Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઇન્ડિગો પછી એર ઇન્ડિયાની ફ્લાાઇટો પણ મોંઘી; ટ્રમ્પે ફરી માગ્યો શાંતિનો નોબેલ; સેન્સેક્સ 1000 પોઇન્ટ ગબડ્યો, સતત 9મા અઠવાડિયે કડાકો

    6 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચાર હવાઈ મુસાફરી મોંઘી થવા અંગે છે. ઇન્ડિગો પછી એર ઇન્ડિયાએ પણ ફ્યુઅલ ચાર્જ વધારી દીધો. બીજા સમાચાર ટ્રમ્પ દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર માગવા અંગે છે. અમે તમને એ પણ જણાવીશું કે શેરબજારમાં સતત ઘટાડો કેમ ચાલુ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. આજે ચાર રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો આવશે. 2. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T-20 મેચ આજે સાંજે 7 વાગ્યાથી રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું સતત ત્રીજા દિવસે પ્રદર્શન:રાહુલ-પ્રિયંકાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી; ખડગેએ કહ્યું- સરકાર મત આપવાનો અધિકાર છીનવી રહી છે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે વિપક્ષી સાંસદોએ ગુરુવારે રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી. તે પહેલાં તેમને લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી. આ દરમિયાન રાહુલ બસમાં જ બેઠા રહ્યા. રાજઘાટના ગેટ પર ભારે સુરક્ષા દળ અને સમર્થકો હાજર હતા. તેના કારણે રાહુલ સહિત તમામ લોકો પાછળના ગેટથી બહાર નીકળ્યા. રાજઘાટ માટે નીકળતા પહેલાં ખડગેએ કહ્યું હતું કે અમે ત્યાં જઈને બાપુને સરકારને સદ્બુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરીશું. સંપૂર્ણ સમાચાર વાંચો 2. UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે!:દાવો- આવતા વર્ષ સુધી મુલતવી રહી શકે, ફેસ્ટિવ સીઝનમાં મફત રહેશે, 15 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો ચાર્જનો નિયમ UPI પર ચાર્જ લગાવવાનો નિયમ હાલ પૂરતો ટળી શકે છે. કેન્દ્ર સરકાર 15 ઓક્ટોબરથી ₹2000થી વધુની UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લગાવવાનો નિયમ લાગુ કરવાની હતી. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે સરકાર આવતા વર્ષની 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કરવા અંગે વિચાર કરી રહી છે. આવું થયું તો ફેસ્ટિવ સીઝનમાં દુકાનદારો અને પેમેન્ટ કંપનીઓને છૂટ આપવામાં આવી શકે છે, એટલે કે UPI ટ્રાન્ઝેક્શન મફત રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. નાના પાટેકરના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર:પુણેમાં આપવામાં આવી અંતિમ વિદાય, ગોવામાં કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું નિધન નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની ઉંમરે નિધન થયું. ગોવા સ્થિત તેમના ઘરમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ તેમને લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. નાના પાટેકરનો પાર્થિવદેહ પુણે લાવવામાં આવ્યો, જ્યાં ડોંજે ગામમાં રાત્રે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને શ્રદ્ધાંજલિ આપી. અભિનેતા જેકી શ્રોફ અને દિગ્દર્શક અનિલ શર્મા પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા અને નાનાને અંતિમ વિદાય આપી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. વેપારીઓને બખ્ખાં:GST કાઉન્સિલની બેઠકમાં મોટી રાહત, ડિલિવરી સર્વિસ સસ્તી થઈ; અધિકારીઓની મનસ્વી ધરપકડની સત્તા છીનવાઈ; કર્મચારીઓના વીમા અંગે પણ મોટી જાહેરાત જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં વેપારીઓ અને ઉદ્યોગ જગત માટે રાહતના મોટા દરવાજા ખુલ્યા છે. કાઉન્સિલનું સમગ્ર ધ્યાન કર દરોમાં મોટા ફેરફાર કરવાના બદલે દેશમાં વેપાર પ્રક્રિયા વધુ સરળ બનાવવા (Ease of Doing Business) અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સંબંધિત વર્ષો જૂના વિવાદોને કાયમ માટે ઉકેલવા પર કેન્દ્રિત રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓની મનસ્વી ધરપકડ રોકવા, ડિલિવરી સર્વિસ પર ટેક્સ ઘટાડવા અને નાના કેસોમાં નોટિસ કલ્ચર ખતમ કરવા જેવા નિર્ણયોને મંજૂરી અપાઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ધરતી લાલચોળ, 76 વર્ષ પછી સુપર-ડુપર અલ નીનો: રેકોર્ડબ્રેક તાપમાનથી પૃથ્વી પર મહાસંકટ, પ્રશાંત મહાસાગર ઉકળ્યો; વિશ્વભરમાં 4.5 લાખથી વધુ મોતના ભણકારા દુનિયા હાલમાં અત્યંત શક્તિશાળી અલ નીનોનો સામનો કરી રહી છે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વી ભાગમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 3.4°C વધારે પહોંચી ગયું છે. 1950 પછીનો આ સૌથી શક્તિશાળી અલ નીનો હોવાનું કહેવાય છે. હવામાન નિષ્ણાતો તેને ‘સુપર-ડુપર અલ નીનો’ કહી રહ્યા છે. તેના કારણે દુનિયાના અનેક વિસ્તારોમાં વધુ ગરમી, દુષ્કાળ અથવા ભારે વરસાદ પડી શકે છે. શિકાગો યુનિવર્સિટીની ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબના સંશોધકોના જણાવ્યા મુજબ, આ અલ નીનોને કારણે જૂન 2026થી ફેબ્રુઆરી 2027 દરમિયાન વિશ્વભરમાં આશરે 4.51 લાખ વધારાના મોત થઈ શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. પાટીદારોમાં દીકરીઓની ઘટ પર મથુર સવાણીનો ટોણો:'40 વટાવેલા વાંઢાના લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલ અને શક્તિસિંહની જેમ દેશ સેવા કરો; બીજો રસ્તો નથી' સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં કન્યાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે એક નિવેદન આપ્યું છે. પાટીદાર સમાજમાં દીકરાઓની સરખામણીએ દીકરીઓની ઘટનું કારણ જણાવવાની સાથે કહ્યું કે, 40ની ઉંમર વટાવી ગયેલા યુવાનો પોતાનું નામ વાંઢાઓના લિસ્ટમાંથી કાઢી અટલ બિહારી વાજપેયી, રાહુલ ગાંધી અને શક્તિસિંહ ગોહિલની જેમ દેશ સેવામાં જોડાઈ જાય. હવે બીજો કોઈ રસ્તો નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 10 લાખ શ્રમિકોનું યુપી-બિહાર પલાયન, 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યુ:સુરત રેલવે સ્ટેશને લાઈનો, વીક ઓફની માગ અને શોષણથી કંટાળ્યા; કહ્યું-રજા માગી તો શેઠે કાઢી મુક્યો ‘રોજનું 12 કલાક કામ કરવું પડે છે અને સમયસર પગાર પણ મળતો નથી. સળંગ 30 દિવસ કામ કરી બીમારી કે થાકના કારણે રજા લઈએ તો પગાર કપાઈ જાય છે. સાત-આઠ મહિના બાદ ગામડે જવાની રજા માગી તો શેઠે પગાર રોકી લીધો અને ગેટની બહાર કાઢી મુક્યો. અઠવાડિયામાં એક રજાની માગ કરનાર 250થી 300 લોકોને શેઠે નોકરી પરથી કાઢી મુક્યા. મજૂરોને દબાવવામાં આવી રહ્યાં છે અને પોલીસ સહિતના વિભાગો પાસેથી માત્ર ખોટો દિલાસો જ મળી રહ્યો છે, એટલે વતન જઈ રહ્યાં છીએ. હવે શેઠને જરૂર હશે ને બોલાવશે તો આવીશું....’ સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ બેંગલુરુમાં કોકરોચ પાર્ટીનું આજે ચપ્પલ પ્રદર્શન:ધ્રુવ રાઠી-પ્રકાશ રાજ જોડાશે; દીપકેએ કહ્યું- સત્તા તમારી, રસ્તાઓ અમારા, અહીંથી જ લોકશાહી પાછી મેળવીશું (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ 2026નો સાહિત્ય નોબેલ કેનેડિયન લેખિકા એન કાર્સનને મળ્યો:ગ્રીક-રોમન સાહિત્યને આધુનિક દુનિયા સાથે જોડ્યું, ચર્ચિત પુસ્તક 'ધ બ્યુટી ઓફ ધ હસબન્ડ' (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ જ્ઞાનેશ કુમારના સમર્થનમાં 42 પૂર્વ જજોનો પત્ર:SIRને યોગ્ય ગણાવ્યું, લખ્યું- પુરાવા વિના વોટ ચોરીના આરોપો લોકોનો વિશ્વાસ ઘટાડી શકે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ કંગાળ પાકિસ્તાનીઓને ખાવાના ફાંફા:20 કિલો લોટના ભાવ રુ. 3200ને પાર, એક રોટલીની કિંમત ₹30; લોકોને લૂંટી વેપારીઓને કરોડોની કમાણી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ સોનું આજે ₹304 સસ્તું થઈને ₹1.47 લાખ થયું:એક કિલો ચાંદી 2,821 રૂપિયા ઘટીને 2,18,045 રૂપિયા પર આવી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ દાવા- ખેલાડીઓ પાસે ઇનામમાંથી 20% કમિશન માગી રહ્યા છે અધિકારીઓ:પેરા શૂટર્સે કહ્યું- ઇનકાર કર્યો તો એશિયન ગેમ્સ માટે સિલેક્શન ન થયું, તપાસની માગ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. બિઝનેસઃ ઈ-કોમર્સ કંપનીઓનું ફેસ્ટિવ સેલ શરૂ:જાણો- ક્યાંથી શું ખરીદવું, મહત્તમ ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવવું અને હિડન ચાર્જિસથી કેવી રીતે બચવું (સંપૂર્ણ સમાચાર વાંચો) 8. સ્પોર્ટ્સઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વેધરાલ્ડના માથામાં ઈજા, મગજ પર અસર:બાઉન્ડરી બચાવતી વખતે મેટલ બોર્ડ સાથે અથડાયો, બીજા દિવસે મેચમાંથી બહાર થયો (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બોસે કર્મચારીઓને BMW ભેટમાં આપી ચીનમાં રેસ્ટોરન્ટ ચેનની માલિક મા યાનલીએ ટોચના કર્મચારીઓને આશરે 43 લાખ રૂપિયાની નવી BMW ભેટમાં આપી. તેમણે કર્મચારીઓને કડકડતી ઠંડીમાં ઈ-બાઈકથી કામ પર આવતા જોયા હતા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. જ્ઞાનેશ કુમાર વિવાદમાં ધ્રુવ રાઠીની એન્ટ્રી:તમારા મતનો કંટ્રોલ દિલ્હીમાં છે? ચૂંટણીપંચમાં ગરબડ અંગે 5 મુદ્દા પર ઘમસાણ, જાણો વિવાદની ઇનડેપ્થ સ્ટોરી 2. રીવાબાએ જબરો ઈશારો કર્યો, VIDEO:સરકારે હાંકી કાઢતા IASનું BP વધી ગયું; બોડી બિલ્ડર પોલીસ અધિકારી કોની નજરે ચડ્યા? 3. ‘મારી જોડે સંબંધ બાંધ, 63 જન્મ સુધી રાણી બનીશ’:ગુરુ બળાત્કારનો આરોપી, શિષ્ય બોલ્યો- હું શિવ છું; દિલ્હીના આશ્રમમાં શું ચાલી રહ્યું છે? 4. આજનું એક્સપ્લેનર:પ્લેગના બેક્ટેરિયા લેબમાંથી લીક, શું રશિયા તેને છુપાવી રહ્યું છે? ટ્રમ્પે કહ્યું- પુતિન સાથે વાત કરીશ; આખરે અંદરખાને શું છે પરિસ્થિતિ 5. જ્યારે ઇસ્લામાબાદના આકાશમાં ભારતીય પાઇલટે ધડાકા કર્યા:ઢાકા, શ્રીલંકાથી માલદીવ સુધી; ભારતીય વાયુસેનાની બહાદુરી અને સૂઝબૂઝની કહાનીઓ 6. બ્લેકબોર્ડ: હુમલો સૈફ અલી ખાન પર થયો, જિંદગી મારી બરબાદ:મંગેતરે ક્રિમિનલ કહીને લગ્ન તોડી નાખ્યાં, પિતા-ભાઈની પણ નોકરી જતી રહી 7. 4 દિવસ ACમાં દાંતની સારવાર, 3 દિવસ ગામડે માટીમાં પરસેવો:રાજકોટના ટોપ ડેન્ટિસ્ટની અનોખી લાઇફસ્ટાઇલ, બૂક વાંચી ને ખેતી કરવાનું નક્કી કર્યું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: કુંભ રાશિના જાતકોને મનગમતી સફળતા મળશે, વૃષભ રાશિના લોકોએ આજથી કોઈ નવું કામ શરૂ ન કરવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Houthi attack on Riyadh Airport: हूतियों ने उड़ाया रियाद एयरपोर्ट तो PAK ने दाग दी मिसाइल? Mecca Pact
    Next Article
    30 Killed In Russian Strikes In Ukraine As Talks Set In US

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment