Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરનો રૂ. 10,000નો ઇનામી લૂંટારો પકડાયો:5 વર્ષથી ફરાર આરોપીને રાજકોટ રેન્જ ટીમે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો

    8 hours ago

    રાજકોટ રેન્જ પોલીસ ટીમને એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા આશરે રૂ. 8.50 લાખની લૂંટના ગુનામાં પાંચ વર્ષથી ફરાર રૂ. 10,000ના ઇનામી આરોપીને રાજકોટ રેન્જની ટીમે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાથી 'ઓપરેશન નાસતા-ફરતા' હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુના આચરી ફરાર રહેલા ગુનેગારોને પકડવા માટે આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જામનગર પોલીસ અધિક્ષક દ્વારા ઇનામ જાહેર કરાયેલા આરોપીઓને ઝડપી પાડવા અગ્રતા આપવાની સૂચના અપાઈ હતી. રાજકોટ રેન્જ પી.આઈ. આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. સ્ટાફના કાસમ બ્લોચ, સંદીપસિંહ ઝાલા, મિતેશ પટેલ અને કમલેશ રબારીને આરોપીના લોકેશન અંગે સચોટ બાતમી મળી હતી. આ માહિતીના આધારે ટીમે દાહોદ હાઈવે પર રાબડાલ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ભુવાનસિંગ રાયસિંગ વસુનિયા (રહે. મધ્યપ્રદેશ) છે. તેણે અન્ય સાગરીતો સાથે મળીને વર્ષ 2021માં (પંચકોષી બી-ડિવિઝન ગુ.ર.નં. 112/21) વાડીમાં સૂતેલા ફરિયાદી અને સાક્ષીઓને માર મારી રોકડ અને દાગીના સહિત કુલ રૂ. 8.50 લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં તે છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો અને જામનગર પોલીસે તેના પર રૂ. 10,000નું ઇનામ જાહેર કર્યું હતું. આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. સંદીપસિંહ ઝાલા, કાસમ બ્લોચ, સંદીપસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રશિક, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મિતેશ, કમલેશ અને ડ્રાઈવર દિનેશ ગઢવી સહિતની ટીમ જોડાઈ હતી. આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ પાર્કિંગમાં મળ્યું બેગ, ₹23,000 અને મોબાઈલ:ટ્રસ્ટના સ્ટાફે ઈમાનદારીથી અમદાવાદના યાત્રિકને પરત કર્યું
    Next Article
    Delhi Capitals vs Mumbai Indians LIVE Score, IPL 2026: MI Boosted By 138 T20I Veteran's Return, Worry For DC

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment