Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની રાત્રે રાજકોટનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 1000ને પાર:સુરતમાં 759 તો અમદાવાદમાં 600થી વધુ, તહેવારોમાં ઘરની બહાર નીકળતા પહેલાં આટલું ચોક્કસ વાંચો

    1 day ago

    દિવાળી એટલે દીવડાઓનો તહેવાર, રોશનીનો તહેવાર અને ખુશીઓ વહેંચવાનો અવસર. આ ઉજવણી વચ્ચે એક સવાલ પણ ઊભો થાય છે કે ફટાકડા આપણા શહેરની હવાને કેટલી અસર કરે છે. દર વર્ષે દિવાળીના દિવસોમાં અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાં શહેરોમાં હવાના પ્રદૂષણની ચર્ચા થાય છે. ફટાકડામાંથી નીકળતો ધુમાડો, રસ્તાઓ પર ઊડતી ધૂળ, વાહનોનો ધુમાડો અને બાંધકામને કારણે ફેલાતી ધૂળ ભેગી થઈને હવાની ક્વોલિટી બગાડે છે. દિવાળીની રાત્રે ફટાકડાના કારણે રાજ્યના અનેક શહેરોમાં હવાનું સ્તર બગડ્યું દિવાળીની રાત્રે ગુજરાતના મુખ્ય શહેરોમાં ભારે ફટાકડા ફોડવાના કારણે વાયુ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું હતું. રાજકોટમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 1078 અને સુરતમાં 759 નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં 608 AQI નોંધાયો હતો. રાજકોટમાં ધુમ્મસના કારણે રસ્તા પર 200 મીટર દૂરથી કશું દેખાતું નહોતું. અમદાવાદમાં દિવાળીની રાત્રે મોટાપ્રમાણમાં ફટાકડા ફૂટતા ધુમાડાના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઓછી જોવા મળી. ધુમાડાના કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં પણ વધારો થયો. રાત્રિના 10 વાગ્યે શહેરનો AQI 200ને પાર પહોંચ્યો. જેમાં રખિયાલ વિસ્તારમાં તો 284 અને રાયખડમાં 264 નોંધાયો. અમદાવાદ સિવાયના શહેરોની વાત કરીએ તો, સુરતમાં 125, રાજકોટ 113 અને વડોદરામાં 104 AQI નોંધાયો. શું છે એર ક્વોલિટી ઈન્ડેક્સ? AQI જાણવા વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને એની માત્રા માપવામાં આવે છે. એના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. AQIનો સ્તર સૂચવે છે કે વાયુ-પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQIની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ AQI વધે એમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે, જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે. દર વર્ષે શિયાળામાં જ શા માટે વાયુ-પ્રદૂષણ વધી જાય છે? શિયાળામાં પૃથ્વીની સપાટી પર જે પણ ઘન વસ્તુઓ છે, જેમ કે રસ્તાઓ, ઇમારતો, પુલ વગેરે, આ બધું સૂર્યમાંથી મળેલી ગરમીને રાત્રે બહાર કાઢે છે. બહાર કાઢેલી ગરમી જમીનથી 50થી 100 મીટર ઉપર ઊઠીને એક લૉકેબલ લેયર બનાવે છે. આ કારણે વાતાવરણની હવા ઉપર ઊઠી શકતી નથી. મતલબ કે આ હવા વાતાવરણના નીચલા સ્તરે જ 'લૉક' રહે છે. આ લેયરની નીચેની જમીન પાસેની હવા ઠંડી હોય છે અને ઠંડી હવામાં હલનચલન ન બરાબર હોય છે. પ્રદૂષણના કણ પણ આ જ હવામાં ભળી જાય છે અને ઉપર ઊઠી શકતા નથી, જેનાથી પ્રદૂષણ પણ ઠંડી હવા સાથે લૉક થઈ જાય છે. આ જ કારણ છે કે શિયાળામાં પ્રદૂષણ વધે છે. આ જ સ્મૉગ અને ધુમ્મસનું કારણ બને છે. 'AQIમાં વધારો માત્ર ફટાકડા ફોડવાથી નથી થતો' પર્યાવરણવિદ્દ મહેશ પંડ્યાએ કહ્યું કે, અમદાવાદ જેવા મોટા શહેરોમાં ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન હવાની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડે. દિવાળીના પાંચ દિવસ પહેલાંથી લઈને પાંચ દિવસ પછી ફટાકડા ફોડવાને કારણે હવામાં પ્રદૂષણ વધી શકે છે. ખાસ જ્યારે એક જ વિસ્તારમાં મોટી સંખ્યામાં ફટાકડા ફોડવામાં આવે, ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો અને બારીક રજકણો હવામાં ભળે છે. AQI જેટલો વધે, એટલી હવાની ગુણવત્તા ખરાબ રહે. જોકે, AQIમાં વધારો માત્ર ફટાકડાને કારણે જ થતો નથી. શહેરમાં રોજ ચાલતાં વાહનો, બાંધકામ અને રસ્તાઓની ધૂળ પણ તેના માટે જવાબદાર છે. આ વર્ષે હવામાન અને પ્રદૂષણની સ્થિતિ પર નજર રહેશે મહેશ પંડ્યાએ કહ્યું હતું કે, દિવાળીના સમયગાળામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન AQIમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021માં દિવાળીના સમયગાળામાં AQI આશરે 250થી 280ની આસપાસ રહેતો હતો, જ્યારે ગયા વર્ષે તે લગભગ 350 સુધી પહોંચ્યો હતો. આ વર્ષે AQI કેટલો રહેશે તે હવામાન અને પ્રદૂષણની સ્થિતિ પર આધાર છે. વાહનોની વધતી સંખ્યા, બાંધકામનાં કામો, ધૂળ અને ફટાકડાનો ધુમાડો ભેગા થઈને હવાની ગુણવત્તા પર અસર કરે છે. એટલે પ્રદૂષણને માત્ર દિવાળીના ફટાકડા સાથે જોડીને જોવાને બદલે શહેરમાં રોજ ફેલાતા ધુમાડા અને ધૂળને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. વર્ષ 2021થી 2025 વચ્ચે અમદાવાદમાં AQI 139થી 254 વચ્ચે દિવાળીના દિવસોમાં ગુજરાતનાં મોટાં શહેરોમાં હવાની ગુણવત્તા અંગે ચિંતા રહે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ તરફથી મેળવેલા આંકડા મુજબ, વર્ષ 2021થી 2025 દરમિયાન દિવાળી અને તેની આસપાસના દિવસોમાં અમદાવાદનો AQI આશરે 139થી 254 સુધીના સ્તરે નોંધાયો હતો. સુરતમાં આ સમયગાળા દરમિયાન AQI આશરે 110થી 195, વડોદરામાં 130થી 215 અને રાજકોટમાં 115થી 205ની વચ્ચે રહ્યો હતો. આ આંકડાઓ શહેર અને સમય પ્રમાણે બદલાઈ શકે છે. અમદાવાદમાં વાહનોનો ભારે ટ્રાફિક, બાંધકામ અને અન્ય સ્થાનિક પ્રદૂષણની સાથે ફટાકડાનો ધુમાડો હવાની ગુણવત્તા પર અસર કરી શકે છે. બીજી તરફ, દરિયાકાંઠાની હવા અને પવનની સ્થિતિને કારણે સુરતમાં પ્રદૂષકોના ફેલાવાની સ્થિતિ અલગ હોઈ શકે છે. જોકે, આ આંકડાઓની સત્તાવાર સ્ટેશનવાર માહિતી સાથે ચકાસણી કરવી જરૂરી છે. 'લંડનની જેમ એક જગ્યાએ ઉજવણીનો વિચાર કરી શકાય' મહેશ પંડ્યાએ લંડનના વેમ્બલી વિસ્તારનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ત્યાં દિવાળીની ઉજવણી માટે એક નિશ્ચિત જગ્યાએ અને નક્કી કરેલા સમયે ફટાકડા ફોડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ રીતે લોકો એક જગ્યાએ ભેગા થઈને તહેવારની ઉજવણી કરી શકે છે. અમદાવાદમાં પણ ખુલ્લી જગ્યાએ, યોગ્ય આયોજન સાથે અને સુરક્ષાનાં નિયમોનું પાલન કરીને સામૂહિક ઉજવણીનો વિચાર કરી શકાય. જો કે, આવી વ્યવસ્થા માટે સ્થાનિક તંત્રની મંજૂરી, આગથી બચવાના ઉપાયો અને સલામતીની પૂરતી વ્યવસ્થા જરૂરી છે. 'ફટાકડા ફોડતા સમયે લોકોના સ્વાસ્થ્ય અંગે વિચારવું જરૂરી' દિવાળીમાં ફટાકડાનો ધુમાડો દરેક વ્યક્તિને એકસરખી રીતે અસર કરતો નથી. ખાસ કરી અસ્થમા કે શ્વાસની તકલીફ ધરાવતા લોકો, વૃદ્ધો, બાળકો અને નવજાત શિશુઓએ વધારે સાવચેતી રાખવાની જરૂર છે. ફટાકડામાંથી નીકળતા ધુમાડા અને બારીક રજકણોને કારણે આંખોમાં બળતરા, ગળામાં ખંજવાળ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ફટાકડાનો ધુમાડો અને ધૂળ વધે ત્યારે પહેલેથી શ્વાસની તકલીફ ધરાવતા લોકોને વધારે મુશ્કેલી પડી શકે છે. તેથી ફટાકડા ફોડતી વખતે માત્ર પોતાના આનંદનો નહીં, પરંતુ આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્યનો પણ વિચાર કરવો જરૂરી છે. ‘આપણા ધર્મમાં કોઈને નુકસાન પહોંચાડવાની વાત નથી’ દિવાળી હિન્દુ ધર્મનો મહત્ત્વનો તહેવાર છે. ભગવાન રામના વનવાસ પછી અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં દીવડાઓ પ્રગટાવીને ઉજવણી કરવાની પરંપરા સાથે આ તહેવાર જોડાયેલો છે. જોકે, દિવાળીની ઉજવણીના નામે જો કોઈને નુકસાન થાય, તો તેના વિશે વિચારવાની જરૂર છે. મહેશ પંડ્યા કહે છે કે ધર્મને પ્રદૂષણ સાથે જોડીને જોવાને બદલે તહેવારની ઉજવણી એવી રીતે કરવી જોઈએ કે કોઈને તકલીફ ન પડે. આપણા ધર્મમાં કોઈને નુકસાન પહોંચાડવાની વાત નથી. દિવાળીનો અર્થ માત્ર ફટાકડા ફોડવો નહીં, પરંતુ દીવડાઓ પ્રગટાવીને ખુશીઓ વહેંચવી પણ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે પૂરતો સ્ટાફ અને જરૂરી સાધનો હોવા જોઈએ, જેથી પ્રદૂષણ પર સતત નજર રાખી શકાય. સાથે જ, આ માહિતીના આધારે સંબંધિત વિભાગો સમયસર પગલાં લઈ શકે તેવી વ્યવસ્થા પણ જરૂરી છે. પ્રદૂષણને અટકાવવાની જવાબદારી માત્ર એક વિભાગની નથી. પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેક્ટર કચેરી, ફાયર બ્રિગેડ અને અન્ય સંબંધિત વિભાગોએ સાથે મળીને કામ કરવું જોઈએ. લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    🟠Gujarat Monsoon News LIVE | ગુજરાત સહિત 12 રાજ્ય પર નબળા ચોમાસાનું જોખમ! | Heavy Rains | N18L
    Next Article
    Stephen Curry’s Wife Ayesha Has a Cheeky Message as She Teases Her New Holiday Film on Instagram

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment