દેસાઈ અને મેનેજમેન્ટ કામદારોને પરત લેવા સંમત થયા. સમાધાન મુજબ, કંપની તમામ 500થી વધુ કામદારોને તબક્કાવાર શિફ્ટ મુજબ કામ પર લેશે. દરેક કામદારને મહિનામાં ઓછામાં ઓછી 20 દિવસની રોજગારી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કામદાર નેતા બળવંત ઠાકોરે જણાવ્યું કે, "અમે કોઈપણ શરત વગર કામ પર આવવા તૈયાર હતા, છતાં મેનેજમેન્ટ અડગ હતું. પરંતુ 42 ગામના સરપંચોએ અમારી વહારે આવીને અમને ન્યાય અપાવ્યો છે." આ સમાધાનથી વલસાડમાં લાંબા સમયથી ચાલી રહેલા શ્રમિક વિવાદનો અંત આવ્યો છે, અને સેંકડો કામદારોને ફરીથી રોજગારી મળી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા મનપાની ચૂંટણી માટે આવતીકાલે મત ગણતરી:પોલીટેકનિક ડિપાર્ટમેન્ટ ખાતે સ્ટ્રોંગ રૂમમાં EVM સીલ, મેડિકલની 4 ટીમ, ફાયર વિભાગની 3 ફાયરની ગાડીઓ, 2 એમ્બ્યુલન્સ તૈનાત, 900 કર્મી મત ગણતરી કરશે
    Next Article
    Rajkot Shocking Incident News | રાજકોટમાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબવાથી મોત |Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment