Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેક્ટરીનું શટર તોડી 1.04 લાખની મત્તા ચોરી ગયા:સીસીટીવી પણ તોડી નાખ્યાં, કલોલના છત્રાલ ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો

    9 hours ago

    કલોલ તાલુકાના છત્રાલ ગામની સીમમાં આવેલ શિવમ એસ્ટેટના ખાતે ચાલતી મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીને નિશાન બનાવીને તસ્કરો અંદર પ્રવેશ કરી જોબ વર્ક માટેનો કિંમતી સામાન અને એલ્યુમિનિયમ મટીરિયલ મળીને કુલ રૂ.1 લાખ 4 હજારનો મુદ્દામાલ ચોરીને ફરાર થઇ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોક કરીને તમામ કર્મચારીઓ તહેવારની રજાઓ હોવાથી ઘરે ગયા કલોલ તાલુકાના વડપુરા ગામના ઠાકોરવાસમાં રહેતાને મારૂતિ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા જીતેન્દ્રકુમાર ગોવિંદજી ઠાકોર દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેઓ રાજપુર ગામની અપૂર્વ ઇન્ડસ્ટ્રીઝ અને છત્રાલની બિન્દ્રા એસ્ટેટમાં આવેલી પ્રતિભા એન્જિનિયરિંગ કંપનીનું જોબ વર્કનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સાથે યુનિટમાં અમરતજી ઠાકોર અને દિપકજી દશરથજી ઠાકોર ઓપરેટર તરીકે કામ કરે છે, અને આ યુનિટનો જી.એસ.ટી. નંબર દિપકજી ઠાકોરના નામથી લેવામાં આવેલ છે.ગત તા. 7 નવેમ્બરના રોજ રાત્રે આશરે આઠ વાગે શેડનું શટર બહારથી લોક કરીને તમામ કર્મચારીઓ તહેવારની રજાઓ હોવાથી ઘરે ગયા હતા. સામાન વેરવિખેર હાલતમાં, 1.04 લાખનો મુદ્દામાલ ચોરાયો દરમિયાન 10 નવેમ્બરના સવારના બાજુના શેડના માલિકે ફોન કરીને જીતેન્દ્ર કુમારને જાણ કરી હતી કે તેમના શેડનું શટર બહારથી વાળી નાખવામાં આવ્યું છે અને અડધું વળી ગયેલ છે. આ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક પોતાના ભાઈ સાથે ફેક્ટરી પર પહોંચીને તપાસ કરતા અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. કંપનીમાં તપાસ કરતા અપૂર્વ કંપનીમાંથી જોબ વર્ક માટે મળેલ એક્ચ્યુઅલ આઈટમ 480 નંગ તથા પ્રતિભા એન્જિનિયરિંગમાંથી મળેલ એલ્યુમિનિયમ ટોપ કવર 70 નંગ મળી કુલ રૂ. 1,04 ની કિંમતનો મુદ્દામાલ ચોરાયાનું જણાઈ આવ્યું હતું. જ્યારે તસ્કરોએ કંપનીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ તોડી નાખ્યા હતા અને શટર વાળી દેવાથી પણ નુકશાન થયું હતું.આ મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'બ્રેક કામ કરતી નથી...':ટ્રેન રોકવા લોકો-પાઇલટની મથામણ, કોલકાતા-સૈરંગ એક્સપ્રેસના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા; જુઓ એન્જિનની અંદરનો ડરામણો VIDEO
    Next Article
    હરિદ્વાર યાત્રાના નામે 300થી વધુ યાત્રિકો સાથે છેતરપિંડી:આયોજકો નાણાં ઉઘરાવી ફરાર, 8 નવેમ્બરે યાત્રા ન ઉપડતાં છેતરાયેલા યાત્રિકોએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment