Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1000થી શરૂઆત, દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી:કેરળમાં આવી 46 લાખ કુડુંબશ્રી દીદીઓ, લેફ્ટના વોટમાં કેવી રીતે ગાબડું પાડશે BJP

    2 days ago

    શરૂઆત બિંદુની વાર્તાથી. તિરુવનંતપુરમના પલ્લીચલ ગામમાં રહેતી બિંદુના લગ્ન 16 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. સાસરીમાં ખાવાના પણ ફાંફા હતા. બિંદુ ભણેલી હતી, તેથી બાળકોને ટ્યુશન ભણાવવા લાગી. પહેલી કમાણી 10 રૂપિયા હતી. ધીરે-ધીરે કમાણી વધી, તો બિંદુએ સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન શરૂ કર્યું. ત્યાં જ તેના આચાર્યએ તેને આયુર્વેદ બિઝનેસનો આઈડિયા આપ્યો. બિંદુએ સાસુ પાસેથી એક હજાર રૂપિયા ઉધાર લીધા. કેરળ સરકારની કુડુંબશ્રી યોજનાની મદદ લીધી અને કામ શરૂ કરી દીધું. આ 2006ની વાત છે. હવે બિંદુ પોતાની કંપની ચલાવે છે. મહિને 3 થી 4 લાખ રૂપિયાનો બિઝનેસ છે. 40થી વધુ દેશોના લોકો તેનું બિઝનેસ મોડલ સમજવા આવી ચૂક્યા છે. બધા તેને દીદી કહીને બોલાવે છે. બિંદુ માને છે કે તેનું જીવન કુડુંબશ્રીએ બદલ્યું છે. કેરળ સરકારની આ યોજના સાથે 46 લાખથી વધુ મહિલાઓ જોડાયેલી છે, એટલે કે રાજ્યના દરેક બીજા ઘરમાં એક કુડુંબશ્રી મેમ્બર છે. આ મહિલાઓ માત્ર બિઝનેસ જ નથી ચલાવતી, સાથે ચૂંટણી લડે પણ છે અને હાર-જીત પણ નક્કી કરે છે. કુડુંબશ્રીમાં લેફ્ટનું વર્ચસ્વ, વિજયનને બીજી વાર સત્તા અપાવી 2021માં ચૂંટણી જીતનારા ગઠબંધન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ને 48% મહિલાઓએ વોટ આપ્યા હતા. મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની સત્તામાં વાપસીનું આ એક મોટું કારણ માનવામાં આવ્યું. નવેમ્બર 2023 થી નવેમ્બર 2025 દરમિયાન દેશના 15 રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ. જેમાંથી 10 રાજ્યોમાં મહિલાઓને પૈસા આપતી કેશ સ્કીમ લાગુ કરવામાં આવી અથવા તેનો વાયદો કરવામાં આવ્યો. 10 માંથી 9 રાજ્યોમાં આ યોજના કારગર રહી. મધ્યપ્રદેશ, બિહાર, હરિયાણા, ઝારખંડ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશામાં મહિલાઓ માટે દર મહિને પૈસા આપવાની સ્કીમ લાવનારી પાર્ટીઓને એકતરફી જીત મળી. કેરળની 140 સીટો માટે 9 એપ્રિલે મતદાન થવાનું છે. અહીં કુડુંબશ્રી ગેમચેન્જર સાબિત થઈ શકે છે. અત્યાર સુધી આ બિઝનેસ મોડલ પર લેફ્ટનો કબજો હતો, પરંતુ હવે કોંગ્રેસ અને BJP પણ ગાબડું પાડી રહ્યા છે. બિંદુની વાર્તાથી સમજો કુડુંબશ્રી કેટલી મહત્વની છે બિંદુની 'આયુરાજ ઇન્ડસ્ટ્રી' નામે આયુર્વેદ કંપની છે. તે 15 પ્રકારની પ્રોડક્ટ્સ વેચે છે. 5 પ્રોડક્ટ્સ બ્રાહ્મીની છે, જેમાં હેર ઓઈલ, ફેસવોશ, મધ, જામ અને મિક્સ પેક સામેલ છે. બિંદુ કેરળમાં આયુર્વેદ આઈકોન બની ચૂકી છે. તે કુડુંબશ્રી સાથે જોડાયેલી મહિલાઓને ટ્રેનિંગ આપવા પણ જાય છે. 2012, 2014, 2016માં તેને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી બેસ્ટ આંત્રપ્રિન્યોર એવોર્ડ મળ્યા છે. તે આયુર્વેદ પર પુસ્તક પણ લખી રહી છે. બિંદુ જણાવે છે કે, ‘પહેલીવાર બ્રાહ્મી ઓઈલ બનાવીને પડોશીઓને ફ્રીમાં આપ્યું હતું. તેમને બહુ પસંદ ન આવ્યું. ત્યારે જ ખબર પડી કે તિરુવનંતપુરમમાં કુડુંબશ્રી મેળો લાગ્યો છે. ત્યાં સ્ટોલ લગાવ્યો. 24 બોટલ ઓઈલ તૈયાર કર્યું હતું, જે 2 કલાકમાં જ વેચાઈ ગયું. આનાથી હિંમત વધી. હું કુડુંબશ્રી મિશન સાથે જોડાઈ ગઈ. ત્યાંથી લોન લઈને ઘરમાં મશીન નખાવ્યું અને કામ ચાલવા લાગ્યું.’ 1998માં કુડુંબશ્રીની શરૂઆત, વિજયન સરકારની સૌથી મોટી તાકાત કેરળમાં બિંદુ જેવી લાખો વાર્તાઓ છે. આની સાથે જોડાયેલી મહિલાઓના પોતાના બિઝનેસ છે, તેઓ કેન્ટીન અને જ્યુસ પ્લાન્ટ ચલાવે છે. આ યોજના 17 મે, 1998ના રોજ શરૂ થઈ હતી. ત્યારે LDF ના ઈ.કે. નયનાર મુખ્યમંત્રી હતા. યોજનાની શરૂઆત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા મલ્લાપુરમથી કરવામાં આવી હતી. યોજનાનો હેતુ ગરીબી દૂર કરવાનો અને મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો હતો. હવે આ મિશન વિશ્વમાં મહિલાઓનું સૌથી મોટું ગ્રુપ બની ગયું છે. હવે કુડુંબશ્રીની ઓફિસ જુઓ, ત્યાં શું થાય છે કુડુંબશ્રીની ઓફિસ રાજધાની તિરુવનંતપુરમમાં છે. સીડીઓ ચઢતા જ CM પિનરાઈ વિજયનનો ફોટો અને LDF ના પોસ્ટર દેખાય છે. ચૂંટણીના માહોલમાં કુડુંબશ્રીની જ વાતો થઈ રહી છે. ડિસેમ્બર 2025માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ, બ્લોક, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશન લેવલ પર 17,082 કુડુંબશ્રી વોલન્ટિયર્સે ચૂંટણી લડી હતી, જેમાંથી 7,210 જીતી ગયા. ઓફિસમાં મહિલાઓના ક્લાસ ચાલી રહ્યા છે. આખા કેરળમાંથી આશરે 40 મહિલાઓ આવી હતી, જેમણે એક-બે વર્ષ પહેલા જ બિઝનેસ શરૂ કર્યો છે. આખા રાજ્યમાંથી આવેલી મહિલાઓને કુડુંબશ્રીના અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રેનિંગ આપે છે. તેમને બિઝનેસ ગ્રોથ અને માર્કેટિંગના પાઠ શીખવવામાં આવે છે. અધિકારી બોલ્યા- ગ્રાઉન્ડ પર રાજનીતિ છે, વાત કરીશ તો લાફો પડશે અમે મહિલાઓને ટ્રેનિંગ આપી રહેલા અધિકારી સાથે વાત કરી. તેઓ પોતાની ઓળખ જાહેર કરવા માંગતા નથી. અધિકારી કહે છે, ‘અમે ટ્રેનિંગ, ડોનેશન અને વધુમાં વધુ મહિલાઓને મિશન સાથે જોડવાની વાત કરીએ છીએ. જો હું અહીં પોલિટિકલ વાત કરીશ, તો લાફો પડશે.’ ‘હકીકત એ જ છે કે આ મહિલાઓ કોઈને કોઈ પાર્ટી સાથે જોડાયેલી છે. 10 વર્ષથી LDF ની સરકાર છે, એટલે સ્વાભાવિક છે કે તેનાથી પ્રભાવિત મહિલાઓ વધુ મળશે. વિજયન સરકારે છેલ્લા વર્ષોમાં સારું એવું બજેટ પણ ફાળવ્યું છે.’ 10 લાખની લોન લઈને કેન્ટીન ખોલી, દર મહિને 7 લાખની કમાણી 50 વર્ષના સુનિતા તિરુવનંતપુરમમાં કેન્ટીન ચલાવે છે. તેઓ જણાવે છે, ‘પુત્ર અને પતિ બહાર કામ કરે છે. ઘરે મન નહોતું લાગતું, એટલે મેં 2024માં કેન્ટીન શરૂ કરી. કુડુંબશ્રી સાથે જોડાઈ, 10 લાખ રૂપિયાની લોન લીધી. આજે કેન્ટીનમાં 21 મહિલાઓ કામ કરી રહી છે. તેમને રોજના 700 થી 1300 રૂપિયા વેતન આપું છું. મહિનાની 6 થી 7 લાખ રૂપિયાની કમાણી થઈ જાય છે.’ ચૂંટણી પર સુનિતા કહે છે, આ વખતે થોડું મુશ્કેલ છે. BJP સારી ફાઈટમાં છે. તિરુવનંતપુરમમાં ત્રણ સીટો પર તે મજબૂત છે. જોકે, કુડુંબશ્રીની મહિલાઓ LDF ને જ વોટ આપશે. કુડુંબશ્રી દ્વારા રાજનીતિમાં આવેલી મહિલાઓ સિંધુ શશી LDF સાથે જોડાયેલા છે. તેઓ મલયાલમમાં જણાવે છે, ‘20 વર્ષથી કુડુંબશ્રી સાથે જોડાયેલી છું. મારી ટીમ સિલાઈ-વણાટનું કામ કરે છે. નગર નિગમની ચૂંટણીમાં કુડુંબશ્રી સાથે જોડાયેલી 10 મહિલાઓએ ચૂંટણી લડી હતી, જેમાંથી 5 જીતી ગઈ. મોટાભાગની LDF સાથે જોડાયેલી છે. મહિલાઓની આટલી પ્રગતિ વર્તમાન સરકારને કારણે થઈ છે, તો અમે તેને કેવી રીતે છોડી શકીએ.’ એક્સપર્ટ બોલ્યા- કુડુંબશ્રીના વોટ LDFને મળશે તિરુવનંતપુરમના સિનિયર જર્નાલિસ્ટ અજય કુમાર જણાવે છે કે કુડુંબશ્રીની શરૂઆત પછી મોટાભાગે LDF ની સરકાર રહી છે. તેણે સમયાંતરે ફંડ પણ વધાર્યું છે. એવામાં કુડુંબશ્રીનો મોટો વર્ગ LDF અને વિજયન સરકારને જ વોટ આપશે. આ તેમના માટે ફાયદાકારક મિશન છે. LDF કુડુંબશ્રીનો પોતાની રાજનીતિમાં ઉપયોગ પણ કરે છે. જન્મભૂમિ અખબારના એડિટર પ્રદીપ જણાવે છે કે સરકાર ચલાવી રહેલી પાર્ટી CPI(M) એ કુડુંબશ્રીનું સ્વરૂપ બદલી નાખ્યું છે. કાર્યકરોને આના યુનિટમાં નોકરી આપી છે. CPI(M) ના નેતાઓ કુડુંબશ્રીને વોટ બેંકની જેમ વાપરે છે. તેમણે આમાં પોતાની રાજનીતિ ભેળવી દીધી છે. તેમનું યુનિયન પણ ગ્રાઉન્ડ પર કુડુંબશ્રી સાથે મળીને કામ કરી રહ્યું છે. કુડુંબશ્રી પર BJP-કોંગ્રેસના વાયદા BJP: રાજનીતિની દખલગીરી ખતમ કરીશું, માર્કેટ પૂરું પાડીશું BJP એ મહિલાઓના જોરે મધ્યપ્રદેશ, હરિયાણા અને બિહારમાં એકતરફી જીત મેળવી છે. કેરળમાં મહિલાઓને પોતાના પક્ષે કરવાની તેની સામે પડકાર છે. પાર્ટીએ 11 માર્ચે જાહેર કરેલા સંકલ્પ પત્રમાં કુડુંબશ્રીનો પણ સમાવેશ કર્યો છે. વાયદો કર્યો છે કે આના યુનિટનો વ્યાપ વધારીને તેને લઘુ ઉદ્યોગમાં ફેરવશે. ફંડ મેનેજમેન્ટને પારદર્શક બનાવશે જેથી રાજકીય દખલ ઓછી થાય. કુડુંબશ્રીની પ્રોડક્ટ્સને ઇન્ટરનેશનલ માર્કેટ સુધી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને દર મહિને આર્થિક સહાય, વર્ષમાં 6 મફત સિલિન્ડર, સ્કોલરશિપ અને સસ્તી લોન જેવા વાયદા પણ છે. કોંગ્રેસ: 5 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન રાહુલ ગાંધીએ 25 માર્ચે કોચ્ચિમાં UDF નું ગેરંટી કાર્ડ જાહેર કર્યું. તેમાં કુડુંબશ્રી દ્વારા બાળકો માટે નર્સરી અને ક્રેચ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવાનો વાયદો કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન:‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરવા ગાંધીનગરના કોબા જવા રવાના
    Next Article
    Gujarat Unseasonal Rain | રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટક્યુ | Kutch | Ambaji | News18

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment