Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.02 કરોડના ગાંજાના કેસમાં મુખ્ય 2 આરોપીઓની ધરપકડ:1500 કી.મી. દૂર મકાન ભાડે રાખી ઓડિશાના જંગલમાંથી ગાંજાની ખરીદી કરી રાજકોટ તેના ભાઈને પહોંચાડતો બાદમાં સૌરાષ્ટ્રના પેડલરોને વેંચતો

    7 hours ago

    રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થાય એ પહેલા ગત 18 ઓગસ્ટના રોજ રાજકોટ શહેર SOG પોલીસે અમદાવાદ હાઇવે પરથી એક કરોડથી વધુ કિંમતના 204 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી જે કેસમાં મુખ્ય સપ્લાયર સહીત બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપીને ઓરિસ્સાના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડી રાજકોટના રીસીવર તેના જ સગાભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ સ્ટીલના પાઇપની આડમાં ટ્રકની અંદર ગાંજાની હેરાફેરી કરતા હોવાનું અને અગાઉ પણ બે વખત આ રીતે ખેપ મારી હોવાનું સામે આવ્યું છે હાલમાં પોલીસે મુખ્ય બે આરોપીની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવી અન્ય કેટલા લોકોની સંડોવણી છે તેમજ સૌરાષ્ટ્રના કેટલા પેડલરો સુધી આ જથ્થો પહોંચાડવામાં આવતો હતો એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર SOG પીઆઈ એન.બી.ચૌધરીની ટીમ દ્વારા બામણબોર ચેકપોસ્‍ટ નજીક વોચ ગોઠવી ગત 18 ઓગસ્ટના રોજ મહમદ ઉર્ફે કાળો હુશેનભાઇ ઉર્ફે કડીબાપુ સરવદી તથા અરબાઝ સલીમભાઇ સંધીની ધરપકડ કરી ટ્રકમાંથી સ્ટીલના પાઇપની પાછળ અલગ અલગ કલરના 99 પાર્સલ ખોલીને જોતાં અંદરથી 1.04 કરોડ કિંમતનો 204 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મુખ્ય સપ્લાયર અમિત ઉર્ફે ગુરખો હોવાનું સામે આવ્યું હતું અને ત્યારથી તે નાસ્તો ફરતો હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સા ખાતે પહોંચી જંગલ વિસ્તારમાંથી આરોપી અમિત ઉર્ફે અમીન ઉર્ફે ગુરખો કાતીયારને ઝડપી પાડી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની પુછપરછમાં રાજકોટ ખાતે અમિતનો ભાઈ સિકંદર ઉર્ફે ઇમરાન કાતીયાર ગાંજાનો જથ્થો રિસીવ કરી બાદમાં અમિતના કહેવા મુજબ સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં પેડલરો સુધી માલ પહોંચાડતો હોવાનું સામે આવતા તેની પણ ધરપકડ કરી બન્ને આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પછી આરોપીઓ સાથે અન્ય કોની કોની સંડોવણી છે તેમજ સૌરાષ્ટ્રમાં કોને કોમે વેચાણ કરતો હતો સહિતની દિશામાં આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ તપાસમાં આરોપી અમિત વિરુદ્ધ અગાઉ 7 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે અને અમિત દ્વારા ઓરિસ્સાના મુનીગુડામાં એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું કારણ કે ગાંજાની ખેપ મારવા જાય ત્યારે તે હોટલમાં રોકાવવા બદલે આ ભાડાના મકાનમાં રહેતો હતો. જયારે પણ રાજકોટથી ઓરિસ્સા જાય ત્યારે તે ત્યાં 15-20 દિવસ રોકાણ કરતો હતો અને બાદમાં લીગલ ટ્રાન્સપોર્ટમાં ચાલતા ટ્રકનો સંપર્ક કરી બિલ્ટી સાથેના ટ્રકમાં પાર્સલ બનાવી સ્ટીલના પાઇપ જેવા અન્ય મોટી વસ્તુની આડમાં ગાંજો છુપાવી રાજકોટ સુધી પહોંચાડતો હતો. પાર્સલમાં ગાંજો છે તેની ખબર ન પડે આ માટે પોતે રહેતો તેનાથી 70 કિમી દૂર ગામમાંથી ગાંજો ખરીદ કરી બાદમાં તેનું પાર્સલ તૈયાર કરી અને પછી ટ્રાન્સપોર્ટ મારફત રાજકોટ સુધી ગાંજાનો જથ્થો પહોંચાડતો હતો. એટલું જ નહિ પોલીસ પકડથી બચવા માટે તેમજ ગાંજા અંગે માહિતી લીક ન થાય આ માટે દરેક વખતે અલગ અલગ ડ્રાઇવર ક્લીનર સાથે ગાંજાનો જથ્થો રાજકોટ સુધી પહોંચાડતો હતો જેમાં બન્ને ને 1500 કિલોમીટરની ટ્રીપ માટે 30-30 હજાર રૂપિયા ચુક્વતો હતો. રાજકોટમાં મોરબી રોડ પર તેની જગ્યાએ આ જથ્થો પહોંચ્યા બાદ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ પેડલર સુધી આ જથ્થો મોકલતા હોવાનું સામે આવ્યું છે. કેવી રીતે પાર પાડવામાં આવ્યું ઓપરેશન.? રાજકોટ SOG ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટનો એક પેડલર અમિત ઓરિસ્સાના જંગલમાંથી ગાંજાનો મોટો જથ્થો લાવી સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો છે જેથી છેલ્લા 19 દિવસથી પોલીસ દ્વારા આ સપ્લાયરની વોચમાં હતી અને જેમાં 1500 કિલોમીટર ગાંજાનો જથ્થો રાજકોટ સુધી પહોંચે ત્યાં સુધી સતત પોલીસ તેને ટ્રેસ કરી રહી હતી. આરોપી અમિત ગત 29 જુલાઈના રોજ રાજકોટથી ઓરિસ્સા પહોંચ્યો હતો જ્યાં બાલનગીર જંગલમાંથી ગાંજાના મોટા જથ્થાની ખરીદી કરી હતી બાદમાં તેના પાર્સલ બનાવી અલગ અલગ બેગમાં પેક કરી ટ્રક મારફત સ્ટીલના પાઇપની આડમાં છુપાવી આ મોટા જથ્થાને રવાના કર્યો હતો. ઓડિસાના બાલનગીર જંગલમાંથી રવાના કરી આ જથ્થો રાયપુર, ભીલાઈ, નાગપુર, અમરાવતી, અકોલા, જલગાવ, ધુલે, સુરત થઇ રાજકોટ સુધી પહોંચાડ્યો હતો જો કે રાજકોટ શહેર પોલીસે આ ટ્રક શહેર પોલીસની હદમાં પ્રવેશ કરતાની સાથે જ તેને અટકાવી ઝડપી પાડ્યો હતો જેના કારણે આ જથ્થો સૌરાષ્ટ્ર્રના વિવિધ શહેરોમાં પહોંચે એ પહેલા જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે મુખ્ય આરોપીની તપાસમાં શું નવા ખુલાસા થશે તે જોવું અગત્યનું રહેશે..
    Click here to Read More
    Previous Article
    નવસારી BAPS વિદ્યામંદિરમાં જળઝીલણી એકાદશીની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો, મૂર્તિઓને જળવિહાર કરાવાયો
    Next Article
    કાલોલ વૃદ્ધાશ્રમમાં વસ્ત્રદાન અને પ્રસાદ વિતરણ:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપના આગેવાનો-કાર્યકરોએ વડીલો સાથે સમય વિતાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment