Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ સ્વાભિમાન પર્વ:રાજસ્થાનનાં 1008 યાત્રિકોએ સોમનાથ ના દર્શન કર્યા

    5 days ago

    સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આયોજીત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજસ્થાન સરકારની વરિષ્ઠ નાગરિક તીર્થ યાત્રા યોજના અંતર્ગત રાજસ્થાનથી આવેલા 1008 શ્રદ્ધાળુ વરિષ્ઠ નાગરિકોએ શનિવારે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. સોમનાથ મંદિર દર્શન દરમિયાન વરિષ્ઠ નાગરિકોએ સંધ્યા આરતીમાં ભાગ લીધો અને સોમનાથ મહાદેવ મંદિરની પૌરાણિક અને ઐતિહાસિક ગાથાનું વર્ણન કરતાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પણ આનંદ માણ્યો હતો.સોમનાથ મંદિર આ દેશની આધ્યાત્મિક વિરાસતનું પ્રતિક છે. આ મંદિર અનેકવાર તૂટ્યા અને લૂંટાયા પછી પણ શક્તિ, સ્વાભિમાન સાથે ફરી પુનઃસ્થાપિત થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. જેના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની પહેલ કરી છે, જે સાંસ્કૃતિક ચેતનાનું મહાપર્વ છે. વહીવટી તંત્ર દ્વારા વેરાવળ રેલવે સ્ટેશન પર આગમન થતાની સાથે જ 1008 વરિષ્ઠ નાગરિક શ્રદ્ધાળુઓનું રંગેચંગે ભવ્ય પરંપરાગત સ્વાગત કરાયું હતું. ગુજરાતની લોકસંસ્કૃતિ સાથે કરવામાં આવેલા સ્વાગતમાં શ્રદ્ધાળુઓ ઓતપ્રોત થયા હતાં. શનિવાર અને રવિવારના રોજ ગીર સોમનાથના ગૌલૌકધામ, રામમંદિર, બાણગંગા, ભાલકા તીર્થના દર્શન કરાવવામાં આવ્યાં હતાં તેમજ સોમનાથ સ્વાભિમાન પર્વ ગેલેરી અને હાટ બજારની પણ મુલાકાત લીધી હતી. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તમામ શ્રદ્ધાળુઓ તીર્થ યાત્રાળુઓ માટેની વિશેષ ટ્રેનથી દ્વારકા તેમજ નાગેશ્વર ધામના દર્શન કરવા રવાના થયા હતાં.આમ સોમનાથમાં ભાવિકોનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માંગ ઉઠી:માલપુરના ઉભરાણ -ટુણાદર ગામે રોડની બાજુમાં પડેલા ગાબડાં પૂરો
    Next Article
    કોચિંગ માલિકે સ્ટુડન્ટ્સને કહ્યું- ભગવાને સપનામાં સવાલ જણાવ્યા:દીકરાના 720માંથી 704 માર્કના જવાબ સાચા, NEET લીક કેસના 5 પાત્રો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment