Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિકઅપમાંથી બિયર-વ્હિસ્કીની 101 પેટી મળી 2 ઝડપાયા:કતવારા ચેકપોસ્ટ પર મકાઈના ડોડાની આડમાં રૂા.5.60 લાખનો દારૂ ઝડપાયો

    1 day ago

    દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથકની હદમાં આવેલા ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસે મકાઈના લીલા ડોડાની આડમાં લઈ જવાતો રૂા.5.60 લાખથી વધુ કિંમતનો પરપ્રાંતિય દારૂ ઝડપી પાડ્યો હતો. વાહનમાંથી વિવિધ બ્રાન્ડની બિયર અને વ્હિસ્કીની કુલ 101 પેટી મળી આવી હતી. પોલીસે દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડી કુલ રૂા.10.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કતવારા પોલીસ સ્ટાફ ખંગેલા ચેકપોસ્ટ પર રાત્રે વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે MP-14-ZJ-9209 નંબરનું સફેદ પિકઅપ ડાલું આવતા તેને અટકાવવામાં આવ્યું હતું. ચાલક અને તેની બાજુમાં બેઠેલા ઇસમે પિકઅપમાં મકાઈના લીલા ડોડા ભરેલા હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસને શંકા જતા તપાસ કરતાં મકાઈના કટ્ટા નીચે દારૂની પેટીઓ છુપાવેલી મળી આવી હતી. પિકઅપને કતવારા પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતાં કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ બિયરની 45 પેટી, માઉન્ટ 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બિયરની 21 પેટી, લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હિસ્કીની 20 પેટી તથા બેગ પાઇપર ડીલક્સ વ્હિસ્કીની 15 પેટી જેમાં 5,60,568 રૂપિયાની કુલ 3,264 બોટલો મળી આવી હતી. પોલીસે મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના ખડાવદા વિસ્તારના રામનિવાસ રામગોપાલ ગેહલોત અને રવિભાઈ હરિરામ ગેહલોતની ધરપકડ કરી હતી. પિકઅપ, બે મોબાઇલ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂા.10,70,568નો મુદ્દામાલ કબજે લેવાયો છે. પૂછપરછમાં દારૂ આણંદ તરફ લઈ જવાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અરમાન ઉર્ફે નાશીર, શિરાજ ઉર્ફે દીપક, શંકરલાલ સહિત અન્ય પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધાબા પર માતા-પિતા વચ્ચે સૂતેલા બાળકને દીપડો ખેંચી ગયો:પિતાએ પ્રતિકાર કર્યો છતાં જુવારના ખેતરમાં ભાગી ગયો, ગીરગઢડામાં 3 વર્ષના માસૂમનો ક્ષત વિક્ષત મૃતદેહ મળ્યો
    Next Article
    અભિષેકે પાકિસ્તાનીઓની બરાબરની ધોલાઈ કરીને:28 બોલમાં 61 રન બનાવીને આઉટ; વૈભવને આઉટ કરીને PAK બોલરે બાળક રમાડવા જેવું સેલિબ્રેશન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment